પાટણ: પહેલા પાણી જ પાણી હવે પાણી નહી મળતા ખેડૂતોને થઇ રહી છે પરેશાની
જિલ્લામાં ભારે વરસાદ અને કમોસમી વરસાદમાં પાક નુકશાન વેઠયા બાદ હવે પાણી મેળવવા કેનલોમાં પડેલ ગાબડાની પરેશાની ઉભી થવા પામી છે
પ્રેમલ ત્રિવેદી/પાટણ: જિલ્લામાં ભારે વરસાદ અને કમોસમી વરસાદમાં પાક નુકશાન વેઠયા બાદ હવે પાણી મેળવવા કેનલોમાં પડેલ ગાબડાની પરેશાની ઉભી થવા પામી છે. સમી તાલુકાના ગુર્જરવાડા ગામ નજીકથી નર્મદાની માઇનોર કેનાલ છેલ્લા પાંચ વર્ષથી તૂટેલી હાલતમાં રહેતા ખેડૂતોને રવી પાકની વાવણી કેવી રીતે કરવી તેની મુંઝવણમાં મુકાયા છે. ખેડૂતોને પહેલા ખુબ પાણી અને હવે પાણી નહી મળવાનાં કારણે સમસ્યા પેદા થઇ છે.
પ્રાણપ્રિયા અને પ્રિયાતત્વાના વધારે દોઢ દિવસના રિમાન્ડ મંજૂર, ખુલશે અનેક રહસ્યો ?
જિલ્લામાં ભારે વરસાદ અને ત્યાર બાદ કમોસમી માવઠું થવાને કારણે ઉભા પાકને ભારે નુકસાન થતા ખેડૂતોની હાલત દયનિય દશામાં મુકાઈ જવા પામી છે. હવે રવી સિઝનમાં પાક વાવણી માટે કેનાલોના પાણી પર આશ લઈને બેઠા છે, પરંતુ કેનલોમાં ઠેર ઠેર પડેલ ગાબડાને પાંચ વર્ષ જેટલો લાંબો સમય વીત્યો હોવા છતાં રિપેરિંગ નહી થવાને કારણે સમી તાલુકાના ગુર્જરવાડા સહિતના પાંચેક ગામના ખેડૂતો મુકાયા છે. મુશ્કેલીમાં પાણી વગર રવી પાકનું વાવેતર કેવી રીતે કરવું તેની મુંઝવણમાં મુકાયા છે.
અમદાવાદમાં પાર્કિંગની માથાકુટમાંથી મળશે છુટકારો, તમે કહેશો વાહ AMC...
અમદાવાદ શહેર ભાજપ પ્રમુખ માટે 5 મુરતીયાઓએ ઠોકી દાવેદારી !
સમી તાલુકા ના ગુર્જરવાડા ગામ નજીક થી પસાર થતી નર્મદાની માઇનોર કેનાલ છેલ્લા પાંચ વર્ષ થી તૂટેલી હાલત માં છે જે ને લઇ ખેડૂતો ને રવી પાક ની સિઝન માં પાક વાવણી કરવી ખુબજ મુશ્કેલ બને છે કેનાલ રિપેર માટે અનેક વખત નર્મદા ની કચેરી માં લેખિત રજુઆત કરી હોવા છતાં કોઈ અધિકારી ના બહેરા કાન સુધી રજુઆત પહોંચતી નથી જેને કારણે ગુર્જરવાડા સહિત મુબારક પુરા , વરાણ , જલાલાબદ વગેરે ગામો ને કેનાલ થકી પાણી મળતું બંધ થઈ જવા પામ્યું છે ત્યારે આ કેનાલ નું જોડાણ નજીક માં આવેલ અમરપુર ગામ થી પસાર થતી મુખ્ય કેનાલ સાથે જોડાણ કરવામાં આવે જેના થકી કેનાલ માં પાણી મળી શકે તેમ છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube