અમદાવાદ: સર્વિસ રિવોલ્વરથી આપઘાત કરનાર પીએસઆઈ દેવેન્દ્રસિંહ રાઠોડની પત્ની અને પરિવારજનોએ પત્રકાર પરિષદ યોજી હતી. તેમાં મૃતકની પત્ની ડિમ્પલબા રાઠોડે જણાવ્યુ હતું કે, મારા પતિએ આત્મહત્યા કરી તે મામલે કોઇ કાર્યવાહી થઇ નથી. હું ન્યાય માગી રહી છું, ભીખ નહીં. છેલ્લા 5 મહિનાથી ન્યાય મળી રહ્યો નથી. ડિમ્પલબા રાઠોડે પતિના મોત મામલે 7 દિવસમાં એન.પી.પટેલની ધરપકડ કરવામાં આવે નહીં તો હું સચિવાલયમાં જઇને આત્મહત્યા કરીશ તેવી ચીમકી આપી છે. તેમજ ડિમ્પલબા રાઠોડે પોતાના પતિના આપઘાત કેસની તપાસ સીબીઆઈને સોંપવાની માગ કરી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વધુમાં વાંચો: ખાતર કૌભાંડ મુદ્દે કોંગ્રેસ આક્રમક: આપી ચીમકી, સરકાર નહીં જાગે તો અમે આવશું મેદાને...


કરાઇ પોલીસ એકેડેમીમાં ડીવાયએસપીના ત્રાસથી આપઘાત કરનાર પીએસઆઈ દેવેન્દ્રસિંહ રાઠોડના કેસ મામલે આજે PSIની પત્ની અને પરિવારજનોએ પત્રકાર પરિષદ યોજી હતી. જેમાં ડિમ્પલબા રાઠોડે જણાવ્યું હતું કે, મારા પતિએ આત્મહત્યા કરી તે મામલે કોઇ કાર્યવાહી થઈ નથી. હું ન્યાય માગી રહી છું, ભીખ નહીં. મેં સીએમ, DG તેમજ અગ્રસચિવ તમામને રજુઆત કરી છે. તેમ છતાં છેલ્લા 5 મહિના થયા પણ ન્યાય મળી રહ્યો નથી. મારા પતિના આપઘાત કેસ મામલે 7 દિવસમાં એન.પી.પટેલની ધરપકડ કરવામાં આવે નહીં તો હું સચિવાલયમાં જઈને આત્મહત્યા કરીશ.


વધુમાં વાંચો: રાજ્યમાં બે દિવસ તાપમાન યથાવત, અમદાવાદીઓને ગરમીથી શેકાઉ પડશે


પત્રકાર પરિષદમાં ડિમ્પલબા રાઠોડે જણાવ્યું હતું કે, હું પોલીસકર્મીની વાઈફ હોવા છતાં ન્યાય મળી રહ્યો નથી. પીએમએ કહ્યું હતું... મારી ગુજરાતની બહેનો 50 પૈસાનું કાર્ડ લખજો. મેં તેમને મેઇલ કર્યો છે પણ કોઇ જવાબ નથી મળી રહ્યો. મારા પતિના આપઘાત કેસની તપાસ સીબીઆઇને સોંપવામાં આવે. હવે ધીરજની લિમિટ તૂટી રહી છે. 7 દિવસની રાહ જોઇશ. ન્યાય નહીં મળે તો આત્મહત્યા સચિવાલયમાં કરીશ. ક્રાઇમ બ્રાન્ચ શું કાર્યવાહી કરી રહી છે તે સમજાતું નથી. મારા પતિ નથી અને તે તમામ સત્તા પર બેઠા છે એટલે ન્યાય મળી રહ્યો નથી. 7 ફેબ્રુઆરીએ કમિશ્નર ઓફીસ ગઇ હતી. મને નિષ્પક્ષ તપાસની વાત કરી હતી. પણ 5 મહિના બાદ પણ કોઇ કાર્યવાહી થઇ નથી.


વધુમાં વાંચો: પાણીના કકળાટ વચ્ચે ઓલપાડના ખેડૂતોની સફળ ખેતી, ઓછા ખર્ચે મળ્યો વધુ નફો


વધુમાં ડિમ્પલબા રાઠોડે જણાવ્યું હતું કે, સ્યુસાઇડ નોટ મે વાંચી છે. જેમાં લખ્યું છે કે, હું Dysp એન.પી.પટેલના માનસિક ત્રાસના લીધે સ્યુસાઇડ કરું છું અને મારી ઇચ્છા છે કે તેમને સસ્પેન્ડ કરીને સજા કરવામાં આવે. મારી વાત પીએમ સુધી પહોંચે. હજુ સુધી એન.પી.પટેલની ધરપકડ કરવામાં આવી નથી. મારા 100 ઇન્ટરવ્યૂ થયા હજૂ એન.પી.પટેલ સામે પણ આવ્યો નથી. આખરે કેમ તે સામે આવી રહ્યો નથી. મને ક્રાઇમ બ્રાન્ચ પર ભરોસો નથી. મારો કેસ સેન્ટ્રલને સોંપવામાં આવે. આ કેસમાં 306 અને 377 જેવી કલમ લાગેલી છે. આ કેસમાં તો પણ કોઈ કાર્યવાહી થઈ નથી. DySP સાચો છે તો તે સામે આવે. 5 મહિનાથી કેમ બહાર નથી આવી રહ્યો.


વધુમાં વાંચો: અમદાવાદ: માલધારીઓ મુદ્દે પૂર્વ MLA ભવન ભરવાડે લખ્યો સીએમ અને ગૃહમંત્રીને પત્ર


તો આ અંગે ક્ષત્રાણી સેવાકીય સંસ્થાના મેનેજીંગ ટ્રસ્ટી ગીતાબા રાઠોડે નિવેદન આપ્યું છે કે, 4 મહિનાથી ડિમ્પલબા અને પરિવાર ન્યાય માંગી રહ્યો છે. અમે કમિશનર ઓફીસ, સીએમ ઓફીસ ગયા પણ ન્યાય મળ્યો નથી. આજે તેઓ આત્મવિલોપન કરવાની વાત કરી રહ્યા છે. પરંતુ જે પણ થાય આત્મહત્યા તો અમે નહીં કરવા દઈએ. અમે ન્યાય મળે તે માટે પ્રયત્નશીલ રહીશું અને હૈયાધારણા આપી છે તે પૂર્ણ કરવામાં આવે.


જુઓ Live TV:-


ગુજરાતના અન્ય સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો...