રાહુલ ગાંધીનું મોટું નિવેદન : તેમણે અમારી ઓફિસ તોડી, તેમ અમે તેમની સરકારને તોડીશું

Rahul Gandhi Gujarat Visit : અમદાવાદ કોંગ્રેસ કાર્યાલયે કાર્યકર્તાઓને રાહુલ ગાંધીએ કર્યું સંબોધન...અયોધ્યામાં ભાજપના નેતાની હાર પર રાહુલે કર્યા પ્રહાર...કહ્યું, ભાજપે ચૂંટણીમાં રામનું નામ વટાવ્યું છતાં અયોધ્યામાં મળી હાર....
 

રાહુલ ગાંધીનું મોટું નિવેદન : તેમણે અમારી ઓફિસ તોડી, તેમ અમે તેમની સરકારને તોડીશું

Ahmedabad News : વિપક્ષના નેતા રાહુલ ગાંધી ગુજરાત આવી પહોંચ્યા છે. કોંગ્રેસના નેતાઓ અને કાર્યકર્તાઓનું ભવ્ય સ્વાગત કરાયું હતું. જેના બાદ કોંગ્રેસ કાર્યાલય પર રાહુલ ગાંધીએ પોતાના સંબોધનમાં ભાજપને અયોધ્યામાં હાર, કોંગ્રેસ કાર્યાલય પર હુમલો તથા વિવિધ મોરચે ઘેરીને શાબ્દિક પ્રહારો કર્યા હતા.

રાહુલ ગાંધીએ અયોધ્યામાં ભાજપની હાર વિશે કહ્યું કે, અયોધ્યાથી જીતેલા અમારા સાંસદે મને કહ્યું હતું કે 6 મહિના પહેલા મને ખબર પડી હતી કે હું અયોધ્યાથી લડીશ. બાદમાં ખબર પડી કે હું અહીથી જીતી પણ જઈશ. હું અયોધ્યામાં લોકો સાથે વાત કરતો હતો, ત્યારે તેઓ એક જ વાત કરતા. અયોધ્યામાં મંદિર બનાવવા માટે લોકો પાસેથી જમીન લેવાઈ. લોકોની દુકાન, ઘર તોડાઈ. આજ સુધી આ લોકોને વળતર ન મળ્યું. અયોધ્યાના ઈન્ટરનેશનલ એરપોર્ટ માટે ખેડૂતોની જમીન ગઈ, તેમને પણ વળતર ન મળ્યુ. અયોધ્યાની જનતામાં ભારે આક્રોશ છે. રામ મંદિરના ઈનોગ્રેશનમાં અયોધ્યાની એક પણ વ્યક્તિ ન હતી. જે ચળવળ અડવાણીજીએ ચાલુ કરી હતી, અયોધ્યા તેનું સેન્ટર હતું, આ ચળવળને ઈન્ડિયા ગઠબંધને હરાવ્યું છે. કોંગ્રેસના કાર્યકર્તાઓએ બબ્બર શેરની જેમ અમારી સાથે ત્યાં ઉભા હતા. 

કોંગ્રેસની આત્મા ગુજરાતમાં લડશે ગુજરાતમાં ભાજપને હરાવશે
વારાણસીમાં મોદીની જીત પર રાહુલ ગાંધીએ સવાલો કર્યા હતા. તેમણે કહ્યું કે, ત્રણ વાર સર્વે થયો હતો મોદી વારાણસીથી નહી અયોધ્યામાં લડવા ઇચ્છતા હતા, પણ સર્વેયરે મોદીને અયોધ્યા લડવાની ના પાડી. અહી તેમની હાર નિશ્વિત હોવાથી લડવાની ના પાડી માટે તે વારાણસીથી લડ્યા હતા. તેઓ રાજકીય જીવ બચાવીને અયોધ્યાથી ભાગ્યા હતા. જો અયોધ્યાથી લડ્યા હોત તો તેમની રાજકીય કારકિર્દી સમાપ્ત થઇ જાત. કોંગ્રેસની આત્મા ગુજરાતમાં લડશે ગુજરાતમાં ભાજપને હરાવશે. કોંગ્રેસના બબ્બર શેર ટાઇગર કાર્યકર્તા અને નેતાઓ ભાજપને હરાવશે. ચૂંટણી પહેલાં કોઇએ વિચાર્યું હતું કે અયોધ્યામાં ભાજપ હારશે? જેમ અયોધ્યામાં હાર્યા એમ ગુજરાતમાં પણ તેઓ હારશે. જો ગુજરાતની જનતા ડર્યા વિના અડી ગઇ તે ભાજપ હારશે. કોંગ્રેસ પાર્ટીમાં દિલથી વાત કરવામાં આવે છે. અહીં સામાન્ય કાર્યકર્તા પણ મારી ભુલ વિશે મને કહી શકે છે.

તેમણે અમારી ઓફિસ પર આક્રમણ કર્યું. અમારી ઓફિસ તોડીને ધમકાવીને અમને ચેલેન્જ આપી છે. હવે અમે તેમને ગુજરાતમાં હરાવવા જઈ રહ્યાં છે. અયોધ્યાની જેમ ગુજરાતમાં ભાજપને હરાવીશું. 

રાહુલ ગાઁધીએ ગુજરાત કોંગ્રેસની ખામી બતાવી
રાહુલ ગાંધીએ કહ્યું કે, કોંગ્રેસ ગુજરાતમાં જીતશે, અને ગુજરાતથી જ નવી પાર્ટી બનશે. કોંગ્રેસ પાર્ટીના સૌથી મોટા નેતા, જેઓએ અમને માર્ગદર્શન આપ્યું હતું. ગુજરાતના નેતા મહાત્મા ગાંધીએ દેશને કહ્યું હતું કે, ડરો નહિ અને ડરાવો નહિ. આજે કોંગ્રેસ પાર્ટીના વિચાર ગુજરાતથી આવ્યા હતા. હવે અમે તેમને સબક શીખવાડીશું, જેમ તેમણે અમારી ઓફિસ તોડી, તેમ અમે તેમની સરકારને તોડીશું. આ સાથે જ મારી એક ફરિયાદ પણ છે. ગુજરાત કોંગ્રેસમાં કોઈ કમી નથી તેવુ પણ ન કહી શકાય. એક કાર્યકર્તાએ મને કહ્યું કે, રાહુલજી, કોંગ્રેસમાં એક તકલીફ એવી છે કે, બે પ્રકારના ઘોડા હોય છે, એક રેસનો અને બીજો લગ્નનો હોય છે. ક્યારેક કોંગ્રેસ લગ્નના ઘોડાને રેસમાં અને રેસના ઘોડાને લગ્નમાં દોડાવે છે. કાર્યકર્તાએ મને કહ્યું કે, આ તમે બંધ કરાવો. હવે આ ગુજરાતમાં કરવાનું છે. રેસના ઘોડાને રેસમાં દોડાવીશું, અને લગ્નના ઘોડાના લગ્નના બારાતમાં નચાવીશું. આ કામ હવે ગંભીરતાથી કરવાનું છે. ગુજરાતના સીનિયર નેતાઓએ મને કહ્યું કે, ગુજરાતમાં આપણને 40 સીટ મળશે, મેં કહ્યું કે 40 નહિ પણ આપણે ચૂંટણી જીતીશું. માત્ર 16 સીટથી અમે હાર્યા છીએ. 3 વર્ષમાં અમે ફિનીશ લાઈન સુધી પહોંચ્યા હતા, ત્રણ વર્ષમાં  આપણે આગળી નીકળી જશું. તમે લાઠી ખાધી, માર ખાધો હવે બહુ થયું. નફરતથી નહિ, પરંતું પ્રેમથી તેમને હરાવીશું. નરેન્દ્ર મોદીના વિઝનનો ગુબ્બારો ફૂટી ગયો છે. 

નરેન્દ્ર મોદીના નોન બાયોલાજીકલનો મુદ્દો રાહુલ ગાંધીએ પોતાના સંબોધનમાં ઉઠાવ્યો હતો. તેમણે કહ્યું કે, ગુજરાતની જનતા બાયોલોજીકલ, જનતા બાયોલોજીકલ ખેડૂત અને ગરીબ બાયોલોજીકલ અને મોદી નોન બાયોલોજીકલ છે. જે વ્યક્તિ પોતાને નોન બાયોલોજીકલ અને દેશની જનતાને બાયોલોજીકલ ગણશે એ કઇ રીતે લોકોને સમજી શકશે. નોન બાયોલોજીકલ વ્યક્તિ કઇ રીતે ગુજરાતને આગળ લઇ જશે. લોકસભાની ચુટંણી જેવો જ મેની ફેસ્ટો ગુજરાત માટે બનશે. જરાતને વિઝન આપીશું અને દમ લગાડીને લડીશું.

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news