અમદાવાદ : કોરોના વાયરસનાં કારણે મૃત્યુ પામનારા નાગરિકોને સરકાર દ્વારા વળતર ચુકવવામાં આવે તેવી વિચિત્ર માંગ સાથેની એક જાહેરહિતની અરજી ગુજરાત હાઇકોર્ટમાં કરવામાં આવી છે. અરજીમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે, ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ 2005 ની કલમ 11/12 તથા 46 થી 50 માં કરવામાં આવેલી જોગવાઇ હેઠળ વળતર અંગેની નીતિ બનાવવામાં આવે અને કોરોનામાં મૃત્યુ પામેલા લોકોને સરકાર દ્વારા વળતર ચુકવવામાં આવે તેવી માંગ આ અરજીમાં કરવામાં આવી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કોરોના શેનાથી ફેલાય તે જ નક્કી નથી તો તંત્ર ગલ્લા ધારકોને જ શા માટે દંડે છે?

જાહેર હિતની અરજીમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે, વાયરસનાં કારણે અનેક પરિવારોએ પોતાનાં મોભી ગુમાવ્યા છે. તેવામાં આ પરિવારોને આર્થિક મદદ મળે તે જરૂરી છે. વિશ્વ સ્વાસ્થય સંગઠન દ્વારા હાલનાં સમયે કોરોનાને મહામારી જાહેર કરવામાં આવી છે. વળતર ચુકવવા લોકપાલની નિમણુંક કરી લોકોને વળતર આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. 


કેન્દ્રનાં આરોગ્ય ક્ષેત્રના ટોચના અધિકારીઓના ગુજરાતમાં ધામા, સુરત-અ.વાદની સ્ફોટક સ્થિતીની સમીક્ષા થશે

જો કે આ અરજી કેટલી યોગ્ય છે અને હાઇકોર્ટ તે અંગે શું નિર્ણય લે છે અંગે તો આગામી ભવિષ્યે જ માહિતી મળશે. જો કે ખાનગી હોસ્પિટલ જે સારવારનાં 5-8 લાખ રૂપિયા વસુલી રહી છે તે સારવાર સરકાર દ્વારા પહેલાથી જ મફતમાં આપવામાં આવી રહી છે. તેવામાં સરકાર પાસે વળતરની પણ માંગ કરવી કેટલી હદે યોગ્ય ? તેવા સવાલો પણ ઉઠી રહ્યા છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube