PSI દેવેન્દ્ર રાઠોડની પત્ની બોલી, ‘ન્યાય નહિ આપો તો હું આત્મવિલોપન કરવાની વાત પર મક્કમ છું’
અમદાવાદમાં PSI દેવેન્દ્ર રાઠોડની આત્મહત્યા કેસને લઈને PSIના પત્ની ડિમ્પલ બા રાઠોડ સચિવાલય પહોંચ્યા હતા અને સમગ્ર કેસની ન્યાયિક તપાસ થાય તેવી માંગણી સાથે ગૃહ રાજ્ય મંત્રી પ્રદિપસિંહ જાડેજા સાથે મુલાકાત કરી હતી. તેમણે ગૃહ રાજ્યમંત્રીને આવેદન પત્ર પણ પાઠવ્યું હતું અને ડીવાયએસપી સામે તાત્કાલિક અસરથી પગલા ભરવાની માંગ કરી હતી. મુલાકાત પહેલા ડિમ્પલ બાએ મીડિયા સાથે વાતચીત કરી હતી અને કહ્યું હતું કે, પોલીસ તંત્ર હાલમાં કાર્યવાહી કરી રહ્યું છે, એટલે મેં આત્મવિલોપનનો નિર્ણય પરત ખેંચ્યો છે. 15 દિવસમાં જો કોઈ નિર્ણય નહીં આવે તો હું આત્મવિલોપન કરવાની વાત પર મક્કમ છું.
હિતલ પારેખ/ગાંધીનગર :અમદાવાદમાં PSI દેવેન્દ્ર રાઠોડની આત્મહત્યા કેસને લઈને PSIના પત્ની ડિમ્પલ બા રાઠોડ સચિવાલય પહોંચ્યા હતા અને સમગ્ર કેસની ન્યાયિક તપાસ થાય તેવી માંગણી સાથે ગૃહ રાજ્ય મંત્રી પ્રદિપસિંહ જાડેજા સાથે મુલાકાત કરી હતી. તેમણે ગૃહ રાજ્યમંત્રીને આવેદન પત્ર પણ પાઠવ્યું હતું અને ડીવાયએસપી સામે તાત્કાલિક અસરથી પગલા ભરવાની માંગ કરી હતી. મુલાકાત પહેલા ડિમ્પલ બાએ મીડિયા સાથે વાતચીત કરી હતી અને કહ્યું હતું કે, પોલીસ તંત્ર હાલમાં કાર્યવાહી કરી રહ્યું છે, એટલે મેં આત્મવિલોપનનો નિર્ણય પરત ખેંચ્યો છે. 15 દિવસમાં જો કોઈ નિર્ણય નહીં આવે તો હું આત્મવિલોપન કરવાની વાત પર મક્કમ છું.
સૌરાષ્ટ્રમાં કોંગ્રેસ માથે 'શનિ' ભારે, અશ્રુધારા સાથે 'પરી' ની અંતિમ વિદાય
અમદાવાદના ચાંદલોડિયા વિસ્તારમાં ટ્રેની પીએસઆઇએ ખાનગી રિવોલ્વરથી આત્મહત્યા કરી લીધાના બનાવથી પોલીસ બેડામાં ખળભળાટ મચી જવા પામ્યો હતો. વર્ષ 2017-18 પીએસઆઈની ભરતીમાં પ્રથમ આવેલ દેવેન્દ્ર રાઠોડએ ખાનગી રિવોલ્વરથી પોતાના ઘરે આત્મહત્યા કરી લીધી છે. જેમાં ડીવાયએસપી એન.પી.પટેલનું નામ આવ્યું હતું. પરંતુ આ મામલે કોઈ તપાસ ન થતા પીએસઆઈ દેવેન્દ્ર રાઠોડની પત્ની ડિમ્પલ બાએ આત્મવિલોપનની ચીમકી આપી હતી. તેમના સપોર્ટમાં ક્ષત્રિય મહિલા સંગઠન પણ આવ્યું છે.
મહેસાણા : 30 લાખ લિટર પાણીનો છંટકાવ કર્યો, ત્યારે જઈને 9 કલાક બાદ આગ કાબૂમાં આવી
તો બીજી તરફ, ક્ષત્રિય મહિલા સંગઠનના પ્રમુખ ગીતા બાએ કહ્યું કે, ક્ષત્રિય મહિલા સંગઠન ડિમ્પલ બાની પડખે છે. ડિમ્પલ બા જે પગલું ભરશે, તેમાં ક્ષત્રિય મહિલા સંગઠન પણ સહયોગ આપશે.
સમગ્ર ગુજરાતના લેટેસ્ટ સમાચાર, જુઓ...