ઉદય રંજન/અમદાવાદ: મેમનગરમાં સેન્ટ ઝેવિયર્સ લોયલા સ્કૂલમાં વિધાર્થીનીઓને અશ્લીલ મેસેજ કરનાર પી ટી ટીચરની પોલીસે ધરપકડ કરી છે. આ ઘટનામાં આરોપી વિધાર્થીનીઓને અશ્લીલ મેસેજ કરીને પરેશાન કરતો હતો. ત્યારબાદ પીટી ટીચરની અશ્લીલ હરકતની જાણ વાલીઓને થતા તેઓએ સ્કૂલમાં હોબાળો કરીને ફરિયાદ કરી હતી.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પોલીસ કસ્ટડીમાં લીધેલા આરોપીનું નામ ડો રવિરાજસિંહ ચૌહાણ છે. આ આમ તો પીટીનો ટીચર છે. પરંતુ તેનું વર્તન હેવાનથી ઓછું નથી. અશ્લીલ માનસિકતા ધરાવતા આ ટીચરે અનેક વિદ્યાર્થીઓને ઇન્સ્ટાગ્રામમાં અશ્લીલ મેસેજ કરીને પરેશાન કરી હતી. વિધાર્થીનીઓએ આ શિક્ષકથી એટલી કંટાળી ગઈ હતી કે ક્લાસ ટીચરને ફરિયાદ કરી હતી. પરંતુ તેમ છતાં કોઈ પગલાં ન લેવાતા અંતે ઘરમાં માતા પિતાને વાત કરી હતી. દીકરીના મુખે શિક્ષકની અશ્લીલ વર્તન વિશે સાંભળીને માતાપિતા હચમચી ગયા હતા અને તેમને સ્કૂલમાં પહોંચીને હોબાળો કરીને પોતાનો રોષ વ્યક્ત કર્યો હતો. તેમજ પીટી ટીચર વિરુદ્ધ ગુજરાત યુનિવર્સિટીમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપી શિક્ષકની ધરપકડ કરી હતી.


આ અશ્લીલ ટીચર રવિરાજસિંહની હરકતો શિક્ષકની છબીને શર્મસાર કરતી છે. આરોપી ક્લાસમાં વિદ્યાર્થીઓના શરીરને સ્પર્શ કરતો હતો. એટલું જ નહીં વિદ્યાર્થીઓ તેના ક્લાસમાં આવતા ડરતી હતી. ટીચર વિધાર્થીનિઓને મેસેજ કરતો હતો હતો કે આઈ લવ યુ. આઈ વોન્ટ યુ.. યુ આર હોટ.. તેમજ વિદ્યાર્થીનીઓને એકલા મળવા માટે પણ દબાણ કર્યું હતું. આ માનસિક ત્રાસથી કંટાળીને 3 વિધાર્થીનીઓએ ફરિયાદ કરી હતી. સ્કૂલ દ્વારા તપાસ કમિટીની રચના કરતા 7થી વધુ વિદ્યાર્થીનીઓએ ફરિયાદ કરતા સ્કૂલ શિક્ષકને સસ્પેન્ડ કર્યો છે. હાલમાં પોલીસે શિક્ષકને પકડીને કોર્ટમાં રજૂ કરવાની કાર્યવાહી શરૂ કરી.


ઉલ્લેખનિય છે કે આ ટીચર વિરુદ્ધ 2017માં પણ સ્કૂલમાં આક્ષેપો થયા હતા. જેથી પોલીસે આ શિક્ષકે કેટલી વિધાર્થીનીઓને અશ્લીલ મેસેજ કર્યા છે તે મુદ્દે પોકસો અને છેડતી હેઠળ ગુનો નોંધી વધુ પૂછપરછ શરૂ કરી છે.