બનાસકાંઠા જિલ્લામાં BZ ગ્રુપ કરતા પણ મોટું કૌભાંડ! ગૌશાળાના નામે ડ્રો કરી લોકો સાથે છેતરપિંડી

બનાસકાંઠા જિલ્લામાં ગેરકાયદેસર રીતે લોટરીનું આયોજન કરી લોકો સાથે છેતરપિંડી કરવામાં આવી રહી છે. અહીં ગૌશાળાના નામે ડ્રોની ટિકિટો વેચી લોકો પાસેથી પૈસા લેવામાં આવે છે. ત્યારબાદ જાહેરમાં આવા ડ્રોનું આયોજન પણ કરવામાં આવે છે. પોલીસમાં આ મામલે ફરિયાદ પણ દાખલ કરવામાં આવી છે.

બનાસકાંઠા જિલ્લામાં BZ ગ્રુપ કરતા પણ મોટું કૌભાંડ! ગૌશાળાના નામે ડ્રો કરી લોકો સાથે છેતરપિંડી

અલ્કેશ રાવ, બનાસકાંઠાઃ બનાસકાંઠા જિલ્લામાં ગૌશાળાના નામે ડ્રો કરી લોકોને છેતરવાનું જે કોભાંડ ચાલી રહ્યું છે તે કોભાંડ બીઝેડ ગ્રુપના કોભાંડ કરતા પણ મોટું હોઈ શકે તેવી આશંકાઓ સેવાઈ રહી છે. બનાસકાંઠા જિલ્લામાં ડ્રો કિંગ કહેવાતા અશોક માળી સામે ફરિયાદ થઈ હોવા છતાં અશોક માળી અને તેના સાગરીતો ફેબ્રુઆરીમાં ડ્રો યોજવાના છે. તો થરાદ ડીવાયએસપીએ ખુદ ફરિયાદી બનીને આવા બે ડ્રોના સંચાલકો સામે ફરિયાદ દાખલ થતાં પોલીસે આરોપીઓને ઝડપવાના ચક્રોગતિમાન કર્યા છે.

ડ્રોના નામે મોટું કૌભાંડ
બનાસકાંઠા જિલ્લામાં ડ્રો ના નામે મસ મોટુ કોભાંડ ચાલી રહ્યું છે..ગૌશાળાના નામે ડ્રો કરવામાં આવે છે જેમાં કરોડો રૂપિયા ઉઘરાવવામાં આવે છે અને આ કરોડો રૂપિયાનો ટેક્સ ભરવામાં નથી આવતો. કેટલાક પૈસા ગૌશાળા સંચાલકોને આપવામાં આવે છે અને બીજા પૈસા આવા ડ્રોના સંચાલક અશોક માળી અને તેના સાગરીતો ઘર ભેગા કરી રહ્યા છે.. બનાસકાંઠા જિલ્લામાં ડ્રો કિંગ તરીકે ઓળખાતો અશોક માળી થરાદ તાલુકાના મોરથલ્ ગામનો રહેવાસી છે અને તેની ઉંમર 36 વર્ષની છે આ અશોક માળી પહેલા મંડપનો ધંધો કરતો હતો.. અને તેના પર દેવુ પણ થઈ ગયું હતું.. તે રાજસ્થાનમાં યોજતા ગૌશાળાના નામે ડ્રો માં એજન્ટ બન્યો અને ગો શાળાના નામે ડ્રો ચલાવવાની મોડ્સ ઓપરેન્ડી શીખ્યો હતો.. અશોક માળી એ પ્રથમ ડ્રો થરાદ તાલુકાના ડેંડુવા ગામમાં આવેલ સુમેર પુરી ગો શાળામાં 8/6/2024 ના રોજ કરેલ.. જેમા એક કુપનની કિંમત 299 રૂપિયા હતી.. સૂત્રોનુ માનીએ તો આ ડ્રોમાં 3.25. લાખ જેટલી કુપનો વહેંચવામાં આવી.. આ કુપનોની કિંમત 9 કરોડ 71 લાખ 75 હજાર જેટલી થાય..જેમાં 3 કરોડ 21 લાખ 75 હજાર જેટલું એજન્ટોને કમિશન અપાયું.

