બનાસકાંઠામાં CAA-NRCનો મોટાપાયે વિરોધ, ટોળા વચ્ચેથી માંડ નીકળી પોલીસની ગાડીઓ
નાગરિકતા બિલ (Citizenship Amendment Bill) ની વિરુદ્ધમાં અમદાવાદની એક સ્વૈચ્છિક સંસ્થાએ બંધનું એલાન કરાયું હતું. ત્યારે બનાસકાંઠામાં મોટો વિરોધ જોવા મળ્યો હતો. બનાસકાંઠાના છાપીમાં બિલના વિરોધ (Protest) માં મોટી સંખ્યામાં મુસ્લિમ સંગઠનો એકઠા થયા હતા. CAB અને NRCનો વિરોધ કરી રહેલું મુસ્લિમો (Muslims) નું ટોળું હિંસક બન્યું હતું. આ હિંસક ટોળાએ પોલીસની ગાડી ઉથલાવવાનો પણ પ્રયાસ કર્યો હતો. ત્યારે પોલીસ જવાનો પણ માંડ માંડ પોતાનો જીવ બચાવીને ત્યાંથી નીકળી શક્યા હતા. હિંસક ટોળા સામે પોલીસ પણ લાચાર બની હતી. તો પરિસ્થિતિ વધુ તંગ બનતા પોલીસનો વધુ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો. છાપી ઉપરાંત પાલનપુરમાં પણ વિરોધ જોવા મળ્યો હતો.
અલ્કેશ રાવ/બનાસકાંઠા :નાગરિકતા બિલ (Citizenship Amendment Bill) ની વિરુદ્ધમાં અમદાવાદની એક સ્વૈચ્છિક સંસ્થાએ બંધનું એલાન કરાયું હતું. ત્યારે બનાસકાંઠામાં મોટો વિરોધ જોવા મળ્યો હતો. બનાસકાંઠાના છાપીમાં બિલના વિરોધ (Protest) માં મોટી સંખ્યામાં મુસ્લિમ સંગઠનો એકઠા થયા હતા. CAB અને NRCનો વિરોધ કરી રહેલું મુસ્લિમો (Muslims) નું ટોળું હિંસક બન્યું હતું. આ હિંસક ટોળાએ પોલીસની ગાડી ઉથલાવવાનો પણ પ્રયાસ કર્યો હતો. ત્યારે પોલીસ જવાનો પણ માંડ માંડ પોતાનો જીવ બચાવીને ત્યાંથી નીકળી શક્યા હતા. હિંસક ટોળા સામે પોલીસ પણ લાચાર બની હતી. તો પરિસ્થિતિ વધુ તંગ બનતા પોલીસનો વધુ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો. છાપી ઉપરાંત પાલનપુરમાં પણ વિરોધ જોવા મળ્યો હતો.
એક જ પથારીમાં સૂતા ભાઈ-બહેન વચ્ચે સંબંધ બંધાયો, અને પછી એક રાતે...
પોલીસની ગાડીઓને ઘેરી લીધી
વિરોધ કરનારાએ જોતજોતામાં પોલીસની જીપને ઘેરી લીધી હતી અને તેને હચમચાવવાની શરૂ કરી દીધી હતી. પોલીસ જવાનો માંડ-માંડ જીવ બચાવીને ત્યાંથી નિકળ્યા હતા. હાલ છાપી અને પાલનપુર શહેરમાં ભારેલા અગ્નિની સ્થિતિ છે. આવી પરિસ્થિતિને પગલે જિલ્લા પોલીસ વડા સહિત પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો. ટોળાએ છાપી પોલીસની પોલીસ વાનને ચારેકોરથી ઘેરી લીધી હતી અને હચમચાવી દીધી હતી.
ચર્ચાના ચગડોળે ચઢ્યું અમદાવાદની શેઠાણી અને નોકર વચ્ચેનું પ્રેમ પ્રકરણ
ચક્કાજામમાં ઉંઝા જતા દર્શનાર્થીઓ અટવાયા
છાપીમાં CAB અને NRCના વિરોધમાં મુસ્લિમ સમાજના લોકો દ્વારા મોટાપાયે ચક્કાજામ કરાયો હતો. છાપીમાં CABના વિરોધમાં અમદાવાદ-આબુ હાઇવે ચક્કાજામ કરાયો હતો. અમદાવાદ હાઇવે ચક્કાજામ થતા અનેક વાહન ચાલકો અટવાયા હતા. જેને પગલે 10 કિલોમીટર લાંબી વાહનોની કતાર લાગી હતી અને ટ્રાફિક જામ થયો હતો. તો ચક્કાજામની સૌથી મોટી અસર ઉંઝા પાટીદાર મહોત્સવમાં જતા દર્શનાર્થીઓને થઈ હતી. ઊંઝા જતા મોટાભાગના દર્શનાર્થીઓ ટ્રાફિકમાં ફસાયા હતા.
પોલીસ વિરોધ પ્રદર્શન કરી રહેલા 5 લોકોની અટકાયત કરી છે. પોલીસે વડગામના અપક્ષ ધારાસભ્ય જિગ્નેશ મેવાણીના સાથી અમરનાથ, અબ્દૂલહક પટેલ અને યાસીનભાઈની પોલીસે અટકાયત કરી હતી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
ગુજરાતના વધુ સમાચાર માટે અહીં કરો ક્લિક....