આશ્કા જાની/અમદાવાદ :ખાનગી શાળાની ફી મુદ્દેના સરકારના ઠરાવને ખાનગી શાળાઓએ હાઈકોર્ટમાં પડકાર્યો છે. ખાનગી શાળાઓ દ્વારા સરકારના 16.07.20ના રોજના ઠરાવ સામે હાઈકોર્ટમાં અરજી કરી છે. ગુજરાત હાઇકોર્ટેમાં અરજદારે રજૂઆત કરી કે, રાજ્ય સરકારને આ ઠરાવ બહાર પાડવાની સત્તા નથી. અરજદાર રાજ્યભરમાં ખાનગી શાળાઓમાં 16 લાખ કર્મચારીઓ રોજગારી મેળવી રહ્યા છે. તેથી પીએમ આત્મનિર્ભર યોજના હેઠળ આ લોકો માટે સરકાર કોઈ પેકેજ આપે. 10 એપ્રિલથી સરકાર સાથે ફીના મુદ્દા પર ખાનગી શાળાઓની ચર્ચા ચાલી રહી છે. ખાનગી શાળાઓએ સરકારને વચન આપ્યું હતુ કે, તેઓ ફી વધારશે. આ મામલે વધુ સુનાવણી આગામી સપ્તાહમાં હાથ ધરાશે. 


શ્રાવણ મહિનાને કારણે અમદાવાદના મંદિરોમાં ટેસ્ટીંગ, 3 કોરોના પોઝિટિવ નીકળ્યાં


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં જ હાઈકોર્ટની ફટકાર બાદ ગુજરાત સરકારે ફી નહિ ભરવાની જાહેરાત કરી હતી. કોરોનાને પગલે શાળાઓ બંધ હોવા છતા સ્કૂલ સંચાલકો વાલીઓને ફી ભરવા સૂચનો કરી રહી હતી. જેના બાદ વાલીઓએ મોરચો માંડ્યો હતો. અનેક સ્કૂલોએ ઓનલાઈન શિક્ષણ બંધ કરી દીધું હતું. હાઈકોર્ટે આદેશ આપ્યો કે, જ્યાં સુધી શાળા નહીં ખુલે ત્યાં સુધી ફી વસૂલ કરી શકાશે નહીં. પરંતુ હાઈકોર્ટના આ નિર્ણય બાદ શાળા સંચાલકોએ પોતાની મનમાની શરૂ કરી દીધી છે. તેમણે ઓનલાઈન શિક્ષણ આપવાનું બંધ કરી દીધું છે. હવે ઓનલાઇન શિક્ષણ મામલે રાજ્યસરકાર નાં શિક્ષણ વિભાગે મહત્વનો નિર્ણય કર્યો છે. ત્યારે શિક્ષણ વિભાગે જાહેરાત કરી હતી કે, ગુજરાતી માધ્યમની રીતે જ આયોજન કરીને સરકાર અંગ્રેજી માધ્યમમાં ભણાવશે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર