અમદાવાદ :દારૂ અને ડ્રગ્સની બદીએ ગુજરાતને બદનામ કરી દીધું છે. ગુજરાતમાં હવે દારૂ-ડ્રગ્સનુ હબ બની ગયું છે. જેને કારણે હવે ગુજરાત વિરોધ પક્ષના નિશાના પર આવી ગયું છે. વિપક્ષોના નિશાન પર ગુજરાત આવ્યુ છે. કોંગ્રેસના રાહુલ ગાંધી ગુજરાતમાં છેલ્લા મહિનાથી પકડાઈ રહેલા ડ્રગ્સ મુદ્દે ભાજપ સરકારને નિશાન બનાવી રહ્યાં છે. ત્યારે કેમિકલ કાંડ બાદ ફરીથી આ વિવાદ ઉઠ્યો છે. રાહુલ ગાંધીએ સવાલ કર્યો છે કે, ડબલ એન્જિન સરકારમાં કોણ લોકો છે, જે રાજ્યમાં ડ્રગ્સ માફિયા અને દારૂ માફિયાને પનાહ આપી રહ્યું છે. તેમણે એમ પણ કહ્યુ કે, ગુજરાતમાં કાયદા વ્યવસ્થા છે કે પછી માફિયા સરકાર છે. આ મુદ્દે હવે પ્રિયંકા ગાંધીએ પણ સવાલો કર્યાં છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રાહુલ ગાંધીએ ટ્વિટ કરી કે, ગુજરાતના મુન્દ્ર પોર્ટ પર ગત વર્ષે 21 સપ્ટેમ્બરના રોજ 21 હજાર કરોડ રૂપિયાનું 3000 કિલોનું ડ્રગ્સ જપ્ત કર્યુ હતું. ગત 22 મેના રોજ 500 કરોડ રૂપિયાનું 56 કિલો અને 22 જુલાઈના રોજ 375 કરોડ રૂપિયાનું 75 કિલો ડ્રગ્સ જપ્ત કર્યુ હતું. 


આ પણ વાંચો : ડરામણું સત્ય : દવાના પેકેજિંગમાં રહેલુ પ્લાસ્ટિક તેમાં ભળે તો દવા બની શકે છે ઝેર


પગાર આવવાના દિવસે જ વધી ગયા સિંગતેલના ભાવ, ગૃહિણીની બજેટની ચિંતા વધી


ઉલ્લેખનીય છે કે, એટીએસની ટીમે ગુજરાતમાં ગત મહિને કચ્છ જિલ્લાના મુન્દ્રા પોર્ટની પાસે એક કન્ટેનરમાંથી લગભગ 75.3 કિલો હેરોઈન જપ્ત કરાયુ હતું, જેની કિંમત 376.5 કરોડ રૂપિયા હોવાનુ અનુમાન છે. ડીઆરઆઈએ ગત વર્ષે સપ્ટેમ્બરમાં મુન્દ્રા પોર્ટ પર બે કન્ટેનરમાંથી લગભગ 3000 કિલો હેરોઈન જપ્ત કર્યુ હતુ. જે અફધાનિસ્તાનથી આવ્યુ હતું અને આંતરરાષ્ટ્રીય માર્કેટમાં તેની કિંમત લગભગ 21 હજાર કરોડ હોવાનું કહેવાય છે.