હેમલ ભટ્ટ/સોમનાથ :કોરોના વાયરસ (Corona Virus) ને લઈને સોમનાથ ટ્રસ્ટ દ્વારા અગમચેતીના ભાગરૂપે પગલા લેવાયા છે. જે મુજબ, સોમનાથ મહાદેવ (Somnath temple) ની આરતીમા ભાવિકોને ઉભા નહી રહેવા દેવામા આવે. યાત્રિક કે દર્શનાર્થીઓને ચંદન કે ભસ્મ સ્પર્શ કરીને ન લગાડવા સૂચન કરાયા છે. તો સાથએ જ મુસાફરોનું સ્ક્રીનિંગ કરાયા બાદ જ તેઓને રૂમ અપાશે. 


કોરોનાના કારણે વિદ્યાર્થીઓનો અભ્યાસ ન બગડે તે માટે રાજ્ય સરકારનો મહત્વનો નિર્ણય


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વિશ્વ પ્રસિદ્ધ સોમનાથ મહાદેવ મંદિર સમગ્ર વિશ્ચનું આસ્થાનું કેન્દ્ર અને ભારતનું આઇકોન મંદિર છે. જેથી વિશ્ચ વ્યાપી કોરોના મહારોગ અહીં પગપેસારો ન કરે તે માટે સોમનાથ ટ્રસ્ટ દ્વારા સમીક્ષા કરી આગમચેતીના પગલાં લેવામાં આવ્યા છે. સોમનાથ મંદિરના ઇતિહાસ અને કથાનો દ્રશ્ય શ્રાવ્ય લાઇટ એન્ડ સાઉન્ડ શો કે જે નિહાળવા દરરોજ સાંજે બે શોમાં હજારો માણસો એકત્ર થતાં હતાં, તેને આજથી સદંતર બંધ કરી દેવામાં આવ્યો છે. રહેવા માટે ઓનલાઇન બુકિંગ બંધ કરવામાં આવ્યું છે.


કોરોનાને કારણે ફિલીપાઈન્સ જલ્દી જ થશે લોકડાઉન, ફસાયા છે અનેક ગુજરાતી વિદ્યાર્થીઓ


એટલું જ નહિ, સોમનાથ મંદિરમા અંદર પ્રવેશતાં દર્શનાર્થીઓ જ્યાંથી પ્રવેશે છે અને દર્શન સુધી માત્ર બેરીકેટવાળી એક જ લાઇન ચાલુ રહેશે અને દર્શન કરીને દર્શનાર્થીએ જવાના માર્ગ પ્રસ્થાન કરવાની જોગવાઇ રહેશે અને કોઇપણ દર્શનાર્થી દર્શન શિવાય મંદિર બેસી કે લાંબો સમય રેલીંગ ના ટેકે ઉભી ઉભો કે બેસી ન રહે તે માટે મંદિર ખાસ રેલિંગ બેરીકેટ લગાવાઈ છે. એટલે દર્શનાર્થીને ઉભવા બેસવા જગ્યા રહેતી જ નથી. આમ છતાં મંદિર સુરક્ષા જવાનો આ વ્યવસ્થા જાળવાઇ રહે તે માટે ગોઠવણ કરાઇ છે અને સોમનાથની સવાર, બપોર અને સંધ્યા આરતી પણ યાત્રિકોએ પસાર થતા દર્શનની જેમ નિહાળવી જરૂરી બની છે અને આરતી સમયે કે તે પહેલાં મંદિર સંપુણ આરતી નિહાળવા પર પ્રતિબંધ લગાવાયો છે. 


સુરત : ઈન્ટરનેશનલ ફ્લાઈટથી આવતા મુસાફરો માટે ખાસ કોરેન્ટાઈન વોર્ડ તૈયાર કરાયો


પૂજાવિધી સ્ટાફને પણ યાત્રિક કે દર્શનાર્થી ને ચંદન કે ભસ્મ સ્પર્શ કરી ને ન લગાડવા સૂચન અપાયું છે. ટ્રસ્ટના અતિથિ ગૃહોના બુકીંગ ઓફીસે કોરોના જાગૃતિના બોર્ડ બેનર તેમજ બુકીંગ ઓફીસ પર તેમજ તમામ અતિથિ ગૃહોમાં સ્ક્રીનિંગ  મશીન દ્વારા આવનાર યાત્રિકોને ચેક કરવામાં આવે છે. ઉપરાંત તમામ સ્ટાફને ફેસ માસ્ક લગાવીને જ ફરજ બજાવવા અમલ કરી દેવાયો છે. વધુમાં ટ્રસ્ટના મેનેજરે દર્શનાર્થીઓને  જણાવ્યું કે, બને તો સોશિયલ મીડિયાના માધ્યમથી જ સોમનાથ મહાદેવના દર્શન કરવા. 31 માર્ચ સુધી પ્રવાસ કરી સોમનાથ ન આવવા મીડિયાના માધ્યમ થી અપીલ કરાઈ છે તેવું સોમનાથ ટ્રસ્ટના જનરલ મેનેજર વિજયસિંહ ચાવડાએ જણાવ્યું હતું.  


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


ગુજરાતના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...