150 રૂપિયાના ટામેટા 80 રૂપિયામાં કેવી રીતે વેચાય છે, વચ્ચે થાય છે આવો ગંદો ખેલ
Tomato Price Hike : સાવધાન, તમારા ઘરે કચરા પેટીમાંથી ટામેટાં નથી આવતા ને... સુરતમાં ટામેટાં કચરા પેટીમાંથી ભરવાનો વીડિયો વાયરલ... યાર્ડમાં કચરા પેટીમાં ફેંકેલા ટામેટાંના ભરાય છે કેરેટ
Trending Photos
Surat News ચેતન પટેલ/સુરત : સાવધાન, તમારા ઘરે કચરા પેટીમાંથી ટામેટાં નથી આવતા ને. આટલુ સાંભળીને પણ અરેરાટી થઈ જાય. પરંતું સુરતમાં હકીકતમાં આવુ બને છે. સુરતમાં ટામેટાં કચરા પેટીમાંથી ભરવાનો વીડિયો વાયરલ થયો છે. સુરતમાં માર્કેટ યાર્ડમાં કચરા પેટીમાં ફેંકેલા ટામેટાં ફરી કેરેટમાં ભરાય છે. ટામેટાના ભાવ વધતાં સડેલા ટામેટાં વેચાવાની ફિરાકમાં કેટલાક તત્વો આવો ખેલ કરી રહ્યાં છે. ટ્રેક્ટરમાં ફેંકાયેલા કચરામાંથી સડેલા ટામેટા ભરતો વ્યક્તિ દેખાય છે. હાલ સુરતમાં 160 રૂપિયાના ભાવે ટામેટા વેચાય છે. પરંતું સહારા દરવાજા માર્કેટમાં માત્ર 80 રૂપિયામાં કિલો ટામેટાં વેચાય છે. આ ટામેટા આટલા સસ્તા કેવી રીતે વેચાય છે તે જોઈ લેજો. જેથી તમે પણ સસ્તા ટામેટાં ખાતા હો તો સાવધાન રહેજો
ત્યારે સવાલ એ થાય છે કે, લોકોના આરોગ્ય સાથે રમત કરતા તત્વો કોણ છે? ભાવ વધારાનો લાભ લઈ કોણ ખવડાવે છે સડેલા ટામેટાં? આરોગ્યના દુશ્મનો સામે તંત્ર ક્યારે કરશે કાર્યવાહી? ખુલ્લેઆમે સડેલા ટામેટાંના કારોબાર પર ક્યારે લગામ લાગશે? માર્કેટ યાર્ડ બહાર જ ચાલતા ગોરખધંધાથી તંત્ર કેમ અજાણ?
આ દ્રશ્યો જોઈને તમને એક સવાલ જરૂરથી થશે કે શુ તમે સડેલા ટામેટા ખાઈ રહ્યાં છો. એપીએમસી માર્કેટમાં મહિલાઓ સડેલા ટામેટા વીણીને વેચવામાં આવે છે. આ સડેલા ટામેટા સહારા દરવાજા પર વેચાણમાં મૂકવામાં આવે છે. હાલ ટામેટાનો માર્કેટ ભાવ રૂ 160 થી 200 રૂપિયા કિલો છે. પરંતું સુરતના સહારા દરવાજા માર્કેટ પર માત્ર 80 રૂપિયા કિલો ટામેટા વેચાય છે. આ ઓછો ભાવ માત્ર એટલા માટે છે કે તે ટામેટા ખાવાલાયક હોતા નતી.
આવા ટામેટા વેચવુ એટલે લોકોના સ્વાસ્થ સાથે ખુલ્લેઆમ ચેડા છે. આ ટામેટા પહેલા કચરામાં પડેલા હતા, જે તમારી થાળી સુધી પહોંચી ગયા છે. ટામેટાના ભાવ આસમાને ચઢેલા હોઈ આવી સડેલા ટામેટા પણ વેચવાની ફિરાકમાં છે. દ્રશ્યમાં જોઈ શકાય છે કે એક વ્યક્તિ ટ્રેકટરમાં ફેંકાયેલા કચરા માંથી સડેલા ટામેટા લઈ રહ્યો છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે