આશ્કા જાની/અમદાવાદ :ખાનગી લેબોરેટરીને કોરોના ટેસ્ટ કરવાની મંજૂરી આપવામાં આવે તેવી અમદાવાદ મેડિકલ એસોસિયેશનની માંગણી પર કરેલી અરજી મામલે હાઈકોર્ટમાં આજે સુનવણી હાથ ધરાઈ હતી. અમદાવાદ મેડિકલ એસોસિયેશનએ કરેલી અરજીને લઇને હાઇકોર્ટે નારાજગી વ્યક્ત કરી છે. હાઇકોર્ટે ખાનગી હોસ્પિટલોને સીધું સૂચન કર્યું કે, ખાનગી હોસ્પિટલો નફાખોરી ન કરે તેની તકેદારી રાખવી. ઉપરવાળો બધું જ જુએ છે તે પણ ધ્યાન રાખવું. જસ્ટિસ જે.બી.પારડીવાલાએ ખાનગી હોસ્પિટલોના વકીલને આવી ટકોર કરી હતી. મહામારીમાં લોકોની મદદે આવું સરકારની સાથે ખાનગી હોસ્પિટલોની પણ એટલી જ ફરજ બને છે. હાઇકોર્ટ સરકારના re negotiation ના કરેલા પ્રયાસો કોર્ટના હુકમ બાદ હતા ત્યારે ખાનગી હોસ્પિટલો માનવતાનાં ધોરણે કામ કરે તે જરૂરી છે તેવું જણાવ્યું હતું. ત્યારે ખાનગી હોસ્પિટલના વકીલે હાઇકોર્ટનું કહ્યું હતું કે, ખાનગી હોસ્પિટલના સરકારે નક્કી કરેલા દરમાં પણ 5 થી 10 ટકા સુધીનો ઘટાડો કરશે.


શ્રમિકોની સંખ્યામાં ઘટાડો થતા સુરતથી યુપી જતી ટ્રેનો કેન્સલ કરાઈ 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પાંચ દિવસ દરમિયાન દર્દી કોવિડગ્રસ્ત હોય તો અન્યને ચેપ ફેલાવી શકે છે
અમદાવાદ મેડિકલ એસોસિયેશન દ્વારા કોરોના ટેસ્ટ અંગે હાઇકોર્ટમાં થયેલી જાહેરહિતની અરજી પર આજે સુનવણી હાથ ધરાઈ હતી. COVID-19 નાં ટેસ્ટનો રિપોર્ટ તત્કાલ મળે તે માટે અમદાવાદ મેડિકલ એસોસીએશને હાઇકોર્ટમાં જાહેર હિતમાં અરજી કરી છે. મેડિકલ એસોસિયેશન (AMA) તરફથી રજૂઆત કરવામાં આવી હતી કે, કોવિડ ટેસ્ટ માટે CDHO (ચીફ ડેપ્યુટી હેલ્થ ઓફિસર) ને જે તે હોસ્પિટલ અને ડોકટરે મેઈલ કરી પેશન્ટનાં કોવિડ ટેસ્ટ માટે મંજૂરી લેવી પડે છે. આ મેઇલનો હા કે ના નો જવાબ આવતા 4થી 5 દિવસ લાગી જાય છે. જેમાં તે દર્દી જો કોરોના પોઝિટિવ હોય તો તે રિપોર્ટ આવે ત્યાં સુધીમાં તો તે કોરોના સુપર સ્પ્રેડરની ભૂમિકા ભજવી ચૂકી હોય છે. આ પાંચ દિવસ દરમિયાન દર્દી કોવિડગ્રસ્ત હોય તો અન્યને ચેપ ફેલાવી શકે છે. જેનો ભોગ ખુદ ડૉકટર પણ બની શકે છે.


મોરબીની ગાડી પાટા પર આવી, 8૦૦માંથી ધીમેધીમે કરીને 200થી વધુ કારખાના ચાલુ થઇ ગયા


તો બીજી તરફ, સરકારે હાઈકોર્ટમાં રજૂઆત કરી કે, અમે કોરોના ટેસ્ટ માટે આઈસીએમઆરની ગાઇડલાઇનને ફોલો કરીએ છીએ. ત્યારે હાઈકોર્ટે કહ્યું કે, હાલની ક્રિટીકલ પરિસ્થિતિમાં ગાઈડલાઈનમાં ફેરફાર કરવા યોગ્ય નથી જણાતું. હાઈકોર્ટે આ મામલે આઈસીએમઆર પાસેથી જવાબ માંગ્યો છે. આગામી સુનાવણીમાં icmr પોતાનો જવાબ રજૂ કરશે. અમદાવાદ મેડિકલ એસોસિયેશન તરફથી કોરોના ટેસ્ટિંગમાં પાંચથી છ દિવસ મંજુરી મેળવી અને તપાસ માટે લાગતા હોય સમય ઘટાડવા માટે આ અરજી કરવામાં આવી છે.


શ્રમિકોની સંખ્યામાં ઘટાડો થતા સુરતથી યુપી જતી ટ્રેનો કેન્સલ કરાઈ 


ઉલ્લેખનીય છે કે, અમદાવાદ મેડિકલ એસોસિએશન અને ખાનગી  ડોકટરોએ હાઈકોર્ટમાં અરજી કરી હતી. જેમાં રજુઆત કરવામાં આવી હતી છે કે, ખાનગી લેબોરેટરીઓને કોરોના ટેસ્ટ કરવાની મંજૂરી આપવામાં આવે. કેમ કે સરકારી લેબોરેટરીમાં કોરોનાના ટેસ્ટ અને રિપોર્ટમાં સમય લાગે છે. માટે દર્દીની સારવારમાં તકલીફ પડી રહી છે. માટે ખાનગી લેબોરેટરીને ટેસ્ટ માટે મંજુરી આપવામાં આવે. આ મામલે આજે હાઈકોર્ટમાં સુનવણી હાથ ધરવામાં આવી હતી. આરોગ્ય વિભાગની કામગીરીને લઈ હાઈકોર્ટમાં અન્ય પણ અરજીઓ થયેલી છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર