ADC બેંક માનહાનિ કેસમાં રાહુલ ગાંધીને 15 હજારના બોન્ડ પર મળ્યા જામીન, અમિત ચાવડા જામીનદાર
સમર્થકોના ટોળા વચ્ચે રાહુલ ગાંધી અમદાવાદની ઘી કાંટા મેટ્રો કોર્ટમાં પહોંચ્યા છે. જ્યાં મોટી સંખ્યામાં સમર્થકોના ટોળા કોર્ટની બહાર તેમના સમર્થનમાં આવ્યા છે. અમદાવાદમાં પહોંચ્ઠેયા બાદ ઠેર ઠેર કોંગ્રેસના કાર્યકર્તાઓ દ્વારા રાહુલ ગાંધીનું સ્વાગત કરાયું હતું. તેમની કાર પર પુષ્પવર્ષા કરાઈ હતી. હાલ કોર્ટના છઠ્ઠા માળે સુનવણી શરૂ થઈ ગઈ છે. જેમાં તેમને સવાલ-જવાબ પૂછવામાં આવ્યા હતા. રૂપિયા 15 હજારના બોન્ડ પર રાહુલ ગાંધીના જામીન મંજૂર કરવામાં આવ્યા છે.
અમદાવાદ :એડીસી બેંકના માનહાનિ કેસ મામલે આજે રાહુલ ગાંધી ઘીકાંટાની મેટ્રો કોર્ટમાં હાજર થયા હતા. આ કેસ મામલે તેમને સમન્સ પાઠવવામાં આવ્યું હતું, ત્યારે ઘીકાંટા મેટ્રો કોર્ટમાં મેજિસ્ટ્રેટ એમ.બી.મુનશી સામે તેમની જુબાની લેવામાં આવી હતી. કોર્ટ કાર્યવાહીને અંતે રાહુલ ગાંધીએ જામીન માટે અરજી કરી હતી. જેને જજે મંજૂરી કરી હતી. 15 હજારના બોન્ડમાં અમિત ચાવડા તેમના જામીનદાર બન્યા હતા. કોર્ટની બહાર મોટી સંખ્યામાં કોગ્રેસના સમર્થકો હાજર રહ્યા છે. જામીન મળ્યાના સમાચાર બાદ કોંગ્રેસના કાર્યકર્તાઓએ કોર્ટ પરિસરમાં ‘રાહુલ ગાંધી જિંદાબાદ’ના નારા લગાવ્યા.
આગામી મુદતમાં હાજર રહેવા પર મુક્તિ મળી
કોર્ટ બહાર રાહુલ ગાંધીના વકીલે કહ્યું કે, આ કેસમાં જામીન લેવાની જરૂર પડતી નથી, પણ ફરિયાદી પક્ષ દ્વારા તેનો આગ્રહ રાખવામાં આવ્યો હતો. આગળ વધુ મુશ્કેલી ન સર્જાય તેથી અમે જામીન મેળવ્યા હતા. હવે આગામી મુદતમાં કોર્ટમાં રાહુલ ગાંધીને હાજર નહિ રહેવુ પડે. રાહુલ ગાંધીને હાજર રહેવા પર કોર્ટે મુક્તિ આપી.
રાહુલ ગાંધીના લાઈવ અપડેટ્સ :
-
4.00 કલાકે રાહુલ ગાંધી કોર્ટ રૂમમાં બહાર નીકળ્યા હતા. જ્યાં કોંગ્રેસના કાર્યકર્તાઓએ કોર્ટ પરિસરમાં ‘રાહુલ ગાંધી જિંદાબાદ’ના નારા લગાવ્યા.
-
રાહુલ ગાંધીએ જામીન માટે અરજી કરી. ત્યારે 15,000 રૂપિયા બોન્ડ પર રાહુલ ગાંધીના જામીન મંજૂર થયા. અમિત ચાવડા જામીનદાર બન્યા. ત્યારે આ કેસ મામલે વધુ સુનવણી 7 સપ્ટેમ્બરના રોજ હાથ ધરાશે.
-
રાહુલ ગાંધીના વકીલે કોર્ટમા નિવેદન આપ્યું કે, સમન્સ ઇસ્યુ કરાયું છે એટલે રાહુલ ગાંધી કોર્ટમાં હાજર રહ્યા છે. જામીન લેવાની કોઈ જરૂર નથી. જ્યારે કાઉન્ટર રજુઆતમાં એડીસીના વકીલે કહ્યું કે, જામીન માટે રજુઆત કરવી પડે, ભલે પછી જે પણ નિર્ણય કોર્ટ લે.
- કોર્ટે રાહુલ ગાંધીને બીજા સવાલમાં પૂછ્યું કે શું તમને ગુનો કબૂલ છે? રાહુલ ગાંધીએ કહ્યું કે, મારા પર લગાવેલા તમામ આરોપોમાં હુ નિર્દોષ છું.
- અહેમદ પટેલ, પરેશ ધાનાણી, અમિત ચાવડા, સિદ્ધાર્થ પટેલ, શક્તિસિંહ ગોહિલ, હાર્દિક પટેલ જેવા તમામ કોંગ્રેસી દિગ્ગજ નેતા રાહુલ સાથે કોર્ટ રૂમમાં પહોંચ્યા.
સુરતમાં કામદારના મોત બાદ પોલીસ-લોકો વચ્ચે ઘર્ષણ, ટિયર ગેસના સેલ છોડ્યા
અમિત ચાવડા, રાજીવ સાતવ, સિદ્ધાર્થ પટેલ સહિતના દિગ્ગજ કોંગ્રેસી નેતાઓ રાહુલ ગાંધીને આવકારવા એરપોર્ટ પહોંચ્યા છે. કોંગ્રેસના કાર્યકરો મોટી સંખ્યામાં એરપોર્ટ સર્કલ ખાતે પહોંચ્યા છે, જ્યાં રાહુલ ગાંધીનું ભવ્ય સ્વાગત કરાશે. રાહુલ ગાંધીનો ઠેર ઠેર સ્વાગત કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. યૂથ કોંગ્રેસના કાર્યકરો મોટી સંખ્યામાં ડફનાળા ખાતે હાજર રહ્યાં. તેઓ કોંગ્રેસના ફ્લેગ સાથે રાહુલ ગાંધીનું અભિવાદન કરશે.
Photos : 9 પાસ ગુજરાતી યુવકે બનાવ્યું એવું બાઈક ટ્રેક્ટર, જેનાથી ખેતીનો ખર્ચો સીધો 90% ઘટ્યો
કોર્ટ બહાર વકીલો અને પોલીસ વચ્ચે ઘર્ષણ
થોડીવારમાં રાહુલ ગાંધી અમદાવાદ એરપોર્ટ પહોંચશે. તેઓ બપોરે 3 કલાકે ઘી કાંટા મેટ્રો કોર્ટમાં હાજરી આપવાના છે, ત્યારે કોર્ટની બહાર પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ખડકી દેવામાં આવ્યો છે. ટ્રાફિક પોલીસ દ્વારા વાહન ટોઈંગ કરતાં કોર્ટ પરિસરમાં વકીલો અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયું હતું.
ઉલ્લેખનીય છે કે, બપોરે અઢી વાગ્યે મેજિસ્ટ્રેટ એસ.કે. ગઢવીની કોર્ટમાં તેમનું નિવેદન લેવાશે. ઉલ્લેખનીય છે કે કોર્ટે એડીસી બેંકના ચેરમેન દ્વારા દાખલ કરવામાં આવેલી ફરિયાદની તપાસ બાદ પ્રથમ દ્રષ્ટિએ બદનક્ષી સાબિત થતી હોવાથી રાહુલને કોર્ટમાં હાજર થવા સમન્સ પાઠવ્યું હતું.
સમગ્ર ગુજરાતના લેટેસ્ટ સમાચાર, જુઓ LIVE TV :