19 વર્ષીય યુવતીની નેશનલ હાઈવે પર લાશ મળી, હત્યારાએ હાથ પણ કાપી નાંખ્યો હતો

વડોદરામાં 19 વર્ષની યુવતીની કરાઈ કરપીણ હત્યા કરાયેલી લાશ મળી છે. યુવતીને મારીને નેશનલ હાઈવે પાસે લેન્ડ ફિલ્ડ સાઈટ પર નાંખી દેવાઈ હતી. પોલીસની સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતી યુવતીની લાશથી સ્થાનિકોમાં અરેરાટી થઈ ગઈ હતી. હત્યારાએ યુવતીનો એક હાથ પણ કાપી નાંખ્યો હતો. પોલીસના ઉચ્ચ અધિકારીઓ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. યુવતીના માથાના અને મોઢાના ભાગે તીક્ષ્ણ હથિયારના ઘા મારવામાં આવ્યા હતી. યુવતી મૂળ પંચમહાલના સામલી ગામની રહેવાસી છે. સમગ્ર મામલે પોલીસે વધુ તપાસ શરૂ કરી છે. 
19 વર્ષીય યુવતીની નેશનલ હાઈવે પર લાશ મળી, હત્યારાએ હાથ પણ કાપી નાંખ્યો હતો

રવિ અગ્રવાલ/વડોદરા :વડોદરામાં 19 વર્ષની યુવતીની કરાઈ કરપીણ હત્યા કરાયેલી લાશ મળી છે. યુવતીને મારીને નેશનલ હાઈવે પાસે લેન્ડ ફિલ્ડ સાઈટ પર નાંખી દેવાઈ હતી. પોલીસની સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતી યુવતીની લાશથી સ્થાનિકોમાં અરેરાટી થઈ ગઈ હતી. હત્યારાએ યુવતીનો એક હાથ પણ કાપી નાંખ્યો હતો. પોલીસના ઉચ્ચ અધિકારીઓ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. યુવતીના માથાના અને મોઢાના ભાગે તીક્ષ્ણ હથિયારના ઘા મારવામાં આવ્યા હતી. યુવતી મૂળ પંચમહાલના સામલી ગામની રહેવાસી છે. સમગ્ર મામલે પોલીસે વધુ તપાસ શરૂ કરી છે. 

પ્રાપ્ત માહિતી અનુસાર, વડોદરાના નેશનલ હાઈવે પર જાંબુવા બ્રિજ પાસે 19 વર્ષીય તૃષા સોલંકીની હત્યા કરાયેલી લાશ મળી આવી હતી. તેની લાશ નેશનલ હાઈવે નંબર 48 પર લેન્ડ ફીલ્ડ સાઈડ પર ફેંકી દેવાઈ હતી. હાઈવે પર મળેલી લાશથી પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો. પોલીસ તપાસમાં સામે આવ્યુ કે, તૃષા સોલંકી મૂળ પંચાલના સામલી ગામની રહેવાસી છે. તેની પાસેથી આધાર કાર્ડ મળી આવ્યુ હતું. તે માણેજામાં મામાના ઘરે રહીને અભ્યાસ કરતી હતી.  

No description available.

યુવતીના મામાએ જણાવ્યુ કે, તૃષા અલકાપુરીની એક એકેડમીમાં કોચિંગ માટે રોજ જતી હતી. તે એક્ટીવા લઈને ટ્યુશન જવા માટે નીકળી હતી. સાંજે જે સમયે ઘરે પરત ફરતી હતી તે સમયે પરત આવી ના હતી. બાદમાં તેની હત્યાની જાણ થઇ હતી.

No description available.

તૃષા પરિવારની એકની એક દીકરી હતી. તેની હત્યાથી પરિવારમાં આઘાત છવાયો હતો. આશ્ચર્યની વાત તો એ છે કે, હત્યારાએ તૃષાનો એક હાથ કાપી નાંખ્યો હતો. તૃષાનું મોપેડ હાઇવે પર પાર્ક કરાયેલું હતું. જયારે તેની હત્યા ત્યાંથી દુર ઝાડીમાં થઇ હતી. તૃષાના માથા અને મોઢાના ભાગે તીક્ષ્ણ હથિયારથી ઘા માર્યા હોય તેવા નિશાનો મળ્યાં છે. મકરપુરા પોલીસે અજાણ્યા શખ્સો સામે હત્યાનો ગુનો દાખલ કરીને તપાસ હાથ ધરી છે. 

એક સ્થાનિકે જણાવ્યુ કે, રાતના 8 વાગ્યાના આસપાસ તેમની એક યુવતીની ચીસ સંભળાઈ હતી. હાઈવે પાસે લાઈટ ન હતી, તેથી તેઓ દૂર સુધી ગયા હતા. બાદમાં એક યુવતી ઝાટકા મારતી નીચે પડેલી હતી. તેનો એક હાથ પણ કપાયેલો હતો. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news