સુરેન્દ્રનગર: જિલ્લાના લીંબડીમાં આવેલ સબજેલમાંથી ગત રાતના 4 કેદીઓ  બેરેકનું તાળું તોડી ફરાર થતાં પોલીસમાં અફરાતફરી મચી જવા પામી હતી. ઉચ્ચ કક્ષાના અધિકારીઓ લીંબડી જેલની મુલાકાત લઈ તપાસ હાથ ધરી છે. અગાઉ પણ લીંબડી જેલનો કેદી હોસ્પિટલમાંથી ફરાર થયાની ઘટના બની હતી. આ ઉપરાંત સુરેન્દ્રનગરની જેલ કેદીઓ દ્વારા અગાઉ ભજનનું લાઇવ કરવામાં આવ્યું હતું. જેના કારણે પણ આ જેલ વિવાદમાં આવી હતી. આ ઉપરાંત કેદીઓ દ્વારા જેલ તંત્ર દ્વારા ટોર્ચર કરવામાં આવતું હોવાના આરોપ સાથે લાઇવ પણ કરવામાં આવ્યું હતું.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગૃહમંત્રી અમિત શાહ બને ગુજરાતનાં મહેમાન, 2 દિવસ સુધી કરશે ઉજવણી


ગત રાત્રે એક સાથે 4 કેદીઓ બેરેટનુ તાળું કાપી જેલની દિવાલ ઓળંગીને આરોપીઓ વિજય કરપડા, મયુરસિહ, દિનેશ શુક્લા  અને રમેશ આદિવાસી ફરાર થઈ જતા કડકડતી ઠંડીમાં પોલીસને પરસેવો છૂટી ગયો હતો. બનાવને પગલે ડીવાયએસપી ડીવી બસિયા, લીંબડી મેજીસ્ટ્રેટ ઝાલા તેમજ એસઓજી, એલસીબી સહિતનો પોલીસ કાફલો દોડી આવેલ અને ફરાર કેદીઓને ઝડપી પાડવા પોલીસની અલગ-અલગ ટીમો બનાવીને કેદીઓને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube