Ahmedabad News : આજે અમદાવાદમાં મુલાકાત દરમિયાન રાહુલ ગાંધીએ ભાજપ પર આકરા પ્રહાર કર્યા હતા. તો રાહુલ ગાંધીએ નરેન્દ્ર મોદી પર પણ શાબ્દિક નિશાન તાક્યું હતું. રાહુલ ગાંધીનો આ ગુજરાત પ્રવાસ ભાજપ માટે પડકાર રૂપ બની રહ્યો. ત્યારે રાહુલ ગાંધીએ ગુજરાત કોંગ્રેસમાં રહેલી ખામીઓને પણ જાહેરમાં વ્યક્ત કરી હતી. ગુજરાતમાં પગ મૂકતાં જ રાહુલે કોંગ્રેસને આ હિન્ટ આપી હતી. જેને પગલે હવે ગુજરાત કોંગ્રેસમાં આગામી સમયમાં ધરમૂળથી ફેરફારો આવે તો નવાઈ નહિ. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રાહુલ ગાઁધીએ ગુજરાત કોંગ્રેસની મોટી ખામી ગણાવી
રાહુલ ગાંધીએ કહ્યું કે, કોંગ્રેસ ગુજરાતમાં જીતશે, અને ગુજરાતથી જ નવી પાર્ટી બનશે. કોંગ્રેસ પાર્ટીના સૌથી મોટા નેતા, જેઓએ અમને માર્ગદર્શન આપ્યું હતું. ગુજરાતના નેતા મહાત્મા ગાંધીએ દેશને કહ્યું હતું કે, ડરો નહિ અને ડરાવો નહિ. આજે કોંગ્રેસ પાર્ટીના વિચાર ગુજરાતથી આવ્યા હતા. હવે અમે તેમને સબક શીખવાડીશું, જેમ તેમણે અમારી ઓફિસ તોડી, તેમ અમે તેમની સરકારને તોડીશું. આ સાથે જ મારી એક ફરિયાદ પણ છે. ગુજરાત કોંગ્રેસમાં કોઈ કમી નથી તેવુ પણ ન કહી શકાય. એક કાર્યકર્તાએ મને કહ્યું કે, રાહુલજી, કોંગ્રેસમાં એક તકલીફ એવી છે કે, બે પ્રકારના ઘોડા હોય છે, એક રેસનો અને બીજો લગ્નનો હોય છે. ક્યારેક કોંગ્રેસ લગ્નના ઘોડાને રેસમાં અને રેસના ઘોડાને લગ્નમાં દોડાવે છે. કાર્યકર્તાએ મને કહ્યું કે, આ તમે બંધ કરાવો. હવે આ ગુજરાતમાં કરવાનું છે. રેસના ઘોડાને રેસમાં દોડાવીશું, અને લગ્નના ઘોડાના લગ્નના બારાતમાં નચાવીશું. આ કામ હવે ગંભીરતાથી કરવાનું છે. 


રાહુલ ગાંધીનું મોટું નિવેદન : તેમણે અમારી ઓફિસ તોડી, તેમ અમે તેમની સરકારને તોડીશું



આમ, રાહુલ ગાંધીએ ગુજરાતની જીતનો ટાર્ગેટ સેટ કરી લીધો છે. સંસદમાં અને આજે અમદાવાદની મુલાકાતમાં તેમણે સતત બીજીવાર ગુજરાતમાં જીતનો ભાજપને પડકાર ફેંક્યો છે. ત્યારે આ પડકારને પહોંચી વળવા માટે ગુજરાત કોંગ્રેસમાં ચેન્જ લાવવો જરૂરી છે. ત્યારે જાહેર મંચ પર કહ્યા બાદ હવે ગુજરાત કોંગ્રેસમાં જલ્દી જ મોટા ફેરફારો આવશે. 


રાહુલ ગાંધીએ ગુજરાતની વિવિધ ઘટનાના પીડિત પરિવારો સાથે મુલાકાત કરી હતી. તેઓ રાજકોટ અગ્નિકાંડ, વડોદરા બોટકાંડ, મોરબી બ્રિજકાંડ અને સુરત તક્ષશિલા કાંડના પીડિતોને મળ્યા હતા. જેલમાં બંધ કોંગ્રેસના કાર્યકર્તાઓના પરિવારને રાહુલ ગાંધી મળ્યા હતા. પાર્ટી સતત તેમની સાથે હોવાની રાહુલ ગાંધીએ ખાતરી આપી હતી. તેમણે પરિવારને ડર્યા વિના સામનો કરવા આહવાન કર્યુ હતું. પોતે અને પાર્ટી સતત તેમની સાથે હોવાની ખાતરી આપી હતી. સાથે જ પરિવારજનોએ રાહુલ ગાંધીનો આભાર માન્યો હતો. પરિવાર જનો સાથે રાહુલ ગાંધીએ ગ્રુપ ફોટો લીધો હતા. આ ઉપરાંત રાહુલ ગાંધીએ કોંગ્રેસ કાર્યાલય ખાતે રાજીવ ગાંધીની પ્રતિમાએ પુષ્પાંજલિ કરી હતી. 


એવી તો શું ઉતાવળ હતી પોલીસ! કોંગ્રેસના કાર્યકર્તાઓને સમય પહેલા કોર્ટમાં રજૂ કરાયા