પાવાગઢ ખોદકામ દરમિયાન મળ્યો પૃથ્વીરાજ ચૌહાણનો શિલાલેખ, અન્ય કેટલીક ચોંકાવનારી વિગત
પાવાગઢની મુલાકાતે આવેલા કેન્દ્રીય પ્રવાસન મંત્રી પ્રહલાદ પટેલ દ્વારા મોટો ખુલાસો કરવામાં આવ્યો હતો. તેમણે જણાવ્યું કે, થોડા સમય પહેલા ખોદકામ દરમિયાન મળી આવેલા શિલાલેખ અને અવશેષ પૃથ્વીરાજ ચૌહાણ કાળનાં હોવાનું સંશોધન દરમિયાન સામે આવ્યું છે. ખોદકામ દરમિયાન મળેલા શિલાલેખ પૃથ્વીરાજ ચૌહાણના વંશના હોવાનો ખુલાસો થયો છે.
અમદાવાદ : પાવાગઢની મુલાકાતે આવેલા કેન્દ્રીય પ્રવાસન મંત્રી પ્રહલાદ પટેલ દ્વારા મોટો ખુલાસો કરવામાં આવ્યો હતો. તેમણે જણાવ્યું કે, થોડા સમય પહેલા ખોદકામ દરમિયાન મળી આવેલા શિલાલેખ અને અવશેષ પૃથ્વીરાજ ચૌહાણ કાળનાં હોવાનું સંશોધન દરમિયાન સામે આવ્યું છે. ખોદકામ દરમિયાન મળેલા શિલાલેખ પૃથ્વીરાજ ચૌહાણના વંશના હોવાનો ખુલાસો થયો છે.
ગુજરાત કોંગ્રેસમાં હાર્દિક પટેલ બનશે બીજા નંબરના નેતા, કાર્યકારી અધ્યક્ષની જવાબદારી સોંપાઇ
પ્રહલાદ પટેલે જણાવ્યું કે, સંશોધન દરમિયાન સામે આવ્યું કે, પૃથ્વીરાજ ચૌહાણ તથા તેમના વંશને પાવાગઢ સાથે પણ સંબંધો હતા તે સ્થાપિત થાય છે. અત્રે ઉલ્લેખનીય છે કે, પાવાગઢનાં સાત કમાન દરવાજા પાસે સાત માસ અગાઉ ખોદકામ દરમિયાન કેટલાક અવશેષો મળી આવ્યા હતા. જે પુરાતત્વ વિભાગને સોંપવામાં આવ્યા હતા.
દક્ષિણ ગુજરાતમાં મેઘમહેર, 21 તાલુકાઓમાં નોંધાયો વરસાદ, 48 કલાકની આગાહી
પુરાતત્વ વિભાગ દ્વારા ઐતિહાસિક સ્થાપત્યો અને સ્થળો અંગેની વિસ્તૃત માહિતી કમાન અને તેની આસપાસનાં વિસ્તારોમાં ખોદકામ કરવામાં આવી રહ્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે, ગત્ત નવેમ્બર મહિનામાં ખોદકામ દરમિયાન એક ટંકશાળ પાસેથી શિલાલેખ મળી આવ્યો હતો. આ શિલાલેખ પૃથ્વીરાજ ચૌહાણના વંશજોનો હોવાનું સાબિત થયું છે. આ અંગે પુરાતત્વ વિભાગ વધારે સંશોધન કરી રહ્યું છે. જ્યારે એક ટીમ હજી પણ ખોદકામ કરીને વધારે પુરાવાઓ એકત્ર કરવા માટે ખોદકામ કરી રહ્યું છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર