કેન્દ્રનાં આરોગ્ય ક્ષેત્રના ટોચના અધિકારીઓના ગુજરાતમાં ધામા, સુરત-અ.વાદની સ્ફોટક સ્થિતીની સમીક્ષા થશે
Trending Photos
- કેન્દ્રની આરોગ્ય ટીમ ફરી એકવાર ગુજરાતની મુલાકાતે, સુરત-અમદાવાદની સ્ફોટક સ્થિતી અંગે સમીક્ષા કરશે
- અગાઉ આવેલી કેન્દ્રીય ટીમ અમદાવાદ કોર્પોરેશનની કામગીરીથી ખુબ જ નાખુશ હોવાનું સામે આવ્યું હતું
- કેન્દ્રના ઉચ્ચ અધિકારીઓને કોર્પોરેશનનાં અધિકારીઓનાં રેઢિયાળ કામથી થયા હતા ખુબ જ નાખુશ
અમદાવાદ : કેન્દ્રીય આરોગ્ય વિભાગની ટિમ ફરી એકવાર આવતીકાલે (શુક્રવારે) ગુજરાતની મુલાકાતે આવશે. ગુજરાતની કોરોના મુદ્દે સતત વણસી રહેલી સ્થિતીના કારણે કેન્દ્ર સરકાર દ્વારા ફરી એકવાર ટીમ મોકલવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. દિલ્હી થી 4 સભ્યોની ટિમ ગુજરાત આવશે અને સરકાર દ્વારા થઇ રહેલી કામગીરીનું નિરિક્ષણ કરશે.
અમદાવાદ અને સુરત શહેરની વણસેલી સ્થિતીને ધ્યાને રાખીને આ બંન્ને શહેરોની કોરોનાની સ્થિતિ અંગે સમિક્ષા મુલાકાત કરશે. કોરોનાની સમીક્ષા કરવા માટે આવનારી ટીમમાં નીતિ અયોગના સદસ્ય વિનોદ પોલ, ICMR ના ડાયરેકટર જનરલ બલરામ ભાર્ગવ, એઇમ્સના ડિરેકટર રણદીપ ગુલેરિયા અને આર પી આહુજા એડિશનલ સેક્રેટરી હેલ્થ એન્ડ ફેમિલી ડિપાર્ટમેન્ટનો સમાવેશ કરવામાં આવ્યો છે.
ચાર સભ્યોની ટિમ સુરત અને અમદાવાદ શહેરના કન્ટેનમેન્ટ વિસ્તારોની સ્થળ તપાસ કરીને તંત્રની તૈયારીઓનો તાગ મેળવશે. આ ઉપરાંત જો કોઇ સુધારો વધારો હોય તો તે અંગે પણ સુચન કરશે. કોરોના સંક્રમણની સ્થિતિને કાબુમાં લેવા માટેના પગલા રૂપે, ધન્વંતરિરથની કામગીરીની સમિક્ષા કરશે. આ મોડલ જો સફળ હશે તો તેને અન્ય શહેરોમાં પણ લાગુ કરવામાં આવશે. સાંજે ગાંધીનગર ખાતે કેન્દ્રીય આરોગ્યની ટિમ પત્રકાર પરિષદને સંબોધીને સમગ્ર સ્થિતી અંગે નાગરિકોને પણ માહિતગાર કરશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે