વિકસિત ગુજરાતમાં શિક્ષણ વ્યવસ્થા કથળી ગઈ, 2462 શાળાઓમાં માત્ર એક જ શિક્ષક
ગુજરાત સરકાર દ્વારા શિક્ષણ વિશે માત્ર મોટી-મોટી વાતો કરવામાં આવે છે. રાજ્યમાં શિક્ષકોની ભરતી થતી નથી અને વિદ્યાર્થીઓનું ભવિષ્ય મુશ્કેલમાં મુકાઈ રહ્યું છે. એક રિપોર્ટ પ્રમાણે ગુજરાતની 2462 શાળાઓમાં માત્ર એક શિક્ષક છે.
અમદાવાદઃ ગુજરાતમાં શિક્ષણ વ્યવસ્થા સાવ કથળેલી છે. વિકસિત ગુજરાત મોડલ શિક્ષણમાં અવિકસિત હોય તેમ લાગી રહ્યું છે...તમે ગામડાઓમાં જર્જરિત શાળાઓ કે પછી વિદ્યાર્થી વગરની શાળાઓ જોઈ હશે...ક્યાંક તુટેલી-ફૂટેલી તો ક્યાં છત વગરની શાળાઓ જોઈ હશે...પરંતુ આજે અમે આપને વાત શિક્ષક વગરની શાળાની કરીશું...વાત એક-બે શાળાઓની નહીં પરંતુ બે બજારથી વધુ શાળાઓની છે...ત્યારે આપણા ગુજરાતમાં કેવી છે શિક્ષણની કથળેલી સ્થિતિ?...જુઓ આ અહેવાલમાં....
શિક્ષક વગર કેમ ચાલતી હશે શાળા?
શિક્ષક વગર કોણ ભણાવતું હશે?
શિક્ષક વગર વિદ્યાર્થીઓના ભવિષ્યનું શું?
શિક્ષક વગર શાળા ચાલે ખરાં?
ખરેખર તો ના જ ચાલે...પણ આપણા ગુજરાતમાં ચાલે છે...અને તે પણ એક-બે કે ત્રણ નહીં પણ 2 હજારથી વધુ એવી શાળાઓ છે જ્યાં શિક્ષકોની મોટી અછત છે...એવી અછત કે માત્ર એક જ શિક્ષકના સહારે આખી શાળા ચાલે છે...તમામ ધોરણના વિદ્યાર્થીઓને એક માસ્તર ભણાવે છે...તમે સમજી શકો કે એક ગુરુ બધા વિષયમાં નિપૂણ હોય તેવું તો બનવાનું નથી...તમામ ધોરણના વિદ્યાર્થીઓને સાથે બેસાડીને ભણાવવાથી વિદ્યાર્થીઓ સારી રીતે ભણી તો શકવાના નથી...છતાં પણ આપણા, હા આપણા વિકસિત ગુજરાતમાં આ બધુ જ ચાલી રહ્યું છે...તમે ગુજરાતમાં શિક્ષણના આંકડા જાણતો ચોંકી ઉઠશો...રાજ્યની 2 હજાર 462 શાળાઓમાં માત્ર એક જ શિક્ષક છે...એટલે કે આ બધી જ શાળાઓ એક શિક્ષકના સહારે ચાલે છે...અને આ આંકડો કંઈ ઝી 24 કલાકનો નથી...કેન્દ્રીય શિક્ષણ મંત્રાલયનો છે...આવી શાળાઓમાં શું શિક્ષણ મળતું હશે અને શું બાળકો ભણગણીને દેશનું નામ રોશન કરશે?.
આ પણ વાંચોઃ બનાસકાંઠા જિલ્લામાં મોટું કૌભાંડ! ગૌશાળાના નામે ડ્રો કરી લોકો સાથે છેતરપિંડી
શિક્ષણની કેવી સ્થિતિ?
રાજ્યની 2 હજાર 462 શાળાઓમાં માત્ર એક જ શિક્ષક
શાળાઓ એક શિક્ષકના સહારે ચાલે છે
કેન્દ્રીય શિક્ષણ મંત્રાલયે જાહેર કર્યા આંકડા
શાળાઓમાં શું શિક્ષણ મળતું હશે?
શું બાળકો ભણગણીને દેશનું નામ રોશન કરશે?
કેન્દ્ર સરકારે જાહેર કરેલા આંકડાએ ગુજરાત સરકારની શિક્ષણમાં મોટી પોલ ખોલી નાંખી છે...કેન્દ્ર સરકારે જે આંકડા આપ્યા છે તે મુજબ દેશમાં એક શિક્ષકવાળી 1 લાખ 11 હજાર શાળા છે, ગુજરાતની 274 શાળામાં એક પણ વિદ્યાર્થી નથી, રાજ્યની 274 શાળામાં વિદ્યાર્થી નથી પરંતુ 382 શિક્ષક છે. અને 2462 શાળાઓમાં માત્ર એક જ શિક્ષક છે...ગુજરાત સરકારના 25 જેમ 1ના રેશિયા પ્રમાણે 4 લાખ 59 હજાર શિક્ષક હોવા જોઈએ પરંતુ માત્ર 3 લાખ 94 હજાર શિક્ષકો જ છે...એટલે કે 65 હજાર 814 શિક્ષકની ઘટ છે....ગુજરાતમાં હાલ 29 વિદ્યાર્થીએ એક શિક્ષક છે. શિક્ષણમાં મોટા મોટા વચનો અને વાયદા કરતી સરકારે આ આંકડા જોઈ શું કરવું જોઈએ તે તમારે વિચારવાનું છે...વિપક્ષે તો સરકાર પર પ્રહાર કરવાનું શરૂ કરી દીધું છે...
શું કહે છે આંકડા?
દેશમાં એક શિક્ષકવાળી 1.11 લાખ શાળા
ગુજરાતની 274 શાળામાં એક પણ વિદ્યાર્થી નથી
274 શાળામાં વિદ્યાર્થી નથી પરંતુ 382 શિક્ષક
2,462 શાળાઓમાં માત્ર એક જ શિક્ષક
25:1ના રેશિયા પ્રમાણે 4.59 લાખ શિક્ષક હોવા જોઈએ
માત્ર 3.94 લાખ શિક્ષકો છે, 65,814 શિક્ષકની ઘટ
ગુજરાતમાં હાલ 29 વિદ્યાર્થીએ એક શિક્ષક છે
આ પણ વાંચોઃ અમરેલી લેટરકાંડઃ પાટીદાર સમાજની દીકરીના કોર્ટે જામીન કર્યા મંજૂર
જે 2462 શાળાઓ એક શિક્ષકથી ચાલી રહી છે તેમાં હાલ 87 હજારથી વધુ વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે. કેન્દ્રના રિપોર્ટ મુજબ સમગ્ર દેશમાં શિક્ષણનું સૌથી વધુ કથળેલું સ્તર મધ્યપ્રદેશમાં છે. ગુજરાતનો ક્રમ 16મો છે. હવે ગુજરાતમાં શિક્ષણ વ્યવસ્થા વિશે તમે જાણી લો....તો ગુજરાતમાં 53 હજાર 626 શાળાઓ છે, આ શાળાઓમાં 1 કરોડ 15 લાખ વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે. આ શાળાઓમાં કુલ 3 લાખ 94 હજાર શિક્ષકો છે, જેમાં 2.21 લાખ એટલે કે 56 ટકા મહિલા શિક્ષકો છે.....એક ખાનગી કંપનીના ડેટા પ્રમાણે ગુજરાતના શહેરી વિસ્તારોમાં ફરજ બજાવતા 70 ટકા શિક્ષકો પ્રોફેશનલ લાયકાત ધરાવતા નથી....
ગુજરાતની કેવી છે શિક્ષણ વ્યવસ્થા?
ગુજરાતમાં 53,626 શાળાઓ
1.15 કરોડ વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે
કુલ 3.94 લાખ શિક્ષકો છે
2.21 લાખ એટલે કે 56 ટકા મહિલા શિક્ષકો
શહેરી વિસ્તારોના 70 ટકા શિક્ષકો પ્રોફેશનલ લાયકાત ધરાવતા નથી
શિક્ષણ એ કોઈ રાષ્ટ્રની પ્રગતિમાં સૌથી મોટું યોગદાન આપે છે. જે દેશના નાગરિકો જેટલા શિક્ષિત હશે તેટલો જ દેશ વિકસિત હશે...પશ્ચિમના દેશો આપણી સામે ઉદાહરણ છે. આપણો દેશ અવિકસિત છે. 2047 સુધી તેને વિકસિત રાષ્ટ્ર બનાવવાની વાતો થઈ રહી છે. પરંતુ શિક્ષણમાં આવી જ સ્થિતિ રહી અને સરકારે તેમાં સુધારો કરવાની હિમાયત ન કરી તો આપણા સૌ માટે વિકસિત દેશનું સપનું એ સપનું જ રહી જશે...આશા રાખીએ કે શિક્ષકની અછત દૂર થાય અને સારુ તથા શ્રેષ્ઠ શિક્ષણ સૌને મળી રહે...