અમદાવાદ: Ph.Dમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીને પ્રોફેસરે કરી અભદ્ર માગણી
શિક્ષણ જગતને શર્મસાર કરે તેવી ઘટના ગુજરાત યુનીવર્સીટીના કેમેસ્ટ્રી વિભાગમાંથી સામે આવી છે. જેમાં હોળીના દિવસે Ph.D કરતી વિદ્યાર્થી સાથે છેડતી અને અભદ્ર માગણી પ્રોફેસર દ્વારા કરવામાં આવી હોય તેવો ગંભીર આક્ષેપ વિદ્યાર્થીની તરફથી કરવામાં આવ્યો છે.
અતુલ તિવારી/અમદાવાદ: શિક્ષણ જગતને શર્મસાર કરે તેવી ઘટના ગુજરાત યુનીવર્સીટીના કેમેસ્ટ્રી વિભાગમાંથી સામે આવી છે. જેમાં હોળીના દિવસે Ph.D કરતી વિદ્યાર્થી સાથે છેડતી અને અભદ્ર માગણી પ્રોફેસર દ્વારા કરવામાં આવી હોય તેવો ગંભીર આક્ષેપ વિદ્યાર્થીની તરફથી કરવામાં આવ્યો છે.
વિદ્યાર્થી સાથે છેડતી અને અભદ્ર માગણીની ઘટના હોળીના દિવસની છે જ્યારે અભ્યાસના બહાને પ્રોફેસર દ્વારા Ph.D કરતી વિદ્યાર્થીને અભ્યાસઅર્થે બોલાવ્યા બાદ જમવાના બહાને વિદ્યાર્થીનીને રેસ્ટોરેન્ટમાં પ્રોફેસર દ્વારા લઈ જવાં આવી હતી. વાડજની રેસ્ટોરન્ટમાં જમ્યા બાદ વિદ્યાર્થીની સાથે પ્રોફેસર દ્વારા અભદ્ર વર્તન અને માગણી કરવામાં આવી હોવાનો વિદ્યાર્થીએ પ્રોફેસર પર ગંભીર આક્ષેપ કર્યો છે.
PM મોદીના સમર્થનમાં હું પણ ચોકીદારના પોસ્ટરો સુરતની સોસાયટીઓમાં લાગ્યા
આ સમગ્ર મામલે પીડિત વિદ્યાર્થીનીએ કેમેસ્ટ્રી વિભાગના હેડ, યુનીવર્સીટીના કુલપતિ અને રજીસ્ટ્રારને ઘટના અંગે ઈમેઈલ મારફતે જાણ કરી હતી. જેના અનુસંધાનમાં કોઈ જવાબનાં મળતા આખરે પીડિતા વિદ્યાર્થીની ABVP સંગઠનના સહારે યુનીવર્સીટી ખાતે ન્યાય મેળવવા માટે પહોંચી હતી. ત્યારે પીડિતા વિદ્યાર્થીની અને ABVP દ્વારા કેમેસ્ટ્રી વિભાગના હેડને ઉગ્ર રજૂઆત કરી જવાબદાર પ્રોફેસર વિરુદ્ધ કડક પગલા લેવાની માગ કરવામાં આવી હતી.
ત્યારબાદ સમગ્ર ઘટનાની જાણ ABVP તથા પીડિત વિદ્યાર્થીની તરફથી ગુજરાત યુનીવર્સીટીના કુલપતિને પણ કરવામાં આવી. પીડિત વિદ્યાર્થીનીને કુલપતિ તરફથી સુપ્રિમ કોર્ટની ગાઈડલાઈન મુજબ ત્વરિત કાર્યવાહી કરવાનું આશ્વાસન આપવામાં આવ્યું હતું. તો સાથે જ ABVPએ જવાબદાર પ્રોફેસર વિરુદ્ધ કડક કાર્યવાહી કરવાની માગ સાથે પ્રોફેસરને સસ્પેન્ડ કરવાની કાર્યવાહીની માગ કરી હતી.