મૌલિક ધામેચા/અમદાવાદ:  પીએસઆઇ દેવેન્દ્ર રોઠોડે આત્મહત્યા કરતા અનેક તર્ક વિતર્ક થઇ રહ્યા છે. પોલીસ અધિકારીઓ દ્વારા તટષ્ટ તપાસ કરવામાં આવે તેવા પીએસઆઇ રાઠોડના પરિવાર દ્વારા માંગણી કરવામાં આવી હતી. ત્યારે અંતે હવે આ અંગેની તપાસ માટે SITની રચના કરવામાં આવી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

એસીપી સી.એન રાજપુતના વડપણ હેઠણ આ કેસની તપાસ કરવામાં આવશે. જે કેસનું સુપરવિઝન ડીસીપી ક્રાઇમ દીપેન ભદ્રેનને આપવામાં આવી છે. જેની તપાસ 1 ACP, 2 PI , 4PSI દ્વારા તપાસ કરવામાં આવશે. મહત્વનું છે, કે ડીજીપી શિવાનંદ ઝાએ પણ જણાવ્યું હતું કે, PSIની મોત અંગે તટષ્ટ તપાસ કરવામાં આવશે. અને ગુનેગારને સજા કરવામાં આવશે.


‘DYSP એન.પી.પટેલ મારા પતિને સજાતીય સંબંધો બાંધવા દબાણ કરતા’


મહત્વનું છે, કે  દેવેન્દ્રસિંહની ચિઠ્ઠીને જ તેનું મરણોન્મુખ નિવેદન ગણીને ડીવાયએસપી એન.પી.પટેલ સામે ગુનો નોંધવાની માંગણી કરી છે. જોકે એન.પી.પટેલને બચાવવા જાણે આખું પોલીસ ડિપાર્ટમેન્ટ ઊતરી આવ્યું હોય તેમ પોલીસ એન.પી.પટેલ સામે ગુનો નોંધવા ધરાર તૈયાર જ નથી. દેવેન્દ્રસિંહના ભાઈ હેમેન્દ્રસિંહે કહ્યું હતું કે, જ્યાં સુધી એન.પી.પટેલ સામે ગુનો નહિ નોંધાય ત્યાં સુધી મૃતદેહ સ્વીકારાશે નહિ. આથી મંગળવાર દેવેન્દ્રસિંહનો મૃતદેહ સિવિલ હોસ્પિટલના પીએમ રૂમમાં જ રખાયો હતો.


અમદાવાદના ચાંદલોડિયા વિસ્તારમાં ટ્રેની પીએસઆઇએ ખાનગી રિવોલ્વરથી આત્મહત્યા કરી લીધાના બનાવથી પોલીસ બેડામાં ખળભળાટ મચી જવા પામ્યો હતો. વર્ષ 2017-18 પીએસઆઈની ભરતીમાં પ્રથમ આવેલ દેવેન્દ્ર રાઠોડએ ખાનગી રિવોલ્વરથી પોતાના ઘરે આત્મહત્યા કરી લીધી છે. દેવેન્દ્ર રાઠોડ પોતાના પરિવાર સાથે સોલાના ચાંદલોડિયામાં આવેલ રાજયોગ ડુપ્લેક્ષમાં રહેતા હતા.