મહેસાણા : 30 લાખ લિટર પાણીનો છંટકાવ કર્યો, ત્યારે જઈને 9 કલાક બાદ આગ કાબૂમાં આવી
મહેસાણાના કડી ગામે એક કંપનીમાં ગઈકાલે રાત્રે અચાનક આગ ફાટી નીકળી હતી. જોકે, આ આગે એકાએક એટલુ ભયાનક સ્વરૂપ ધારણ કરી લીધું હતું કે, તેને બૂઝવવા માટે 30 લાખ લિટર પાણીનો છંટકાવ ફાયર બ્રિગેડની ટીમ દ્વારા કરવામાં આવ્યો હતો. 9 કલાકની જહેમત બાદ આખરે આગ પર કાબૂ મેળવી શકાયો હતો.
Trending Photos
તેજસ દવે/મહેસાણા :મહેસાણાના કડી ગામે એક કંપનીમાં ગઈકાલે રાત્રે અચાનક આગ ફાટી નીકળી હતી. જોકે, આ આગે એકાએક એટલુ ભયાનક સ્વરૂપ ધારણ કરી લીધું હતું કે, તેને બૂઝવવા માટે 30 લાખ લિટર પાણીનો છંટકાવ ફાયર બ્રિગેડની ટીમ દ્વારા કરવામાં આવ્યો હતો. 9 કલાકની જહેમત બાદ આખરે આગ પર કાબૂ મેળવી શકાયો હતો.
મહેસાણાના કડી રાજપુર ગામ નજીક શાકો ફ્લેક્સ નામની કંપનીમાં મોડી રાત્રે 12 કલાકે ભીષણ આગ લાગી હતી. આગ એટલી વિકરાળ હતી કે, જેને પગલે કડી, કલોલ અને મહેસાણાની ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે દોડતી થઈ હતી અને આગને સંપૂર્ણ કાબુમાં લેવાના પ્રયાસો કરાયા હતા. આ માટે કડી, કલોલ, અમદાવાદ તેમજ મહેસાણાની ફાયર બ્રિગેડની ટીમોને દોડાવવામાં આવી હતી. ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક કામે લાગી ગઈ હતી અને 9 કલાક બાદ તેમને સફળતા મળી હતી. આગના ગોટેગોટા હવામાં ફેલાયા હતા.
જોકે, આ આગ કયા કારણોસર લાગે તેવું જાણવા મળ્યું નથી. પરંતુ કંપનીમાં ફાયર સેફ્ટીના સાધનોનો અભાવ હોવાની માહિતી મળી હતી. ઉલ્લેખનીય છે કે, ગઈકાલે રવિવારેમહેસાણા, દાદરા નગર હવેલી અને જામનગરમાં રવિવારે આગના બનાવો બન્યા હતા. આમ, રવિવારનો દિવસ ગુજરાત માટે ‘ફાયર ડે’ બની રહ્યો તેવુ કહી શકાય. તો બીજી તરફ, કાર, ફેક્ટરીમાં આગ લાગવાના બનાવોની જાણો કે લાઈન લાગી છે. ગુજરાતના રોજ આગ લાગવાના અનેક બનાવો બની રહ્યાં છે.
સમગ્ર ગુજરાતના લેટેસ્ટ સમાચાર, જુઓ LIVE TV
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે