દિવ્યેશ જોશી/રાજકોટ: રાજકોટ એ સૌરાષ્ટ્રની રાજધાની છે. જેથી રાજકોટથી લોકો સોમનાથ, પોરબંદર તેમજ દક્ષિણ ગુજરાત અને દેશના અલગ અલગ રાજ્યમાં પણ જતાં આવતા હોય છે. અત્યાર સુધી તો જ્યારે દિવસ દરમિયાન લોકોને જવા આવવાનું થતું હોય ત્યારે શહેરના 150 ફૂટ રોડ પર આવેલી વિવિધ ટ્રાવેલ્સની ઓફિસેથી ટ્રાવેલ્સ બસો મળી રહેતી હતી.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સુરતમાં કેમિકલ માફિયાઓ બેફામ, પૈસા કમાવાની લ્હાયમાં આ રીતે લોકોના જીવ જોખમમાં મૂક્યા


જો કે હવે રાજકોટથી ટ્રાવેલ્સમાં મુસાફરી કરવી હશે તો 150 ફૂટ રોડ પર પુનિતના ટાંકા સુધી જવું પડશે અથવા તો જ્યાં શહેરના નેશનલ હાઈવે ટચ થતો હોય તે વિસ્તાર સુધી જવું પડશે. હવે રાજકોટ શહેરના માધાપર ચોકડીથી લઈને પુનિતના ટાંકા સુધી રહેલા 150 ફૂટ રોડ પર ટ્રાવેલ્સો દિવસ દરમિયાન નહીં આવી શકે. રાજકોટ પોલીસ કમિશનર દ્વારા એક જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.


150 રૂપિયાના ટામેટા 80 રૂપિયામાં કેવી રીતે વેચાય છે, વચ્ચે થાય છે આવો ગંદો ખેલ


તેમાં જણાવ્યું છે કે સવારના આઠથી રાત્રિના નવ વાગ્યા દરમિયાન ખાનગી ટ્રાવેલસ માધાપર ચોકડીથી લઈને 150 ફૂટ રોડ પર આવેલી પુનિતના ટાકા સુધી પ્રવેશ નહીં કરી શકે. જો કોઈ ટ્રાવેલ્સ ચાલક આ વિસ્તારમાં જાહેર કરાયેલા સમય દરમિયાન પ્રવેશ કરશે તો તેની સામે કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે.


₹1125 પર આવ્યો હતો IPO,હવે ₹145 પર આવી ગયો શેર, ડૂબી ગયા રોકાણકારોના રૂપિયા


વર્ષ 2015માં એક જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હતું જેમાં 150 ફૂટ રોડ સુધી ખાનગી ટ્રાવેલ્સોને પ્રવેશની છૂટ આપવામાં આવી હતી. જોકે ત્યારબાદ રાજકોટ શહેરનો ખૂબ સારો વિકાસ થયો અને એક સમયે શહેરથી દુર રહેલો 150 ફૂટ રોડ હવે શહેરમાં આવી ગયો છે અને વર્ષ 2015ની સરખામણીએ રાજકોટ શહેરમાં વર્ષ 2023 માં વાહનોની સંખ્યામાં પણ ખૂબ મોટો વધારો થયો છે. જેથી આ રોડ ઉપર ટ્રાફિક પણ ખૂબ વધ્યો છે જેમના કારણે ટ્રાફિકની સમસ્યા નિવારવા પોલીસ કમિશનર દ્વારા આ નિર્ણય કરવામાં આવ્યો છે. 


ફિલ્મોના આ સિતારાઓની ચમક વધારે છે રત્નો, જાણો કયા સ્ટાર પહેરે છે કયો સ્ટોન