મૌલિક ધામેચા/ અમદાવાદ: નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમમાં ચાલુ મેચમાં લાઈવ ક્રિકેટ સટ્ટો રમતા બે સટ્ટોડિયા ઝડપાયા બાદ નવો ખુલાસો પોલીસ તપાસમાં સામે આવ્યો છે. પોલીસે સિક્યોરિટી અને ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે હરિયાણાના બે સટ્ટોડીયાઓ મજૂર બની સ્ટેડિયમમાં ઘૂસ્યાં હતા.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બંને સટ્ટોડીયાઓને ઝડપી તપાસ કરતા પોલીસની શંકા પ્રબળ બની હતી કે તેની મદદ કરવામાં પોલીસકર્મીનો હાથ હોઈ શકે છે. પરંતુ શખ્સ અન્ય કોઈ નહિ પણ IB ના PSI કિશન સિંહ રાઓલ હતા. જેને આજે પોલીસે પકડી કોર્ટ સમક્ષ રજુ કર્યો હતો. ઉલ્લેખનીય છે કે કોર્ટમાંથી તાત્કાલિક PSI જામીન મુક્ત થયો.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube