ગાંધીનગર : ભારત સરકાર દ્વારા જલ શક્તિ વિભાગના મંત્રી ગજેન્દ્રસિંહ શેખાવત અને ગુજરાતના મુક્યમંત્રી વિજય રૂપાણી વચ્ચે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા જલ જીવન મિશનનાં અમલીકરણ અંગે સમીક્ષા બેઠક યોજવામાં આવી હતી. આ સમીક્ષામાં મુખ્યમંત્રીએ યોજનાને પ્રભાવી રીતે ગુજરાતમાં લાગુ કરવાની નેમ કરી હતી. આ સંદર્ભે વિજય રૂપાણીએ ગુજરાતનાં ગાંધીનગર, બોટાદ, વડોદરા, પોરબંદર અને મહેસાણાનાં ગામોમાં 100 ટકા ઘરોમાં પીવાનું શુદ્ધ પાણી નળ મારફતે પહોંચાડવાનું આયોજન સરકાર દ્વારા કરવામાં આવ્યું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રાજકોટ મધ્યસ્થ જેલમાં કોરોના વિસ્ફોટ, 39 પોઝિટિવ કેસ આવતા તંત્ર દોડતું થયું

મુખ્યમંત્રીએ જણાવ્યું કે, જલ જીવન મિશનનો લક્ષ્યાંક 2024 સુધીમાં પુર્ણ કરવું છે પરંતુ ગુજરાતે જે આગોતરૂ આયોજન કર્યું તેનાં પરિણામ બે વર્ષ વહેલો એટકે કે 2022 માં જ લક્ષ્યાંક ગુજરાત પૂર્ણ કરી દેશે. મુખ્યમંત્રીએ વીડિયો કોન્ફરન્સ બેઠક દરમિયાન જણાવ્યું કે, રાજ્ય સરકારે 2002 માં એક નવિન પહેલ રીતે પાણીના વિતરણ માટે ગ્રામીણોએ સમુદાયની ભાગીદારીથી પાણી અને સ્વચ્છતા વ્યવસ્થાપન સંગઠન વાસ્મો (વોટર એન્ડ સેનિટેશન મેનેજમેન્ટ ઓર્ગેનાઇઝેશન) મારફતે વિકેન્દ્રિત, માંગ આધારિત અને સમુદાય સંચાલિત પેયજળ વિતરણ કાર્યક્રમનો સફળતાપુર્વક અમલ કર્યો છે. આ સફળ પ્રયત્નોને પરિણામો રાજ્યનાં 70 % થી વધારે ઘરોમાં નળ જોડાણ દ્વારા પીવાનાં શુદ્ધ પાણી મળતું સાકાર થયું છે. 


સી ફુડમાં ગુણવત્તાની ચકાસણી માટે ગુજરાતમાં સ્થપાઇ અત્યાધુનિક લેબ

પંચાયત અને પાણી સમિતીએ ગામડાઓમાં પાણી પુરવઠ્ટા યોજનાનું સંચાલન, અમલીકરણ અને જાળવણી માટે પ્રોત્સાહન આપીને વાસ્મો જળ વિતરણ સેવાનું એક સફળ વિકેન્દ્રીત મોડલ બન્યું છે. મુખ્યમંત્રીએ રાજ્યનાં ગ્રામીણ વિસ્તારોમાં પીવાનાં પાણીની સ્થિતી અંગે વિસ્તૃત વિગતો આપતા કહ્યું કે, રાજ્યનાં 93.03 લાખ ગ્રામીણો ઘરમાંથી 68.63 લાખને નળ જોડાણો પુરા પાડવામાં આવ્યા છે. 


સુરત: પુરનું સંકટ યથાવત્ત, વૃદ્ધો અને બાળકોની રેસક્યું સહિત રાહત કામગીરી ચાલુ

2020-21 દરમિયાન 11.15 લાખ ઘરોમાં નળ જોડાણ આપવાનું આયોજન છે. આ વર્ષે રાજ્યમાં 1 એપ્રિલથી અત્યાર સુધીમાં 2.46 લાખ ગ્રામીણ ઘરોને પીવાનાં પાણી માટે જોડાણોથી આવરી લેવાયા છે તેમ મુખ્યમંત્રીએ ઉમેર્યું હતું. કેન્દ્ર સરકાર દ્વારા 2020-21 માં ગુજરાતને રૂપિયા 883.08 કરોડની ફાળવણી કરવામાં આવી છે. રાજ્યમાં હિસ્સા સાથે કુલ 1777.56 કરોડની ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવામાં આવી છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર