અમદાવાદ : ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ વાઈબ્રન્ટ ગુજરાત સમિટની નિંદા કરવા પર કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીને આડે હાથ લેતા તેમને બેશરમ અને જુઠ્ઠા ગણાવ્યા. તેમણે કહ્યું કે, રાજ્યને વિફળ જોવા માટે તેઓ આતુર છે. રૂપાણીએ કહ્યું કે, ગુજરાતના લોકો ગાંધીના રાજ્ય પ્રતિ નફરતને ઓળખી ગયા છે અને તેઓ સતત કોંગ્રેસને નકારી રહ્યા છે અને આગળ પણ નકારતા રહેશે. રાહુલ ગાંધીએ રવિવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર નિશાન સાધતા દાવો કર્યો હતો કે, 2019 વાઈબ્રન્ટ ગુજરાત શિખર સંમેલનના આયોજકો હવે વડાપ્રધાનની અધ્યક્ષતાવાળા આ કાર્યક્રમ સાથે જોડાવા માંગતા નથી. રાહુલ ગાંધી પર વિજય રૂપાણીનું આ પ્રકારનું નિવેદન આવ્યા બાદ માનવામાં આવે છે કે, કોંગ્રેસ તરફથી પણ પલટવાર થઈ શકે છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


તેમણે કહ્યું હતું કે, વાઈબ્રન્ટ ગુજરાત સમિટ 2019થી નારાજ આયોજકો હવે એનઓએમઓની અધ્યક્ષતાવાળા કાર્યક્રમ સાથે જોડાઈને રહેવા માંગતા નથી. તેઓ મંચ છોડીને જતા રહ્યા છે, જેમ કે તેમને પસંદ છે...ખાલી. કોંગ્રેસ પ્રમુખે મીડિયામાં આવી રહેલા સમાચારના અહેવાલથી સમિટ પર નિશાન સાધ્યુ છે. ગુજરાતમાં ઈન્વેસ્ટમેન્ટને પ્રોત્સાહન આપવા માટે વાઈબ્રન્ટ ગુજરાત સમિટની શરૂઆત વડાપ્રધાન મોદીએ 2003માં કરી હતી. ત્યારે તેઓ રાજ્યના મુખ્યમંત્રી હતા. 


[[{"fid":"197351","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":"RahulGandhi.jpg","field_file_image_title_text[und][0][value]":"RahulGandhi.jpg"},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":"RahulGandhi.jpg","field_file_image_title_text[und][0][value]":"RahulGandhi.jpg"}},"link_text":false,"attributes":{"alt":"RahulGandhi.jpg","title":"RahulGandhi.jpg","class":"media-element file-default","data-delta":"1"}}]]


મીડિયાના કેટલાક ખબરોમાં દાવો કરવામાં આવ્યો હતો કે, બ્રિટનના વાઈબ્રન્ટ ગુજરાત સમિટ 2019 માટે પાર્ટનર બનવાનો ઈન્કાર કર્યો છે. બ્રિટનને સંતોષજનક આર્થિક પરિણામ ન મળવાને કારણે આ કાર્યક્રમથી અલગ રહેવાનો નિર્ણય લીધો છે. ખબર અનુસાર, અમેરિકા બાદ બ્રિટન બીજો મોટો દેશ છે, જેણે આ સંમેલનથી અલગ રહેવાનો નિર્ણય કર્યો છે.


ભચાઉ અકસ્માત : એકસાથે 10 લોકોની અર્થી જોઈને હાજર દરેક વ્યક્તિ રડી પડી...


રાહુલની ટ્વિટ બાદ તેના પર પ્રતિક્રિયા આપતા રૂપાણીએ એક મીડિયા રિપોર્ટની લિંક રજૂ કરતા ટ્વિટ કરી કે, તમે એક બેશરમ જુઠ્ઠા છો રાહુલ ગાંધી. વાઈબ્રન્ટ ગુજરાત સમિટમાં પહેલાથી વધુ દેશો ભાગ લઈ રહ્યા છે. આ રહ્યાં રિપોર્ટસ. મીડિયા રિપોર્ટમાં મુખ્યમંત્રી રુપાણીના હવાલાથી કહેવામાં આવ્યું છે કે, સમિટના પહેલા સંસ્કરણમાં 10 દેશોએ ભાગ લીધો હતો અને 2019માં 16 દેશો ભાગ લઈ રહ્યાં છે.


ભારતના આ ગામમાં ક્યારેય નથી થતી હનુમાનજીની પૂજા, કારણ છે જબરું


અન્ય એક ટ્વિટમાં રૂપાણીએ કહ્યું કે, તમારા ટ્વિટની લહેકો બતાવે છે કે, તમે ગુજરાતને અસફળ જોવા માટે આતુર છો. ગુજરાતી લોકો રાજ્ય પ્રતિ તમારી નફરતને સમજે છે. તેઓએ કોંગ્રેસને સતત નકારી છે અને આગળ પણ નકારતા રહેશે. 


ગુજરાતની પળેપળની અપડેટ્સ મેળવવા માટે અહીં ક્લિક કરો