ઝી મીડિયા/બ્યૂરો :ભારત અને ચીન વચ્ચે સર્જાયેલી યુદ્ધની સ્થિતિને લઈ સરકાર સહિત લોકો પણ માની રહ્યા છે કે, ચાઈનીઝ વસ્તુઓનો બહિષ્કાર કરવામાં આવે. પરંતુ ભારતમાં ઘણા એવા ઉદ્યોગો છે જે ચાઈનીઝ માર્કેટ પર નભે છે. જેમાં મોબાઈલ ફોન એસેસરીઝના ઉદ્યોગનો સમાવેશ થાય છે. વેપારીઓ અને લોકો માની રહ્યા છે કે, આ ઉદ્યોગમાં ચાઈનીઝ વસ્તુ સિવાય વિકલ્પ જ નથી. સરકાર કોઈ નવો વિકલ્પ લાવે તો લોકો ચાઈનીઝ વસ્તુઓ ખરીદતા બંધ થાય. આવામાં દેશવાસીઓમાં ચીન સામે લડી લેવા ભભૂકતો અગ્નિ જેવા મળી રહ્યો છે. આજે રાજ્યભરમાં ચીનનો વિરોધ નોંધાયો છે. તો વડોદરામાં યૂથ કોંગ્રેસ દ્વારા આક્રમક દેખાવો કરવામાં આવ્યા છે. 


ગુજરાતમાં રાજ્યસભાની ચૂંટણીનું કાઉન્ટડાઉન શરૂ, ચૂંટણીપંચે કરી લીધી તૈયારીઓ.... 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વડોદરામાં આજે યૂથ કોંગ્રેસ અને એનએસયુઆઈ દ્વારા આક્રમક દેખાવો કરાયા હતા. ખંડેરાવ માર્કેટ ચાર રસ્તા પાસે દેખાવો કર્યા હતા. કાર્યકર્તાઓએ રોડ પર બેસી ચીનનો વિરોધ દર્શાવ્યો હતો. ચાઇનીઝ વસ્તુઓ પર પ્રતિબંધ મૂકવા યૂથ કોંગ્રેસે માંગ કરી હતી. જેથી પોલીસે ટિંગાટોળી કરી કાર્યકરોની અટકાયત કરી છે. વડોદરા પોલીસે 10 થી વધુ કાર્યકરોની અટકાયત કરી છે. સાથે જ ચીનના રાષ્ટ્રપતિના પોસ્ટર પણ બાળ્યા હતા. 


તો બીજી તરફ, વડોદરાના વેપારીઓમાં ચીનને લઈ ભારે આક્રોશ જોવા મળ્યો. વાસણ અને પ્લાસ્ટિકની હાઉસ હોલ્ડ ચીન વસ્તુ વેચતા વેપારીઓએ ચીની પ્રોડક્ટનો બોયકોટ કરવાનો નિર્ણય કર્યો છે. વેપારીઓએ કહ્યું કે, ચીની પ્રોડક્ટ વેચવાની હવે ઈચ્છા નથી. ભારત સરકાર ચીનની સમકક્ષ લોકલ પ્રોડક્ટ મળે તેવી વ્યવસ્થા કરે. ‘હિન્દી ચીની ભાઈ ભાઈ’ ના બદલે ‘હિન્દી ચીની બાય બાય’ કરવાનો સમય આવી ગયો છે. વડોદરામાં ચાઇનીઝ ફુડનો પણ વિરોધ કરાયો છે. લારીઓ પરથી ચાઇનીઝ નામ હટાવી લેવાયું છે. ચાઇનીઝને બદલે ‘સાઇનીઝ' નામ કરાયું છે. વડોદરામાં આવેલી તમામ લારીઓ પરથી ચાઇનીઝ નામ હટાવી દેવામાં આવશે તેવો નિર્ણય કરાયો છે. વડોદરામાં ચાઇનીઝની 2 હજાર જેટલી લારીઓ ચાલે છે, જેથી ચાઇનાનાં નામને લઇને જ લોકોમાં આક્રોશ જોવા મળ્યો છે. 


રાજકોટ : લોકાર્પણના 5 મહિના બાદ આખરે સોમવારથી નવા બસપોર્ટમાં બસો દોડશે 


સુરતના સરદાર માર્કેટ પાસે પણ ચીનની વસ્તુઓનો બહિષ્કાર કરીને વિરોધ કરાયો હતો. સ્થાનિક લોકોએ ચીનના ટીવી તોડીને વિરોધ દર્શાવ્યો હતો. સાથે જ લોકોએ ચીનની વસ્તુ નહિ વાપરવાની પ્રતિજ્ઞા લીધી છે. 


અરવલ્લીના બાયડમાં ચીનની વસ્તુનો બહિષ્કાર સાથે વિરોધ કરાયો છે. ચીન સાથેના સંઘર્ષ બાદ સ્થાનિક લોકોમાં આક્રોશ જોવા મળ્યો છે. હિન્દુ યુવાવાહિનીના કાર્યકરોએ પોસ્ટર લગાવીને ચીન બનાવટની વસ્તુઓનો બહિષ્કાર કર્યો હતો. તો ગઢડામા કોંગ્રેસના કાર્યકરો દ્વારા ચીનના રાષ્ટ્રપતિના પુતળાનુ દહન કરવા જતા પોલીસે તમામની અટકાયત કરી છે. ગઢડાના બોટાદના ઝાંપે ચીનના પ્રમુખના પૂતળુ સળગાવવા જતા પોલીસ આવી પહોંચી હતી. ચીન દ્વારા ભારત પર હુમલો કરવાના વિરોધમાં કોંગ્રેસ દ્વારા ચીનના પ્રમુખનુ પુતળુ બાળી વિરોધ કરવાના હતા. જોકે, પોલીસે ગઢડા કોંગ્રેસ પ્રમુખ સહિતના ૮ જેટલા કોંગ્રેસના કાર્યકરોની અટકાયત કરી છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર