ચેતન પટેલ/અમદાવાદઃ સ્પાની આડમા સુરત શહેરમા ચાલતા ગોરખધંધાનો અનેકવાર પર્દાફાશ થયો છે. પોલીસને આ અંગે જાણ હોવા છતાં તેમના નાક નીચે આ ધંધો જોરશોરમાં ચલાવવામા આવતો હોય છે. આવાજ એક ગોરખધંધામા 15 વર્ષિય કિશોરીને જબરજસ્તી લઇ જવામા આવી હતી. કિશોરીને અલગ અલગ સ્પામા આવતા ગ્રાહકો સાથે શરીર સંબધ બાંધવા મજબૂર કરવામા આવતી હતી. જો કે બાદમા કિશોરી ત્યાથી ભાગી છુટતા ગોરખધંધાનો પર્દાફાશ થયો હતો. ઉમરા પોલીસે હાલ ગોરખંધંધો ચલાવનાર મુસ્કાન નામની મહિલા વિરુધ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સુરતના વેસુ વિસ્તારમા ડઝનો સ્પા અને મસાજ સેન્ટરો આવ્યા છે. આ સેન્ટરો પર સ્પાની આડમા ગોરખધંધા ચલાવવામા આવતા હોય છે. આ વાતની જાણ સ્થાનિકની સાથે પોલીસને પણ છે. જો કે પોલીસ સુધી હપ્તા પહોંચતા હોવાથી અત્યાર સુધી ફકત પોલીસ ચોપડે બતાવવા પૂરતી કામગીરી કરતા હોય છે. આ દલદલમા 15 વર્ષીય  કિશોરીને પણ ધકેલવામા આવી હતી. જો કે બાદમા કિશોરી ત્યાથી ભાગી છુટતા મામલો બહાર આવ્યો હતો. 


વડોદરામા રહેતી 15 વર્ષિય કિશોરીના પિતા લારી ચલાવી પોતાના પરિવારજનોનુ ગુજરાન ચલાવે છે. કિશોરી અગાઉ બે વખત ઘરેથી ભાગી છુટી હતી. દરમિયાન તેની માતાએ રાત્રિના આઠ વાગ્યે તેને સેમ્પુ લેવા દુકાને મોકલી હતી. જો કે ત્યા મુસ્કાન નામની મહિલા તેને મળી હતી અને સુરત ફરવા લઇ જવાની વાત કરતા તેની સાથે કિશોરી ચાલી ગઇ હતી. સુરત આવતાની સાથે જ મુસ્કાને કિશોરીને દેહ વ્યાપારના ગોરખધંધામા નાખી દીધી હતી. વેસુ વિસ્તારમા આવેલા તમન્ના સ્પા, મોક્ષ ડે સ્પા, એમ્બીઝ સ્પા, ન્યુ પૂજા સ્પા, ઇન્ડિયન થાઇ સ્પામાં દેહવિક્રયના ધંધામા ધકેલી દીધી હતી.


જુદા જુદા ગ્રાહકો સ્પાની દુકાનમા મસાજના નામે કિશોરી સાથે જબરજસ્તી શરીર સંબધ બાંધતા હતા. જેના મુસ્કાન કિશોરીને  300 રૂપિયા આપતી હતી. દરમિયાન કિશોરી ત્યાથી ભાગી છુટી હતી. પહેલા તો તે સુરત રેલવે સ્ટેશન ગઇ હતી. જો કે ત્યાથી બાદમા વેસુ રોડ પર બેસી રડી રહી હતી. દરમિયાન ત્યાથી પસાર થતા એક યુવાનની નજર તેના પર ગઇ હતી અને કિશોરીની વાત સાંભળી તે પણ સ્તબંધ થયો હતો. તેને તાત્કાલિક આ અંગે પોલીસ કંટ્રોલ રુમમા ફોન કરતા ઉમરા પોલીસ મથકનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો. કિશોરી સાથે વાતચીત કર્યા બાદ વડોદરા ખાતે રહેતા તેના પરિવારજનોને પણ પોલીસ મથકે બોલાવવામા આવ્યા હતા. જ્યા કિશોરીના પિતાની ફરિયાદને આધારે ઉમરા પોલીસે મુસ્કાન વિરુધ્ધ ગુનો નોંધી તેની શોધખોળ હાથ ધરી હતી.


આ સમગ્ર બનાવમા જો પોલીસ દ્વારા અગાઉ કડક કાર્યવાહી કરવામા આવતે તો કિશોરીની જિંગદી નરક ન બની હોત. પરંતુ રોજેરોજ સ્થાનિક પોલીસના ખિસ્સા ભારે કરવામા આવતા હોવાથી પોલીસ દ્વારા પણ કોઇ કાર્યવાહી કરવામા આવતી ન હતી. આ બનાવ બાદ સુરત પોલીસ કમિશનર આ ઘટનામા યોગય અને કડક તપાસ કરશે તો મોટામાથાનાઓના નામ બહાર આવે તેવી પુરેપુરી શકયતા જોવા મળી રહી છે.


જુઓ LIVE TV


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube