નિધિરેશ રાવલ/ગાંધીધામ : ભુજ દાદર ટ્રેનમાંથી ગાર્ડને ધક્કો મારી હત્યા કરી નાખતા રેલવે વિભાગમાં આ મુદ્દો ચર્ચાનો વિષય બન્યો છે. જોકે રેલ્વે પોલીસે આ બનાવના ગુનામાં એક શખ્સને ઝડપી પાડયો છે. ભુજ દાદર ટ્રેનમાંથી ગાર્ડ ગુમ થતા રેલ્વે પોલીસ અને રેલવે અધિકારીઓ ઘટના સ્થળે દોડી ગયા હતા, તપાસ બાદ ગાર્ડની હત્યા નિપજાવી હોવાનો ચોકાવનારો ખુલાસો થયો હતો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ભુજ બાંદ્રા ટ્રેન ગાંધીધામથી રવાના થયા બાદ આ ટ્રેનના ગાર્ડ ભીમાસર ચીરાઈ વચ્ચે ગુમ થયા હોવાના અહેવાલ મળતા રેલ્વે પોલીસ અને પ્રસાશનના અધિકારીઓ ઘટના સ્થળે દોડી ગયા હતા. દરમિયાન ભચાઉ રેલવે સ્ટેશન પરથી આ ગુનામાં એક શખ્સ અનુજ રામ કિશોર કુશવાહની ધરપકડ કરી લીધી હતી.


ગાયો નહિ પકડવા માટે લાંચ માગનાર AMCના સેનેટરી સબ ઇન્સ્પેક્ટર પકડાયા


ધરપકડ કરાયેલા આરોપીએ પુછપરછમાં જણાવ્યુ્ં કે, ભુજ દાદર ટ્રેનના ગાર્ડ પ્રકાશ પ્રતિરામ ગૌતમ સાથે ટીકીટ બાબતે બોલાચાલી થતા ગાર્ડના માથામાં લાકડાનો ધોકો મારી ટ્રેનમાથી ધક્કો મારી હત્યા તેની હત્યા કરી દીધી હતી.રેલવે પોલીસે આ આરોપીની ધરપકડ કરી આગળની તપાસ હાથ ધરી છે.