રાજ્યમાં બે દિવસ તાપમાન યથાવત, અમદાવાદીઓને ગરમીથી શેકાઉ પડશે

રાજ્યમાં કેટલાક સમયથી વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે. ત્યારે રાજ્યના કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદ, તો ક્યાંક ભારે પવન ફૂંકાઇ રહ્યો છે. તો કેટલાક વિસ્તારોમાં કાળઝાળ ગરમી યથાવત રહેતા લોકો ત્રાસ પોકારી રહ્યાં છે.

રાજ્યમાં બે દિવસ તાપમાન યથાવત, અમદાવાદીઓને ગરમીથી શેકાઉ પડશે

જાવેદ સૈયદ, અમદાવાદ: રાજ્યમાં કેટલાક સમયથી વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે. ત્યારે રાજ્યના કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદ, તો ક્યાંક ભારે પવન ફૂંકાઇ રહ્યો છે. તો કેટલાક વિસ્તારોમાં કાળઝાળ ગરમી યથાવત રહેતા લોકો ત્રાસ પોકારી રહ્યાં છે. ત્યારે રાજ્યમાં બે દિવસ તાપમાન યથાવત રહશે. જેને લઇને બે દિવસ માટે AMCએ યલો એલર્ટ જાહેર કર્યું છે.

મહત્વનું છે કે રાજ્યમાં બે દિવસ તાપમાન યથાવત રહેતા અમદાવાદીઓને ગરમીથી શેકાઉ પડશે. જેને લઇ બે દિવસ માટે AMCએ યલો એલર્ટ જાહેર કર્યું છે. ગઇકાલે એટલે સોમવારે અમદાવાદમાં 41.8 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. જ્યારે ગાંધીનગર અને સુરેન્દ્રનગરમાં 42 ડિગ્રી ગરમી નોંધાઇ હતી. અમરેલીમાં 41.8 ડિગ્રી અને વડોદરામાં 40.6 ડિગ્રી ગરમી નોંધાઇ હતી. 

જો કે, 20 મે પછી શહેરમાં ગરમીનો પારો 43 ડિગ્રી પાર જવાની પણ હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. તો બીજી બાજુ આવતીકાલે ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગમાં 40 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવાની પણ આગાહી કરી છે. વધુમાં ઉત્તર પશ્ચિમ ભાગમાં લો-પ્રેશર થવાના કારણે ઉત્તર ગુજરાતના બનાસકાંઠા અને પાટણ, સૌરાષ્ટ્ર-કચ્છમાં વરસાદી ઝાપટા પડવાની શક્યતાઓ છે.

વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને પશ્ચિમ ઇરાનમાં સર્જાયેલું અપરએર સાઈક્લોનિક સર્ક્યુલેશન 15 મેથી દક્ષિણ પાકિસ્તાન વિસ્તારોમાં પહોંચશે. જેની અસરોથી 14થી 18 મે દરમિયાન તાપમાન સામાન્ય કે સામાન્યથી નીચું રહેશે. ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છમાં ક્યાંક વરસાદી છાંટા પડવાની શક્યતા છે.

જુઓ Live TV:-

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news