જાવેદ સૈયદ/અમદાવાદઃ અમદાવાદમાં પીએસઆઈ દ્વારા ઉપરી અધિકારીના ત્રાસને કારણે આત્મહત્યાનો મામલો દિવસે ને દિવસે વધુ ગરમાતો જઈ રહ્યો છે. દેવેન્દ્ર સિંહના પરિવારે આત્મહત્યાના ચોથા દિવસ ગુરૂવારે પણ હજુ સુધી મૃતદેહ સ્વિકાર્યો નથી. પરિવારની માગણી છે કે જ્યાં સુધી મૃતકને ત્રાસ આપનાર DySPને ફરજમુક્ત નહીં કરવામાં આવે ત્યાં સુધી તેઓ મૃતદેહ સ્વિકારશે નહીં. સાથે જ પરિવારે રાજ્ય છોડી દેવાની પણ ચિમકી ઉચ્ચારી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આત્મહત્યા કરનારા પીએસઆઈ દેવેન્દ્ર સિંહ રાઠોડનો પરિવાર મૂળ ઉત્તરપ્રદેશનો રેહવાસી છે. તેનો આખો પરિવાર ભારતીય સેના અને પોલિસમાં સેવા આપી ચૂક્યો છે. તેના પતિ રાજેન્દ્ર સિંહ રાઠોડ પણ અત્યારે નિવૃત્ત આર્મી ઓફિસર છે. રાજ્યના પોલિસ વડા શિવાનંદ ઝા દ્વારા કેસની તપાસ અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાન્ચને સોંપાયાના 24 કલાક પસાર થઈ ગયા હોવા છતાં હજુ પણ એક પણ પોલિસ અધિકારીએ તપાસ માટે પરિવારનો સંપર્ક સાધ્યો ન હોવાનો પરિવારનો આરોપ છે. ત્યાર બાદ ગઈ મોડી સાંજે સરકાર દ્વારા સમગ્ર કેસની તપાસ માટે SITની રચનાની પણ જાહેરાત કરાઈ હતી, પરંતુ હજુ સુધી કોઈ પણ અધિકારીએ પરિજનોનો સંપર્ક ન કર્યો હોવાનો પરિવારનો આક્ષેપ છે. 


‘DYSP એન.પી.પટેલ મારા પતિને સજાતીય સંબંધો બાંધવા દબાણ કરતા’


મૃતકના પિતા અને નિવૃત્ત આર્મી અધિકારી રાજેન્દ્ર સિંહ રાઠોડે જણાવ્યું કે, ગુજરાતમાં કાયદો-વ્યવસ્થા ખોરંભે ચડેલી છે. છેલ્લા 100 વર્ષથી અમારો પરિવાર દેશ સેવામાં જોડાયેલો છે. મારા દિકરાની આત્મહત્યાના કેસમાં ભીનું સંકેલવામાં આવી રહ્યું હોવાનું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. જ્યાં સુધી અમને ન્યાય નહીં મળે ત્યાં સુધી અમે મૃતદેહ નહીં જ સ્વીકારીએ. આ સાથે જ પરિવારે ન્યાય માટે હાઈકોર્ટનો દરવાજો ખટખટાવાનું નક્કી કર્યું છે. 


[[{"fid":"197848","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"1"}}]]


પરિવારને હજુ સુધી મૃતક પીએસઆઈની સ્યુસાઈડ નોટની નકલ પણ ન મળી હોવાને કારણે પરિવારને સ્યુસાઈડ નોટ મેળવવા માટે RTIનો સહારો લેવો પડ્યો છે. બુધવારે પરિવાર દ્વારા સોલા પોલીસ સ્ટેશનમાં માહિતી અધિકારના કાયદા હેઠળ સ્યુસાઈડ નોટની માગણી કરતી અરજી કરવામાં આવી છે.


PSI દેવેન્દ્ર રાઠોડ આત્મહત્યા મામલો: કેસની તપાસ માટે SITની કરાઇ રચના


પત્નીના ગંભીર આરોપ
ડિમ્પલ રાઠોડે કહ્યું કે, એન.પી. પટેલ મારા પતિને ખૂબ જ ખરાબ રીતે હેરાન કરતા હતા. એક મહિલા અને પુરુષના સંબંધ હોય તેવી રીતે પુરુષ સાથે પુરુષના સંબંધની માંગણી કરતા હતા. તે વારંવાર માગણી કરતા હતા અને જો માગણી નહીં સંતોષે તો નોકરીને લાયક નહીં રહેવા દઉં, હું તારો પગાર ખાઈ જઈશ, બદનામ કરી દઇશ, તેવી ધમકી આપતા હતા.


મોડી રાત્રે SITની રચના
પોલિસ કમિશનર દ્વારા મોડી રાત્રે ACP સી.એન રાજપુતના વડપણ હેઠણ આ કેસની તપાસ કરવામાં આવશે. જે કેસનું સુપરવિઝન ડીસીપી ક્રાઇમ દીપેન ભદ્રેનને આપવામાં આવી છે. જેની તપાસ 1 ACP, 2 PI , 4PSI દ્વારા તપાસ કરવામાં આવશે. મહત્વનું છે કે ડીજીપી શિવાનંદ ઝાએ પણ જણાવ્યું હતું કે, PSIની મોત અંગે તટષ્ઠ તપાસ કરવામાં આવશે અને ગુનેગારને સજા કરવામાં આવશે.


ગુજરાતના વધુ સમાચાર વાંચવા કરો ક્લિક...