ઝી બ્યુરો/પાટણ: આજકાલ રાજ્યમાં ગુનાઓનું પ્રમાણ વધી રહ્યું છે, તેવામાં રાજ્યમાં વધુ એક ઘટનાએ અરેરાટી વ્યાપી દીધી છે. રાધનપુર શહેરમાં એક દુર્ભાગ્યપૂર્ણ ઘટના સર્જાઈ છે, જેના કારણે લગ્નનો પ્રસંગ માતમમાં ફેરવાયો છે. જેના લગ્ન હતા એવા વિપુલ ઠાકોરની રાધનપુરમાં ધોળા દિવસે જાહેરમાં કરપીણ હત્યા કરી નાંખવામાં આવી છે. સમીના અમરાપુરના રહેવાસી વિપુલ ઠાકોરની છરીના ઘા ઝીકી હત્યા કરી દેવામાં આવી છે. ધોળા દિવસે હત્યા થતા ઘટના સ્થળે લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા. હાલ પોલીસે યુવકની લાશને પીએમ અર્થે રાઘનપુર રેફરલ હોસ્પિટલ ખસેડી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આખરે કિંજલ બધાને રડાવતી ગઈ!, નર્સ બનીને સેવા કરવાનું સ્વપ્ન મર્યા પછી પણ સાકાર કર્યુ


આ ઘટનાની મળતી માહિતી પ્રમાણે, રાધનપુર શહેરમાં સમીના અમરાપુર ગામના રહેવાસી વિપુલ ઠાકોરની છરીના ઘા ઝીંકીને હત્યા કરવામાં આવી છે. રાધનપુર શહેરમાં જાહેરમાં હત્યા નીપજાવતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. આવતીકાલે (રવિવાર) વિપુલ ઠાકોરના લગ્ન હતા, જેથી રાધનપુરમાં લગ્નની ખરીદી કરવા માટે આવ્યો હતો ત્યારે આ દુર્ભાગ્યવશ ઘટના બની હતી.


'હમારી છોરીઓ છોરો સે કમ નહીં હે',દુબઈમાં સુરતની દીકરીનો ગોલ્ડ જીત્યો,પરિવાર ભાવવિભોર


ધોળા દિવસે હત્યા કરતા લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા. સ્થાનિક પોલીસને આ ઘટનાની જાણ થતા જ ઘટનાસ્થળે પહોંચી હતી અને તપાસ હાથ ધરી હતી. આ ઉપરાંત મૃતક વિપુલ ઠાકોરના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે રેફરલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. મહત્ત્વનું છે કે, કયા કારણોસર હત્યા કરવામાં આવી તે જાણી શકાયું નથી. લગ્નનો અવસર હવે માતમમાં ફેરવાઈ ગયો છે. મૃતક યુવકના પરિવારે ભારે આક્રંદ મચાવ્યું હતું.