કોંગ્રેસ ફરી સોફ્ટ હિંદુત્વનો માર્ગે: રાહુલ ગાંધી ફરી એકવાર આવશે ગુજરાત, જાણો તેમનો સમગ્ર કાર્યક્રમ
કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધી 12 જુને ગુજરાતમાં આવી રહ્યા છે. રાહુલ ગાંધી આદિવાસી અધિકાર સત્યાગ્રહ રેલીનુ સમાપન કરાવશે. વાંસદાવી ચારણવાડા ગામે રાહુલ ગાંધીની એક જાહેર સભા પણ ગજવશે. જ્યાં આદિવાસી મતો અંકે કરવા કોંગ્રેસ સહિત રાહુલ ગાંધી એડી ચોટીનો પ્રયાસ કરશે.
ઝી ન્યૂઝ/ગાંધીનગર:વિધાનસભાની ચૂંટણી ટાણે હવે ભાજપ સાથે કોંગ્રેસમાં પણ એક્શનમાં આવી ગઈ છે. વિધાનસભા ચૂંટણી પહેલાં કોંગ્રેસ ફરી સોફ્ટ હિંદુત્વનો માર્ગે અપનાવ્યો છે. શહેરી વિસ્તારોને મજબૂત કરવા રામકથા, ગણેશ પૂજન અને નવરાત્રિનું આયોજન કરશે એવું જાણવા મળી રહ્યું છે. બીજી બાજુ કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધી ફરી એકવાર ગુજરાત પ્રવાસ નક્કી થયો છે. રાહુલ ગાંધી નવસારીના વાંસદામાં આદિવાસી અધિકાર સત્યાગ્રહ રેલીનું સમાપન કરાવશે.
આ વિશે મળતી માહિતી પ્રમાણે, કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધી 12 જુને ગુજરાતમાં આવી રહ્યા છે. રાહુલ ગાંધી આદિવાસી અધિકાર સત્યાગ્રહ રેલીનુ સમાપન કરાવશે. વાંસદાવી ચારણવાડા ગામે રાહુલ ગાંધીની એક જાહેર સભા પણ ગજવશે. જ્યાં આદિવાસી મતો અંકે કરવા કોંગ્રેસ સહિત રાહુલ ગાંધી એડી ચોટીનો પ્રયાસ કરશે. વાંસદાના ચારણવાડા ગામે દક્ષિણ ઝોનનો કાર્યક્રમ યોજાશે. અગાઉ દાહોદમાં આદિવાસી સત્યાગ્રહની શરૂઆત પણ રાહુલ ગાંધીએ જ કરાવી હતી.
ચાર ઝોનમાં રાહુલ ગાંધીની 4 સભાઓનું કોંગ્રેસે આયોજન કર્યું છે. જેના ભાગરૂપે રાહુલ ગાંધી 12 જુને ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે. આદીવાસી અધિકાર સત્યાગ્રહ રેલીનું રાહુલ ગાંધી સમાપન કરાવશે. આદીવાસીઓને રિઝવવા કોંગ્રેસ હવે એડીચોટીનો પ્રયાસ કરી રહ્યો છે, ત્યારે આગામી સમય દેખાડશે કે કોંગ્રેસ કેટલું સફળ થયું છે કે નહીં? રાહુલ ગાંધીના ગુજરાત પ્રવાસમાં નવસારીના વાંસદાવી ચારણવાડા ગામે એક જાહેર સભા સંબોધશે. ત્યારબાદ વાંસદાના ચારણવાડા ગામે દક્ષિણ ઝોનનો કાર્યક્રમ યોજાશે. તમને જણાવી દઈએ કે ચાર ઝોનમાં રાહુલ ગાંધીની 4 સભાઓનું કોંગ્રેસે આયોજન કર્યું છે.
મહત્વનું છે કે, ચૂંટણી ટાણે બિનસાપ્રદાયિક પાર્ટી ગણાતા કોંગ્રસ શહેરી વિસ્તારમાં મજબુત થવા કમરકસી છે. કોંગ્રસ પણ હાર્ડકોર હિન્દુત્વ તરફ જઇ રહી છે.
નોંધનીય છે કે, 2022 વર્ષના અંતમાં ગુજરાત વિધાનસભા ચૂંટણી યોજાશે. તે પહેલા ભાજપના કટ્ટર હિન્દુત્વ સામે કોગ્રેસ પણ શોફ્ટ હિન્દુત્વ તરફ વળી છે. ૨૦૧૭ વિધાનસભા ચૂંટણીમાં પણ રાહુલ ગાંધી દ્વારા યાત્રા કાઢવામા આવી હતી. તે સમયે રાહુલ ગાંધી ગુજરાતના તમામ પ્રસિદ્ધ મંદિરના દર્શન કર્યા હતા. તેમજ સમાજિક ધાર્મિક સ્થળોની પણ મુલાકાત કરી હતી. ત્યારે ફરી એકવાર કોંગ્રેસ હિન્દુત્વનો રાગ આલાપશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube