કેતન બગડા/અમરેલી :તમે વરઘોડા તો  અનેક પ્રકારના જોયા હશે, પરંતુ આજે અમરેલીના સાવરકુંડલા ખાતે એક એવો વરઘોડો નીકળ્યો કે, છેલ્લા 8૦ વર્ષમાં સૌરાષ્ટ્રમાં પ્રથમ વાર આવો વરઘોડો નીકળ્યો છે. આ વરઘોડો કિન્નરોનો હતો, જેમાં કિન્નરોએ સાવરકુંડલાના શહેરીજનોને એક રૂપિયાની ભેટ આપીને ખુશખુશાલ કરી દીધા હતા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જામનગરના આ પ્રેમી સામે રોમિયો-જુલિયેટ, હીર-રાંઝાનો પ્રેમ પણ ફિક્કો પડે એમ છે


અમરેલી જિલ્લાના સાવરકુંડલા ખાતે કિન્નરોનો વરઘોડો નીકળ્યો હતો. સૌરાષ્ટ્રભરમાં છેલ્લા 8૦ વર્ષમાં ન બન્યું હોય, તેવું સાવરકુંડવાના રહેવાસીઓને પહેલીવાર આ વરઘોડામાં જોવા મળ્યું હતું. આ વરઘોડા માટે સમગ્ર ગુજરાતમાંથી અને ગુજરાત બહારથી કિન્નર મહેમાનોને આમંત્રણ અપાયા હતા. સાત દિવસ સુધી આ મહોત્સવ ચાલ્યો હતો. આ વરઘોડામાં સાવરકુંડલાના સાધુ સમાજને પણ માન આપી સન્માનિત કરી રથમાં બેસાડવામાં આવ્યા હતા. કિન્નરો પણ સમાજનું મહત્વનો ભાગ છે, અને તેમને માનપૂર્વક, સન્માનપૂર્વક જોવા જોઈએ તેવો હેતુ આ વરઘોડાનો હતો.


રવિવારે મોડી રાત્રે ગુજરાતના અનેક શહેરોમાં ધોધમાર વરસાદ ખાબક્યો 



કિન્નર સમાજનો વરઘોડો સમગ્ર શહેરની મુખ્ય બજારોમાં ફર્યો હતો. જેમાં કિન્નરો મન મૂકીને ઝૂમી ઉઠ્યા હતા. તો બીજી તરફ, સાવરકુંડલાના રહીશોએ પણ માન-સન્માનથી તેઓને વધાવ્યા હતા. દરેક ચોકમાં તેમની આગતા-સ્વાગતા કરાઈ હતી. સામાન્ય રીતે કિન્નરો આપણી પાસે પ્રસંગોમાં રૂપિયા માંગતા હોય છે, ત્યારે આ વરઘોડામાં કિન્નરોએ પોતાના શુકનવંતા રૂપિયાનો વરસાદ કર્યો હતો. આ રૂપિયાને સાવરકુંડલાના શહેરીજનોએ શુકનવંતા માનીને સ્વીકાર્યા હતા.


1 ઈંચ વરસાદે અમદાવાદને ધમરોળ્યું, 20થી વધુ વૃક્ષો ધારાશાઈ, અનેક જગ્યાએ જમીન બેસી ગઈ


શહેરના આગેવાનો તેમજ સાધુ-સંતોએ પણ આ ઉત્સવમાં ખૂબ જ આદરપૂર્વક ભાગ લઇ સહકાર આપ્યો હતો. જેનો આભાર આ વિસ્તારના કિન્નરોના નાયક કાજલ દેએ માન્યો હતો. સાવરકુંડલા વાસીઓએ કિન્નરોનો આશીર્વાદ લઇ કૃતજ્ઞતા અનુભવી હતી.


સમગ્ર ગુજરાતના લેટેસ્ટ સમાચાર, જુઓ LIVE TV :