ઝી મીડિયા/બ્યૂરો :મોંઘવારીનો વધુ એક માર ગુજરાતની જનતા પર પડવા જઈ રહ્યો છે. દૂધથી લઈને પેટ્રોલ-તેલ સુધીના ભાવોએ માઝા મૂકી છે. લોકો માટે પણ હવે જીવનજરૂરિયાતી વસ્તુઓ મોંઘી બની રહી છે. આવામાં અમદાવાદીઓના ઘરનું ઘરના સપનાનું કિંમત વધી રહી છે. અમદાવાદમાં આગામી મહિનાથી નવુ મકાન ખરીદવુ મોંઘુ પડશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આવતા મહિનાથી અમદાવાદમાં મકાનના ભાવમાં વધારો થઈ શકે છે. કાચા માલના ભાવમાં વધારો થતા ક્રેડાઈએ બાંધકામના ભાવમાં વધારો કરવાનો નિર્ણય કર્યો છે. બાંધકામના ભાવમાં એપ્રિલથી પ્રતિ ચોરસ ફૂટ રૂપિયા 400થી 500 નો વધારો કરવામાં આવ્યો છે. આ હિસાબથી જો તમારે 100 વારનું મકાન હોય તો તેના પર પાંચ લાખ સુધીનો વધારો થશે. એટલે કે જે મકાન આજે 45 થી 50 લાખમાં મળે છે, તેના 50 થી 55 લાખ ચૂકવવા પડશે. બાંધકામ માટે વપરાતા રો મટીરિયલ, સિમેન્ટ, સ્ટીલ, યુ પીવીસી પ્રોડક્ટસ, ગ્લાસના ભાવમાં અસહ્ય વધારો થયો છે. જેથી તમામ પ્રકારના બાંધકામની કિંમતો પણ વધી છે. જેને કારણે આ વ્યવસાય સાથે જોડાયેલા લોકોને ભાવ વધારવાની ફરજ પડી રહી છે.


આ પણ વાંચો : 19 વર્ષીય યુવતીની નેશનલ હાઈવે પર લાશ મળી, હત્યારાએ હાથ પણ કાપી નાંખ્યો હતો


જો તમે હવે અમદાવાદમાં ઘર ખરીદવાનો વિચાર કરી રહ્યા છો તો તમને લાખો રૂપિયા વધૂ ચૂકવવા પડશે. ક્રેડાઈ દ્વારા જે ભાવ વધારો કરવાનો નિર્ણય કરાયો છે, તેમાં એફોર્ડેબલ મકાનમાં સીધો 5 લાખનો વધારો ઝીંકાશે. એટલે કે, મકાન દીઠ તમને 10 લાખ જેટલા રૂપિયા વધારે ચૂકવવા પડશે. 


ક્રેડાઈએ જણાવ્યું કે, ગુજરાતના બાંધકામ સંલગ્ન વેપારીઓની એક બેઠક મળી હતી. જેમાં આ નિર્ણય લેવાયો હતો. બાંધકામ માટે વપરાતા કાચા માલનો ભાવ વધતા હવે પ્રોપર્ટીના ભાવમાં વધારો કરવાનુ નક્કી કરાયુ છે. હવેથી રેરા ઓથોરિટી સમક્ષ પણ આ મકાનોમાં બુક થયેલા પ્રોજેક્ટમાં પણ આ ભાવવધારો લાગુ કરવા માગ કરવામાં આવશે.