ગૌરવ પટેલ/અમદાવાદ: ગુજરાત કોગ્રેસના દિગ્ગજ નેતાઓથી માંડી નાના કાર્યકરો 28 તારીખે યોજનારી કોગ્રેસની વર્કીગ કમીટીની બેઠકની તૈયારીમાં લાગી ગયા છે. આજે ગુજરાત કોંગ્રેસ ભવન ખાતે કોગ્રેસની વર્કીગ સમિતિની બેઠકના આયોજનના ભાગરૂપે મધ્ય ગુજરાત અને અમદાવાદના કોગ્રેસના કાર્યકરોની બેઠક યોજાઇ બેઠક બાદ ગુજરાત કોગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ કહેયું કે, વર્કિંગ કમિટીની બેઠક 1960 પછી પ્રાથમવાર 28 ફેબ્રુઆરી રોજ અમદાવાદ અને ગુજરાતમાં યોજશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જેમાં કોગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધી, સહિત સોનિયા ગાંધી, પ્રિંયકા ગાંધી, મનમોહનસિંહ સહિતના નેતાઓ અમદાવાદમાં આવશે આ વર્કિંગ કમિતિથી ગુજરાત અને દેશની જનતાના પ્રશ્નનો ને વાચા આપવામાં આવશે તેમણે ઉમેર્યું કે લાંબા સમય પછી કોંગર્સનું નેતૃત્વ ગુજરાતમાં આવી રહ્યું છે રાહુલ ગાંધી ગુજરાત સાથેનો નાતો મજબૂત કરવા વર્કિંગ કમિટીની બેઠક ગુજરાત મા કરી રહ્યા છે આ દિવસે ગાંધી આશ્રમ ખાતે પ્રાર્થના કરશે ત્યાર બાદ વર્કિંગ કમિટીની બેઠક યોજશે ઉપરાંત જનસંકલ્પ રેલી સંબોધી ચૂંટણી લક્ષી માર્ગદર્શન આપશે અમિત ચાવડાએ કહ્યુ કે લોકો  માટે કામ કરનારી સરકાર બને એ માટે પરિવર્તનની લહેરમાં જોડાવા ગુજરાત આતુર બન્યું છે.


ભાજપમાં દુકાળમાં અધિકમાસ જેવી સ્થિતિ, કાર્યકરોનો ફંડ માટેનો ટાર્ગેટ ‘ફિક્સ’


લોકસભાની ચુટંણી માટે એક્શન મોડમાં આવેલી ગુજરાત કોગ્રેસનો શનિવાર ચુટંણી લક્ષી બેઠકોથી ભરપૂર રહ્યો છે. ગુજરાત કોગ્રેસ પ્રભારી રાજીવ સાતવની અધ્યક્ષતામાં પ્રદેશ ઇલેક્શન સમિતિની બેઠક યોજાઇ જેમાં લોકસભાના ઉમેદવારો અંગે નેતાઓના સુચનો લેવામાં આવ્યા બેઠક અંગે ગુજરાત કોગ્રેસ પ્રમુખ અમિત ચાવાડાએ કહ્યું કે, તમામ સિનિયર આગેવાનો સાથે ઉમેદવારોની પસંદગી પ્રક્રિયાને લઈને વિસ્તૃત ચર્ચા કરવામાં આવી આગામી ચૂંટણી લક્ષી આયોજનની ચર્ચા કરવામાં આવી ટૂંક સમયમાં ઉમેદવારોના નામ નક્કી કરશે કાર્યકરોની પસંદગીના જીતી શકે તેવા ઉમેદવાર કોગ્રેસની પ્રાથમિકતા રહેશે.


[[{"fid":"203417","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":"Rahul-SONiya-ANd-Priyanka.jpg","field_file_image_title_text[und][0][value]":"Rahul-SONiya-ANd-Priyanka.jpg"},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":"Rahul-SONiya-ANd-Priyanka.jpg","field_file_image_title_text[und][0][value]":"Rahul-SONiya-ANd-Priyanka.jpg"}},"link_text":false,"attributes":{"alt":"Rahul-SONiya-ANd-Priyanka.jpg","title":"Rahul-SONiya-ANd-Priyanka.jpg","class":"media-element file-default","data-delta":"1"}}]]


જયંતી ભાનુશાળી હત્યા કેસ: ગુજરાત ATSએ કરી બે આરોપીની ધરપકડ


કોંગ્રેસ કાર્યાલય ખાતે યોજાયેલી ચૂંટણી લક્ષી બેઠકોમાં આજે પણ અલ્પેશ ઠાકોર ગેર હાજર રહ્યા હતા. તેઓને કોગ્રેસની સાતેય સમિતિઓમાં સ્થાન આપવામાં આવ્યું છે. અલ્પેશ સિવાય પણ કોંગ્રેસના સિનિયર નેતાઓ બેઠકોમાં ગેર હાજર રહ્યા હતા. જે અંગે અમિત ચાવડાએ કહ્યું કે, પ્રદેશ ચૂંટણી સમિતિની બેઠક 15 તારીખે યોજાવાની હતી પણ કાશ્મીરના હુમલાનો કારણે મુલતવી રાખ્યું ત્યારે અનેક આગેવાનો વ્યક્તિગત કાર્યક્રમમાં વ્યસ્ત હતા. તેથી બેઠકમાં હાજર રહી શક્યા નથી દરેકની લાગણી પ્રભારી સુધી પહોંચાડવામાં આવી હતી.