નવી દિલ્હી : ભારતમાં રહેવાનાં મુદ્દે અવ્વલ શહેરોની યાદી સોમવારે બહાર પાડવામાં આવી. રહેવાના મુદ્દે દેશનું સર્વોચ્ચ શહેર મહારાષ્ટ્રનું પુણે બન્યું હતું. જ્યારે રાજધાની દિલ્હી 65માં નંબરે રહ્યું હતું. ઉપરાંત આપણું અમદાવાદ 19માં નંબર પર રહ્યું હતું. જો કે ટોપ 10માં ગુજરાતનું એક પણ શહેર આવી શક્યું નહોતું. કેન્દ્રીય શહેર મુદ્દાનાં મંત્રાલય દ્વારા પ્રકાશિત યાદીમાં જીવન સુગમતા અંક (લાયેબલિટી ઇન્ડેક્સ)માં નવી મુંબઇ અને ગ્રેટર મુંબઇ ક્રમશ બીજા અને ત્રીજા નંબર પર રહ્યા હતા. 

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રહેવા લાયક ટોપ 10 શહેરોમાં મહારાષ્ટ્રનાં 3 શહેરો અને તે પણ ટોપ 3માં સમાવિષ્ટ છે. જ્યારે મોટા શહેરોનાં મુદ્દે અવ્વલ ઉત્તરપ્રદેશ અને તમિલનાડુનું કોઇ પણ શહેર ટોપ 10માં સ્થાન બનાવી શક્યું નહોતું. મંત્રાલયે 111 મોટા શહેરો અંગે બહાર પાડેલીયાદીમાં રાજધાની દિલ્હી ઘણી પાછળ રહી ગઇ હતી. આ વર્ષે વાયુ પ્રદૂષણ મુદ્દે દિલ્હી ઘણુ ચર્ચામાં રહ્યું હતું. ટોપ 10 શહેરોમાં મધ્યપ્રદેશ અને છત્તીસગઢની રાજધાનીઓને સ્થાન મળ્યું છે. ઉત્તરપ્રદેશનાં રામપુર શહેરને આ યાદીમાં સૌથી અંતિમ સ્થાન મળ્યું છે. ચોથા નંબર પર તિરુપતિ, પાંચમા નંબર પર ચંડીગઢ, છઠ્ઠા નંબર પર ઠાણે, 7મા નંબર પર રાયપુર, આઠમા નંબર પર ઇંદોર, નવમાં નંબર પર વિજયવાડા અને દસમાં નંબર પર ભોપાલ છે. 

આ સર્વેક્ષણ દેશનાં 111 શહેરો પર કરવામાં આવ્યું હતું. કેન્દ્રીય આવાસ અને શહેરી મુદ્દાના મંત્રાલય દ્વારા બહાર પડાયેલી આ યાદીમાં ગુજરાતનાં કુલ 6 શહેરોનો સમાવેશ કરાયો હતો. જો કે સૌથી ચોંકાવનારી બાબત હતી કે જે રાજધાની ગાંધીનગરનાં નામે સમગ્ર ગુજરાત ગૌરવ લે છે આ યાદીમાં છેક 22માં નંબર પર ફેંકાઇ ગયું હતું. ગુજરાતનાં શહેરોમાં અમદાવાદ, સુરત અને વડોદરા પછી ચોથા નંબર આવ્યું હતું. જ્યારે બીજી મહત્વની બાબત રહી હતી કે અતિપછાત ગણાતું દાહોદ સમગ્ર દેશનાં રહેવા લાયક શહેરોમાં 23માં નંબર પર રહ્યું હતું. જ્યારે ગુજરાતમાં પાંચમાં નંબરે એટલે કે રંગીલા રાજકોટથી પણ એક સ્થળ ઉપર રહ્યું હતું. 


દેશનાં 10 રહેવા લાયક સ્થળો


ક્રમાંક શહેરનું નામ
1. પુણે
2. નવી મુંબઇ
3.  ગ્રેટર મુંબઇ
4.  તિરુપતિ
5. ચંડીગઢ
6.  થાને
7. રાયપુર
8. ઇંદોર
9. વિજયવાડા
10. ભોપાલ

 


ગુજરાતના શહેરો


ક્રમાંક શહેર ગુજરાતનાં શહેરોનો ક્રમાંક
1. અમદાવાદ 19
2. સુરત 20
3. વડોદરા 21
4. ગાંધીનગર 22
5. દાહોદ 23
6. રાજકોટ 24