હિતલ પારેખ/ગાંધીનગર :રાજ્યમાં સરકારી અને ખાનગી તમામ યુનિવર્સિટીમાં ફરજિયાત પરીક્ષા (Exam) લેવામાં આવશે તેવી જાહેરાત રાજ્યના શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા દ્વારા કરવામાં આવી છે. રાજ્યની નિવર્સિટીમાં પરીક્ષા લેવા અંગેની માર્ગદર્શિકા રાજ્ય સરકાર દ્વારા જાહેર કરવામાં આવશે. ગાંધીનગરમાં યોજાયેલી વીડિયો કોન્ફરન્સમાં શિક્ષણમંત્રી દ્વારા આ સ્પષ્ટતા કરવામાં આવી છે. કેન્દ્ર સરકારના ટાસ્ક ફોર્સ કમિટી દ્વારા કરેલી ભલામણોને આધારે આ નિર્ણય લેવાયો છે.  રાજ્યના શિક્ષણ મંત્રી દ્વારા રાજ્યના તમામ યુનિવર્સિટી પાસેથી પરીક્ષા આવા સંજોગોમાં કેવી રીતે લેવી તેના સૂચનો પણ મંગાવવામાં આવ્યા છે. 


કોરોનાના દર્દીઓ અમદાવાદમા ફાઈવસ્ટાર આઈસોલેશન સુવિધા મેળવી શકશે, થઈ છે આ જાહેરાત 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

શિક્ષણ મંત્રીએ જણાવ્યું કે, કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની વાર્ષિક પરીક્ષા લેવામાં આવશે જ. પરંતુ યુજીસી દ્વારા પરીક્ષાઓ અને અન્ય બાબતો અંગે નિર્ણય લેવા માટે નિષ્ણાત સભ્યોની સમિતિના સૂચનો અને ભલામણો અનુસાર પરીક્ષાઓ અંગેની માર્ગદર્શિકા રાજ્ય સરકાર દ્વારા જાહેર કરવામાં આવશે. તે મુજબ પરીક્ષાઓ લેવામાં આવશે. 


ભારતીય મુસ્લિમો અંગે મુખ્તાર અબ્બાસ નકવીનું મોટું નિવેદન 


શિક્ષણમંત્રી દ્વારા તમામ યુનિવર્સિટીઝના ચાન્સેલરોને જણાવાયું કે, ભારત સરકારના માનવ સંશાધન વિકાસ મંત્રાલયે યુનિવર્સિટીઓની પરીક્ષા યોજવા બાબતે માર્ગદર્શિકા નક્કી કરવા જે ટાસ્ક ફોર્સની રચના કરી છે તેના માર્ગદર્શન પ્રમાણે આગળ કામ કરવાનું રહેશે. આ ઉપરાંત કોલેજના વિદ્યાર્થીઓ માટે વાર્ષિક પરીક્ષા કેવી રીતે લેવી તેના સૂચનો તાત્કાલિક મોકલી આપવા તમામ ચાન્સેલરને અપીલ કરાઈ છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર