Gujarat Elections 2022 : આમ આદમી પાર્ટી ગુજરાતમાં વચનોની લ્હાણી લઈને આવી છે. મફત વીજળી, મફત શિક્ષણ વગેરેના વાયદા આમ આદમી પાર્ટીએ ચૂંટણી પ્રચારમા સામેલ કર્યાં છે. ત્યારે મફત વાયદા કેવી રીતે પૂરા કરશે તે પર ભાજપ અને કોંગ્રેસે સવાલ ઉઠાવ્યા છે. ત્યારે આમ આદમી પાર્ટી આજે પ્રેસ કોન્ફરન્સ કરીને મફત વીજળીના પુરાવા આપ્યા હતા. પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને અમદાવાદમાં પ્રેસ કોન્ફરન્સમાં મફત વીજળી બિલના પુરાવા આપ્યા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આમ આદમી પાર્ટીએ દિલ્હીની જેમ પંજાબમાં પણ મફત વીજળીના વાયદા કર્યા હતા. ત્યારે અમદાવાદમાં આજે પ્રેસ કોન્ફરન્સ દરમિયાન ભગવંત માને પંજાબના 25000 વીજળીના બિલ રજૂ કર્યા હતા, જેનુ બિલ ઝીરો હતું.  જે વિશે ભગવંત માને જણાવ્યું કે, પંજાબમાં અમે ફ્રી વીજળીનો વાયદો કર્યો હતો, જે અમે પૂરો કર્યો છે. અમને ત્યા પણ વિરોધીઓ કહેતા હતા કે કેવી રીતે કરીશું. રૂપિયા ક્યાંથી લાવીશું. આ રહ્યાં પુરાવા. જેમાં અમે સમગ્ર પંજાબમાં 75 લાખના વીજળીના મીટર છે, જેમાં 61 લાખ વીજળીના બિલ ઝીરો આવ્યા છે. ડિસેમ્બરમાં 67 લાખ અને જાન્યુઆરીમાં 71 લાખ વીજળીના મીટર ઝીરો આવશે.


ભગવંત માને આગળ કહ્યું કે, આ જ ફોરમ્યુલા અમે ગુજરાતમાં લાગુ કરીશું. અમે લોકોને ખોટા વાયદા નથી કરતા. અમે લોકોને તમારા એકાઉન્ટમાં 15 લાખ નાંખીશુ એવુ નથી કહેતા. માત્ર 35000 રૂપિયા તમારા પહેલા મહિનાખી બચાવીશું. કેજરીવાલ ફ્રીની રેવડી આપે છે. તો 15 લાખ શું હતું. ગુજરાતમાં પ્રશ્નો ઠેરનાઠેર છે. બેરોજગારી છે, મોંઘવારી છે, તો પેપર ફૂટવાની સમસ્યા છે. અમને પૂછાય છે કે મફત માટે રૂપિયા ક્યાંથી આવશે. ભ્રષ્ટાચારનું લિકેજ બંધ કરીને તેના રૂપિયા જનતા માટે વાપરીશું. આ રીતે લોકોને મફત વીજળી મળશે. 


તેમણે કહ્યુ હતું કે, એક મંત્રી કોંગ્રેસનો માણસ રૂ. 1 કરોડ આપવા આવ્યો હતો કે, મારું નામ કાઢો તો તેને જ વિજિલન્સે પકડ્યો અને ઘરમાં તપાસ કરી તો નોટ ગણવાના મશીન મળ્યા હતા. ભ્રષ્ટાચારિયો પાસેથી પૈસા કાઢી લોકો પાછળ વાપરીશું. આમ આદમી પાર્ટીને કોંગ્રેસ અને ભાજપની બી ટીમ કહે છે, પરંતુ અમે 130 કરોડની A ટીમ છીએ. સ્કૂલો, રોડ અને શિક્ષણની વાત કરીએ છીએ. લોકો સામે એજન્ડા રાખો. અત્યારે સર્વે આવે છે જે ઘરમાં બેસીને બને છે.