Gujarat Election 2022: ગુજરાત વિધાનસભાની ચૂંટણી ટાણે રાજકારણમાં ગરમાવો આવવો સ્વાભાવિક છે. ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના દિગ્ગજ નેતાઓ એક બીજા પર વાર કરીને નિવેદનબાજી કરી રહ્યા છે. ત્યારે ભાજપની જાહેરસભામાં અબડાસાના ઉમેદવારે પોતાના હિસાબ મામલે ચીમકી ઉચ્ચારતા ખળભળાટ મચી જવા પામ્યો છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

હાલ રાજ્યમાં સ્ટાર પ્રચારકો ચૂંટણી સભાઓ અને રેલીઓ કરી રહ્યા છે, ત્યારે કચ્છમાં ભાજપની જાહેરસભા યોજાઈ હતી. જેમાં અબડાસાના ભાજપ ઉમેદવારે પોતાના હિસાબ મામલે ચીમકી ઉચ્ચારી હતી. અબડાસાના ભાજપ ઉમેદવાર પ્રદ્યુમનસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, સાચી ખોટી કરશે તો હું કોર્ટમાં કેસ ઠોકી દઈશ. મારા પાસે 5-5 મિનિટનો હિસાબ છે, મીડિયાને સામે મેં હિસાબ આપ્યો છે. છતાંયે ખરી ખોટી કરશે તો હું કેસ કરીશ. જાહેર મંચ પરથી નેતાજીએ આ નિવેદન બોલતા ચકચાર મચી ગઈ હતી. મારું જીવન ખુલ્લી કિતાબ છે, હું કોઈની ચા પણ પીતો નથી.


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube