રાજેન્દ્ર ઠક્કર/કચ્છ :ઉઘડતા પ્રભાતે શોકમગ્ન કરતા સમાચાર સામે આવ્યા છે. મણિનગર સ્વામીનારાયણ ગાદી સંસ્થાનના પૂજ્ય પુરષોત્તમપ્રિયદાસજીનું દેહાવસાન થયું છે. કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ તેઓ 18 દિવસથી સતત સારવાર હેઠળ હતા. તેમના નિધનથી હરિભક્તો-સત્સંગીઓમાં શોકનો માહોલ છવાઈ ગયો છે. ત્યારે આજે ઘોડાસર સ્મૃતિમંદિરમાં તેમનો પાર્થિવ દેહ લાવવામાં આવશે. દેશ-વિદેશમાં સ્વામીના અનુયાયી ફેલાયેલા છે, તેથી તેઓને ઈન્ટરનેટના માધ્યમથી  અંતિમ દર્શન કરવા માટે https://www.swaminarayangadi.com પર જઈને દર્શન કરવા અનુરોધ કરાયો છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગાદી સંસ્થાન દ્વારા અપાયેલ અખબારી યાદીમાં કહેવાયું છે કે, ગુરુવારની વહેલી સવારે પૂજ્ય પુરુષોત્તમદાસજી સ્વામીજી મહારાજે મનુષ્યલીલા સંકેલી લીધી છે. ભગવાન આશ્રિત સંતો-ભક્તોને સહન કરવાની હિંમત આપે. કોરોનાના સંજોગોને કારણે, કોઈએ પણ શ્રી સ્વામીનારાયણ મંદિર, મણિનગર તથા શ્રી મુક્તજીવન સ્વામીબાપા સ્મૃતિ મંદિરના કમ્પાઉન્ડમાં આવવું નહિ. જેની ખાસ નોંધ લેવી. અંતિમ વિધિના દર્શન લાઈવ કરવા. મણિનગર શ્રી સ્વામીનારાયણ ગાદી સંસ્થાનના સર્વે મંદિરોના કાર્યકર્તાઓને ખાસ સૂચના કે, તમારા વિસ્તારોના દરેક હરિભક્તોને જાણ કરવી. ગુરુ શિષ્યના નાતે અંતિમ સંસ્કાર વિધિ પૂર્ણ થયા પછી સ્નાનવિધિ કરવી. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર