સુરત બાદ આજે અમદાવાદની મેટ્રો કોર્ટમાં હાજરી આપશે રાહુલ ગાંધી
કોંગ્રેસ (Congress)ના પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધી આજે અમદાવાદ (Ahmedabad)ની મેટ્રો કોર્ટમાં હાજરી આપશે. ભાજપ (BJP)ના તત્કાલીન રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ (Amit Shah)ને હત્યા કેસના આરોપી કહેવા બદલ રાહુલ ગાંધી (Rahul Gandhi) વિરુદ્ધ મેટ્રો કોર્ટમાં ભાજપના કોર્પોરેટર કૃષ્ણવદન બ્રહ્મભટ્ટે મેટ્રો કોર્ટમાં રાહુલ ગાંધી સામે બદનક્ષીની ફરિયાદ કરી હતી. મેટ્રો કોર્ટ નંબર-16માં રાહુલ ગાંધી વિરુદ્ધ ક્રિમિનલ બદનક્ષીની થયેલી ફરિયાદ અંતર્ગત કોર્ટે ફરિયાદીનું વેરિફિકેશન કરી રાહુલ ગાંધીને સમન્સ ઈશ્યુ કરી 9 ઓગસ્ટે સુનવણી રાખી હતી. જોકે રાહુલ ગાંધીના એડવોકેટે રજૂઆત કરી હતી કે, રાહુલ ગાંધી કોંગ્રેસની એક્ઝિક્યુટિવની મીટિંગમાં વ્યસ્ત હોવાથી હાજર રહી શક્યા નથી. તેઓ 10 ઓક્ટોબરના રોજ સુરત (Surat)ની કોર્ટમાં હાજર રહેવાના હતા. તેથી તેમના વકીલે 11 ઓક્ટોબરની તારીખની માંગ કરી હતી. જે સંદર્ભે આજે રાહુલ ગાંધી અમદાવાદની કોર્ટમાં હાજરી આપશે.
ગૌરવ પટેલ/અમદાવાદ :કોંગ્રેસ (Congress)ના પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધી આજે અમદાવાદ (Ahmedabad)ની મેટ્રો કોર્ટમાં હાજરી આપશે. ભાજપ (BJP)ના તત્કાલીન રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ (Amit Shah)ને હત્યા કેસના આરોપી કહેવા બદલ રાહુલ ગાંધી (Rahul Gandhi) વિરુદ્ધ મેટ્રો કોર્ટમાં ભાજપના કોર્પોરેટર કૃષ્ણવદન બ્રહ્મભટ્ટે મેટ્રો કોર્ટમાં રાહુલ ગાંધી સામે બદનક્ષીની ફરિયાદ કરી હતી. મેટ્રો કોર્ટ નંબર-16માં રાહુલ ગાંધી વિરુદ્ધ ક્રિમિનલ બદનક્ષીની થયેલી ફરિયાદ અંતર્ગત કોર્ટે ફરિયાદીનું વેરિફિકેશન કરી રાહુલ ગાંધીને સમન્સ ઈશ્યુ કરી 9 ઓગસ્ટે સુનવણી રાખી હતી. જોકે રાહુલ ગાંધીના એડવોકેટે રજૂઆત કરી હતી કે, રાહુલ ગાંધી કોંગ્રેસની એક્ઝિક્યુટિવની મીટિંગમાં વ્યસ્ત હોવાથી હાજર રહી શક્યા નથી. તેઓ 10 ઓક્ટોબરના રોજ સુરત (Surat)ની કોર્ટમાં હાજર રહેવાના હતા. તેથી તેમના વકીલે 11 ઓક્ટોબરની તારીખની માંગ કરી હતી. જે સંદર્ભે આજે રાહુલ ગાંધી અમદાવાદની કોર્ટમાં હાજરી આપશે.
રાહુલ ગાંધીનું આજનું શિડ્યુલ
- 11.30 કલાકે અમદાવાદ એરપોર્ટ પહોંચશે
- 11.45 કલાકે તાજ સર્કલ પર સ્વાગત થશે
- 12.00 કલાકે તાજ હોટલમાં પહોંચશે
- 12.30 કલાકે એનેક્ષી પહોંચશે
- 12.30 થી 2 કલાક સુધી પ્રદેશ નેતાઓ, ધારાસભ્યો સાથે બેઠક
- 2.20 કલાકે રૂપાલી સિનેમા પાસે સ્વાગત
- 2.25 લકી હોટલ પાસે સ્વાગત
- 2.30 કલાકે ઝેવિયર્સ સ્કૂલ ખાતે સ્વાગત
- 2.40 કલાકે રામદેવપીર મંદિર પાસે સ્વાગત
- 2.45 કલાકે મેટ્રો કોર્ટમાં હાજરી આપશે
શું હતો કેસ
અમદાવાદના ખાડિયાના કોર્પોરેટર કૃષ્ણવદન બ્રહ્મભટ્ટ દ્વારા એવી ફરિયાદ કરવામાં આવી હતી કે, ગત 23 એપ્રિલે જબલપુર ખાતે રાહુલ ગાંધીએ અમિત શાહ વિરુદ્ધ કેટલાક વાંધાજનક શબ્દોનો પ્રયોગ કર્યો હતો અને અભદ્ર ભાષાનો પણ ઉપયોગ કર્યો હતો. ખાડિયાના કોર્પોરેટરે રાહુલ ગાંધી વિરુદ્ધ આ મામલે બદનક્ષીનો દાવો કરવામાં આવતા તેમને મેટ્રોપોલિટન કોર્ટ દ્વારા સમન્સ પાઠવવામાં આવ્યું છે.
ઉલ્લેખનીય છે કે, આ પહેલા 12 જુલાઇના રોજ રાહુલ ગાંધી એડીસી બેંક માનહાની કેસમાં હાજર રહ્યા હતા. રાહુલ ગાંધીએ જાહેર સભામાં આરોપ મૂક્યો હતો કે, નોટબંધી સમયે એડીસી બેંકમાં કરોડો રૂપિયાની નોટોની ગેરરિતી આચરવામાં આવી હતી. જે સંદર્ભે એડીસી બેંકના ચેરમેન અજય પટેલે 745 કરોડની બદનક્ષીની ફરિયાદ કોર્ટમાં કરી હતી. રાહુલ ગાંધી 12મી જુલાઈએ અમદાવાદની ઘીકાંટા કોર્ટમાં હાજર રહ્યા હતા. કોર્ટે રાહુલ ગાંધીને રૂ. 15 હજારના બોન્ડ પર જામીન આપ્યા હતા. ગુજરાત કૉંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડા રાહુલ ગાંધીના જામીનદાર બન્યા હતા. કોર્ટની કાર્યવાહી દરમિયાન મેટ્રો કોર્ટના જજના સવાલ પર રાહુલ ગાંધીએ જણાવ્યું હતું કે, તેમના પર લાગેલા તમામ આરોપ ખોટા છે. આ કેસમાં ફરી વાર આજે રાહુલ ગાંઘી કોર્ટમાં હાજરી આપશે.
સમગ્ર ગુજરાતના લેટેસ્ટ સમાચાર, જુઓ LIVE TV :