રાજકોટ: શહેરમાં ગુનાખોરીનું પ્રમાણ દિવસેને દિવસે વધી રહ્યું છે. છેલ્લા કેટલાક દિવસોમાં ખુલ્લેઆમ હત્યાના એકપછી એક બનાવવો સામે આવી રહ્યાં છે. ત્યારે હત્યા, બળાત્કાર જેવા અનેક ગુનાઓ રોકવા માટે પોલીસ નિષ્ફળ રહી હોય તેવું લાગી રહ્યું છે. આજે ફરી શહેરમાં એક વ્યક્તિની 60 સેકન્ડમાં 36 છરીના ઘા મારી મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યો હતો. ધોડા દિવસે હત્યા કરવાની ઘટના સામે આવતા લોકો પોલીસ પર ફિટકાર વરસાવી રહ્યાં છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વધુમાં વાંચો: ગોંડલના વરરાજા જાન લઇને પરણવા પહોંચ્યા, કર્યો હતો કંઇક આવો ડ્રેસઅપ


પ્રાપ્ત માહિતી અનુસાર, રાજકોટના રવિરત્ન પાર્કની છે. એક અજાણ્યા શખ્સ દ્વારા બાઇક અથડાવી રોક્યા બાદ હત્યારાએ હરેશ માધવજીભાઇ મકવાણા (ઉ.45) નામના વ્યક્તિ પર 60 સેકન્ડમાં 36 ઘા મારી ધોળા દિવસે ખુલ્લેઆમ રહેંશી નાખ્યો હતો.


સીસીટીવીમાં સ્પષ્ટ દેખાઇ રહ્યું છે કે, બે બાઇક અથડાતા સ્લીપ થઇને રોડ પર ફંગોળાઇ ગયા હતા. ત્યારબાદ એક શખ્સે યુવકને ઉપરાછાપરી 60 સેકન્ડમાં 36 છરીના ઘા મારી લોહી લુહાણ કરી નાખે છે, એટલું જ નહીં ત્યારબાદ તેના ઉપરથી બાઇક ભગાવી મુકે છે. આ ફૂટેજ પરથી સ્પષ્ટ થાય છે કે, આરોપી આ વ્યક્તિને મારી નાખવાના ઇરાદે જ બાઇક અથડાવે છે. મરનાર વ્યક્તિનું નામ હરેશભાઇ હોવાનું સામે આવ્યુ છે. જે રવિરત્ન પાર્કમાં સદગુરૂ કોલોનીમાં જ રહે છે.


વધુમાં વાંચો: રાજ્યમાં આગ લાગવાની 5 ઘટના: ઈન્ડિયન બેંકના ATMમાં આગથી ધુમાડાના ગોટેગોટા


હત્યારાએ છરીના ઉપરા છાપરી એટલા ઘા માર્યા હતા કે, તે વ્યક્તિના આંતરડા પણ બહાર આવી ગયા હતા અને રસ્તા પર લોહીના ખાબોચીયું ભરાઇ ગયું હતું. યુવકને બાદમાં લોકોએ સરાવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડ્યો હતો. પરંતુ સારવાર મળે તે પહેલા જ હરેશભાઇનું મોત નીપજ્યું હતું.


વધુમાં વાંચો: ગુજરાતમાં દારૂબંધી છતાં સૌથી વધુ વેચાય છે દારૂ, જાણો કયા શહેરમાં કેટલી આવક


પોલીસ સૂત્રોને ઘટનાની જાણ થતા પોલીસ સ્થળ પર દોડી આવી હતી. પોલીસ હાલમાં સીસીટીવી ફૂટેજના આધારે બાઇક નંબર પરથી અજાણ્યા આરોપીને શોધી કાઢવા તજવીજ હાથ ધરી હતી. પોલીસના જણાવ્યા અનુસરા, હત્યા કરના શખ્સ મૃતકનો ભૂતકાળનો ભાગીદાર હતો. જેણે ધંધાની હરિફાઇમાં હત્યાને અંજામ આપ્યો છે. પોલીસે હત્યારાને ગણતરીના કલાકોમાં જ પકડી પાડ્યો હતો.


ગુજરાતના અન્ય સમાચાર વાંચવા માટે અહીં ક્લકિ કરો...