મુસ્તાક દલ/જામનગર: જામનગરના જુદા જુદા વિસ્તારોમાં નશાકારક ચોકલેટનું વેચાણ કરતા વેપારીઓને ત્યાં SOG પોલીસે દરોડો પાડી 21000 થી વધુ નશાકારક ચોકલેટના મુદ્દામાલ સાથે ત્રણ શખ્સોને ઝડપી પાડ્યા હતા.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આજથી ધીરેન્દ્ર શાસ્ત્રીનો અંબાજીમાં 3 દિવસનો દિવ્ય દરબાર; લાખો લોકોનો લાગશે દરબાર


જામનગર એસઓજી પોલીસને મળેલ હકીકતના આધારે જામનગર શહેરના દિગ્વિજય પ્લોટ શેરી નંબર 58 હિંગળાજ ચોક રમેશ હાર્ડવેર નામની દુકાનની બાજુમાં આવેલ ઉમંગ પાન એન્ડ કોલ્ડ્રીંક્સ નામની દુકાનમાં ઉમંગભાઈ નંદા તથા શેરી નંબર 58 હિંગળાજ ચોક ગોળ ગોડાઉન વાળી ગલીમાં આવેલ પાયલ પાન નામની દુકાનમાં ડાડુભાઇ ચંદ્રવાડીયા પોતાની દુકાનમાં નશાકારક ચોકલેટ રાખી તેનું વેચાણ કરતા હોય તેથી પોલીસે દરોડો પાડી દુકાનમાંથી જુદા જુદા નામવાળી ગેરકાયદેસર નશાકારક ચોકલેટ નંગ 445 તથા આ નશાકારક ચોકલેટની સપ્લાય કરનાર રામસીભાઇ ગોઝિયાના તેથી જુદા જુદા નામવાળી ચોકલેટ નંગ 21,360 કિંમત રૂપિયા 33,860 એમ કુલ ચોકલેટ 21,805 કિંમત રૂપિયા 34,305 ના મુદ્દામાલ સાથે આ ત્રણેય શખ્સોની ઝડપી પાડી પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી. 


સાવચેત રહેજો! DCPથી લઈ પોલીસ કોન્સ્ટેબલ સુધીનો કાફલો નવરાત્રી મેદાનોમાં રહેશે તૈનાત


જે રીતે ગુજરાતમાં રાજ્યના ગૃહરાજ્ય મંત્રી હર્ષભાઈ સંઘવી ગુજરાતમાં નશાના કારોબારને ડામવા માટે સતત પ્રયત્નશીલ રહે છે, જેના ભાગરૂપે કરોડોના drags ઝડપી પાડ્યા બાદ આયુર્વેદિક સીરપના નામે ચાલતો નસાનો કારોબાર પણ જામનગર સહિત સમગ્ર ગુજરાતમાં બંધ કરવામાં મોટી સફળતા મળી છે. 


મેચ જોવા આવેલી આ હિરોઈનનો સોનાનો ફોન ચોરાયો! કોણ લઈ ગયું 24 કેરેટ ગોલ્ડનો iPhone?


ત્યારબાદ હવે નશાના આદિઓએ નશા કરવાનો નવો કીમીયો શોધી લીધો છે અને બજારમાં નશાકારક ચોકલેટના નામે નશાનો વેપલો ચાલુ કર્યો છે, ત્યારે આજે તો માત્ર 21,000 જ નશાકારક ચોકલેટ મળી છે પરંતુ આ નશાકારક ચોકલેટનું લાખોની સંખ્યામાં ઉત્પાદન કરી અને લાખો લોકોને નશાના રવાડે ચડાવવામાં આવ્યા હોય તો આ સમગ્ર ઘટના પાછળ જવાબદાર કોણ...? હાલતો પોલીસ આ મામલે નશાકારક ચોકલેટ એફએસએલમાં મોકલી અને વધુ સઘન તપાસ હાથ ધરી રહી છે. 


Rapid Rail: જલદી આવશે રેપિડ રેલ, પીએમ મોદી કરશે ઉદઘાટન, આટલી હશે ટ્રેનની સ્પીડ