Rahul Gandhi Net Worth : રાહુલ ગાંધી હંમેશા ગુજરાતી ઉદ્યોગપતિઓના નામનું રટણ કરતા હોય છે. ચૂંટણી પ્રચારમાં પણ તેઓએ ગુજરાતી ઉદ્યોગપતિઓને લઈને આકરા પ્રહારો કર્યાં છે. અંબાણી અને અદાણીનુ નામ લઈને તેઓ ભાજપ પર પ્રહાર કરતા હોય છે. આવામાં એક મોટો ખુલાસો થયો છે. રાહુલ ગાંધી જ્યા ગુજરાતી ઉદ્યોગપતિઓને સંભળાવતા હોય છે, ત્યાં તેઓએ જ ગુજરાતી કંપનીઓમં સૌથી વધુ રોકારણ કર્યુ હોવાનું સામે આવ્યું છે. એફિડેવિટ પ્રમાણે રાહુલ ગાંધીએ શેરબજારમાં રોકાણ કર્યું છે, તેમાં 25 માથી 8 કંપનીઓ ગુજરાતની છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રાહુલ ગાંધીએ કઈ કઈ કંપનીઓમાં રોકાણ કર્યું
એશિયન પેઈન્ટ્સ, દીપક નાઈટ્રેટ, પીડીલાઈટ ઈન્ડસ્ટ્રીઝ, આલ્કલી અમીન કેમિકલ્સ, ફાઈન ઓર્ગેનિક્સ, જીએમએમ ફોડલર, વર્ટોઝ એડવર્ટાઈઝિંગ, વિનાઈલ કેમિકલ્સ 


ચૂંટણીમાં કોણે દગો કર્યો! ભાજપના નેતાઓના બગાવતી સૂરના અવાજ કમલમના કાન સુધી પહોંચ્યા


રાહુલ ગાંધીએ હાલમાં ચૂંટણી પંચમા એફિડેવિટ કરી હતી, જેમાં રાહુલ ગાંધીએ શેરબજારમા કરાયેલા ઈન્વેસ્ટમેન્ટની માહિતી આપી હતી. એફિડેવિટ મુજબ, રાહુલ ગાંધીએ સ્ટોક માર્કેટમાં 25 કંપનીઓમાં રોકાણ કર્યું છે. જેમાંથી 8 કંપનીઓ એવી છે, જે ગુજરાતમાં આવેલી છે. તેમના માલિક પણ ગુજરાતી છે. આ ઉપરાંત રાહુલ ગાંધી પાસે 3.81 કરોડના મ્યુચ્યુઅલ ફંડ પણ છે. 


માહિતી મુજબ, રાહુલ ગાંધીએ શેરબજારમાં કરેલા રોકાણની 10 મે, 2024 પ્રમાણે ઈન્વેસ્ટમેન્ટ વેલ્યૂ 1.28 કરોડ થાય છે. વર્ષ 2021 થી અત્યાર સુધીની ઈન્વેસ્ટમેન્ટ વેલ્યૂ ચકાસતા આ 8 કંપનીઓમાંથી 2 કંપનીઓના રાહુલ ગાંધીને 45 ટકા અને 70 ટકાનુ નુકસાન ગયું છે. જ્યારે બાકીની કંપનીઓમાં 8.41 ટકાથી 208 ટકા નુકસાન ગયું છે. 


સુરતમાં એક જેવી પેટર્નથી બે દિવસમાં છ લોકોના મોત, અચાનક ઢળી પડવાના કિસ્સા વધ્યા


રાહુલ ગાંધીએ આ સિવાય અન્ય કંપનીઓમાં પણ રોકાણ કર્યું છે. જેમાં ઈન્ફોસીસ, બજાજ ફાઈનાન્સ, હિન્દુસ્તાન યુનિલીવર, આઈટીસી, નેસ્લે, આઈસીઆઈસીઆઈ બેંક, ટાઈટન અને ટીસીએસ જેવી કંપનીઓ પણ સામેલ છે.