1 કરોડ જેટલા ગો શાળા સંચાલકોને અપાયા. 2 કરોડ ના ઇનમો અને આયોજન પાછળ ખર્ચ કરાયા હોવાનો અંદાજ છે. 6 કરોડ 70 લાખ જેટલા અશોક માળી અને તેની 135 લોકોની ટીમ કમાઈ હોવાનુ અંદાજ છે..તો બીજો ડ્રો ધાનેરા તાલુકાના વાલેર ગામમાં 7/9/24 ના રોજ યોજાયો. આ ડ્રો વાલેર ગો શાળા અને વાલેર ધામના મહત સુંદરપુરી મહારાજના આગેવાનીમાં યોજાયો જેમા ધાનેરાના ધારસભ્ય માવજી દેસાઈ, કોંગ્રસના પૂર્વ પાલિકા પ્રમુખ બળવત બારોટ, ડ્રો ના મુખ્ય આયોજક અશોક માળી, બીજા મુખ્ય આયોજક ભાજપના અગ્રણી ફોજાજી રાજપૂત અને અશોક મળીની ટીમના 135 લોકો સાથે ગુજરાતી કલાકાર્ નીતિન પટેલ પણ હાજર રહ્યા હતા. આ ડ્રો ના ડાયરાની મંજૂરી ધાનેરા મામલતદારે આપી હતી પોલીસ પ્રોટેક્શન અને પોલીસની હાજરી વચ્ચે ડ્રો અને ડાયરો યોજાયો હતો જેમા 50 હજાર કરતા વધુ લોકો હાજર રહ્યા હતા .. સમગ્ર ડાયરાનો લાઈવ ટેલિકાસ્ટ youtube ચેનલ પર કરવામાં આવ્યું હતું .. વેલેરના ડ્રો માં 399 ની કુપન્ રાખવામાં આવી હતી એક કુપન વહેંચવા પર એજન્ટને 100રુપિયા કમિશન હતું.. જેમા એક કુપનની કિંમત 399 રૂપિયા હતી.. સૂત્રોનુ માનીએ તો આ ડ્રોમાં 3.50 લાખ જેટલી કુપનો વહેંચવામાં આવી.

 આ કુપનોની કિંમત 13 કરોડ 96 લાખ 50 હજાર જેટલી થાય..જેમાં 3 કરોડ 50 લાખ જેટલું એજન્ટોને કમિશન અપાયું.. 1.5 કરોડ જેટલા ગો શાળા સંચાલકોને અપાયા.. 2.5 કરોડના ઇનામો અને આયોજન પાછળ ખર્ચ કરાયા હોવાનો અંદાજ છે.. 6 કરોડ 46 લાખ જેટલા અશોક માળી, ભાજપના આગેવાન ફોજાજી રાજપૂત અને તેમની 135 લોકોની ટીમ કમાઈ... આ ડ્રોમાં અશોક માળી અને વાલેર ગામના સંત સુખદેવપુરીનું એક રેકોર્ડિંગ પણ વાયરલ થયું જેમાં અશોક માળી પાસે સુખદેવ પુરી ટ્રસ્ટમાં પૈસા નાખવાની જગ્યાએ રોકડા પૈસા માગી રહ્યા છે ... આ બાબતે કોઈ પૂછપરછ ના કરે તે માટે એક વકીલને પણ નિમણૂક કરવામાં આવી અને જો આ ડ્રો બાબતે કોઈ સોશિયલ મીડિયામાં લખે તો વકીલ દ્વારા તેને નોટિસ ફટકારવામાં આવતી હતી અને કોર્ટમાં લઈ જવાની ધમકી પણ આપવામાં આવતી હતી. 

આજ દિન સુધી વાલેર ગામમાં થયેલ ડ્રો બાબતે અનેક અરજીઓ થઈ પરંતુ હજુ સુધી પોલીસ ફરિયાદ દાખલ નથી થઈ ..તો ત્રીજો ડ્રો ડીસા તાલુકાના રામપુરા દામાં ગામે શ્રી સિદ્ધ સંતશ્રી રામપુરિજિ ગો શાળા સેવા ટ્રસ્ટ દ્વારા 23/11/24 ના રોજ થયો.. જેમા રામપુરા મઠના રૂપપુરિ મહારાજ અને ગુજરાતી કલાકાર્ કાજલ મહેરિયા હાજર રહ્યા.. ડ્રો માં 399 રૂપિયાની કુપન્ રાખવામાં આવી હતી એક કુપન વહેંચવા પર એજેન્ટને 100 રુપિયા કમિશન હતું.. જેમા એક કુપનની કિંમત 399 રૂપિયા હતી.. સૂત્રોનુ માનીએ તો આ ડ્રોમાં 2.50 લાખ જેટલી કુપનો વહેંચવામાં આવી.. આ કુપનોની કિંમત 9 કરોડ 97 લાખ 50 હજાર જેટલી થાય.જેમાં 2 કરોડ 50 લાખ જેટલું એજન્ટોને કમિશન અપાયું..1.5 કરોડ જેટલા ગો શાળા સંચાલકોને અપાયા.. 2.5 કરોડના ઇનમો અને આયોજન પાછળ ખર્ચ કરાયા હોવાનો અંદાજ છે..તો 6 કરોડ 46 લાખ જેટલા અશોક માળી, ભાજપના આગેવાન ફોજાજી રાજપૂત અને તેમની 135 લોકોની ટીમેં કમાણી કરી હોવાનો અંદાજ છે..ચોથો ડ્રો અશોક માળી 8 ફેબ્રુઆરીના રોજ તેના ગામમાં જ યોજવાનો છે .. જેની તૈયારીઓ ચાલી રહી છે... એક તરફ અશોક માળી ફરાર છે પોલીસ તેને શોધી રહી છે તો બીજી તરફ અશોક માળીના સાગરીતો તેની જે ગામની અંદર ઓફિસ ખોલીને ડ્રોની કુપન વેચી રહ્યા છે.. પોલીસ અને વહીવટી તંત્રને ચેલેન્જ આપી રહ્યા છે.. જે ઓફિસ પર ડ્રો ના સ્ટીકરો અને મોટા મોટા બેનરો મારવામાં આવ્યા હતા તે ઓફિસ પર અત્યારે તો મંડપ અને વાસણ તેમજ જનરલ સ્ટોસના બોર્ડ મારવામાં આવ્યા છે...

ડેડુવા ગામમા આવેલ સુમારપુરી ગૌશાળા છ મહિના અગાઉ પ્રથમ ડ્રો થયો હતો.. આ ડ્રો મામલે થરાદ dysp એસ એમ વરોતરીયા દ્વારા અશોક માળી અને તેના સાગરીતો સામે ફરિયાદ દાખલ કરી તપાસ હાથ ધરી છે..ગૌશાળાના સંચાલક ભાવાભાઇ માળી સામે આવ્યા હતા દાવો કર્યો હતો કે ડ્રો માં માત્ર 90 હજાર કુપનો વેચાઈ હતી અને ખર્ચો કાઢતા ગાયો માટે 35 લાખનો ફંડ બચ્યો હતો.. જ્યારે ડેંડુવા ગામના ગ્રામજનોએ આક્ષેપ કર્યો હતો કે ડ્રોમાં ફ્રોડ થયું છે તપાસ થવી જોઈએ.

અશોક માળી અને તેના સાગરીતો દ્વારા જે ડ્રો કરવામાં આવ્યા તે મામલે અનેક અરજીઓ બનાસકાંઠા ચેરીટેબલ કમિશનરને કરવામાં આવી પરંતુ ચેરીટેબલ કમિશ્નર દ્વારા હજી સુધી કોઈ કાર્યવાહિ કરવામાં ન આવતા લોકોમાં રોષ નો માહોલ છે.. મોરથલ ગામની અંદર અશોક માળી અને તેના સાગરીતો દ્વારા આઠ ફેબ્રુઆરી 2025 ના રોજ ચોથો ડ્રો યોજવાના છે જેની ઓફલાઈન અને ઓનલાઇન ટીકીટો મળી રહી છે .. પોલીસ અને વહીવટી તંત્ર દ્વારા તપાસ કરવામાં આવે તો બનાસકાંઠા જિલ્લામાં 20 થી પણ વધુ ડ્રો થયા છે અને હજી 15થી પણ વધુ ડ્રો થવાના છે.. આ તમામ ડ્રો ની રકમ ની તપાસ થાય તો બીજેડ ગ્રુપ કરતા પણ મોટું કોભાંડ સામે આવી શકે છે.. ડ્રો કિંગ ગણાતા અશોક માળી ફરાર છે પરંતુ તેના સાગરીતો અને એજન્ટો આજે પણ ઓનલાઇન અને ઓફલાઈન ટિકિટો વેચી રહ્યા છે..તો આવા ડ્રોને લઈને જાગૃત નાગરિકે બનાસકાંઠા એસપી અને કલેક્ટરને રજુઆત કરતા ખુદ થરાદ ડીવાયએસપી ફરિયાદી બનીને બે ડ્રોના 7 સંચાલકો સામે ફરિયાદ નોંધીને તપાસ શરૂ કરી છે તો બીજી તરફ ડ્રોના સંચાલકો ભૂગર્ભમાં ઉતરી ગયા છે પણ તેમના એજન્ટો ઓફલાઈન અને ઓનલાઈન ટિકિટો વેચીને લોકોને ઠગી રહ્યા છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news