નર્મદા: જિલ્લાના નાંદોદ તાલુકાના કરાંઠા ગામના ખેડૂતે બાગાયતી પાક કરીને તેની આર્થિક પરિસ્થિતિમાં સુધાર લાવ્યો છે. કરાંઠા ગામમાં રહેતા પ્રિયાંક પટેલ પહેલા કેળાની ખેતી કરતા હતા. કેળાની ખેતીમાં વર્ષે આવક થતી હતી. ત્યારબાદ તેમને વર્ષ 2019થી તડબૂચની ખેતી કરી પણ તડબૂચનો પાક જયારે બજારમાં વેચવાનો સમય આવ્યો ત્યારે લોકડાઉન આવી ગયું. ત્યારે આ જાગૃત ખેડૂતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ડિજિટલ ઇન્ડિયાનો સહારો લઈને સોશિયલ મીડિયા થકી તડબૂચનું વેંચાણ શરૂ કર્યું. જેમાં તેમને સારી આવક થઈ હતી.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પ્રિયાંક પટેલે ત્યારબાદ બાગાયતી ખેતી તરફ વળવાનો વિચાર આવ્યો અને હાલ તેમને લાલ જામફળની ખેતી કરી છે. પોતના 3 એકરના ખેતરમાં 200 રૂપિયાના ભાવના લાલ જામફળના 1300થી પણ વધુ છોડ વાવ્યા છે. આ જામફળની ખેતી 20 વર્ષની છે પણ જામફળનું ઉત્પાદન દોઢ વર્ષમાં શરુ થઈ જાય છે એટલે 20 વર્ષ સુધી તો ખેડૂતની આવક ચાલુ જ રહે છે અને ઉત્પાદન માટે રાહ પણ જોવી પડતી નથી. 



જામફળની ખેતીની સાથે બીજા પણ પાક લઈ શકાય છે. જેથી આવક બમણી થઈ જાય છે. જામફળની ખેતી કરવાથી તેમાંથી નેચરલ જ્યુસ માટે તેનો પલ્પ પણ બનાવીને બજારમાં વેચી શકાય છે. જયારે એમાંથી વેફર પણ બને છે અને જામફળનો પાવડર પણ બજારમાં વેચીને આવક થઈ શકે છે. આ લાલ જામફળનું ફળ 1 કિલો ગ્રામ થતું હોઈ છે. 


પલ્પની વાત કરીયે તો બજારમાં 200 રૂપિયે કિલો જામફળનો પલ્પ વેચાતો હોઈ છે. હાલ કરાંઠા ગામના પ્રિયાંક પટેલ પોતાના ખેતરના જામફળ ગુજરાત જ નહિ પણ મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશમાં પણ વેચીને સારું વળતર મેળવી રહ્યા છે. જામફળના વેચાણ માટે એમને ક્યાંય પણ જવાની જરૂર પડતી નથી. ડિજિટલ ઇન્ડિયા દ્વારા એટલે કે સોશિયલ મીડિયાના માધ્યમ થકી પોતે માર્કેટિંગ કરીને જામફળ વેંચી રહ્યા છે.


વર્ષ 2022માં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ખેડૂતોની આવક બમણી કરવાનો જે સંકલ્પ લીધો હતો, તે તેમને ચરિતાર્થ કર્યો છે. બાબતે પ્રિયાંક પટેલ જણાવી રહ્યા છે કે જો ખેડૂતો બાગાયતી ખેતી તરફ વળે તો ચોક્કસ ખેડૂતોની આવક બમણી થઈ શકે છે.