ગાયો નહિ પકડવા માટે લાંચ માગનાર AMCના સેનેટરી સબ ઇન્સ્પેક્ટર પકડાયા

તાજેતરમાં જ ઓઢવ વિસ્તારમાં ગાયો નહીં પકડવા બાબતે પોલીસ અને માલધારીઓ વચ્ચે હલ્લાબોલ થયું હતું. જોકે ત્યાર બાદ પણ કોર્પોરેશનની ટીમે ગાયો પકડવાનો કામ ચાલુ જ રાખ્યું છે. ત્યારે ગાયો નહિ પકડવા માટે સરકારી બાબુ હવે લાંચની માગણી કરતા થયા હોય તેઓ કિસ્સો અમદાવાદમાં પ્રકાશમાં આવ્યો છે. 
 

ગાયો નહિ પકડવા માટે લાંચ માગનાર AMCના સેનેટરી સબ ઇન્સ્પેક્ટર પકડાયા

મૌલિક ધામેચા/અમદાવાદ: તાજેતરમાં જ ઓઢવ વિસ્તારમાં ગાયો નહીં પકડવા બાબતે પોલીસ અને માલધારીઓ વચ્ચે હલ્લાબોલ થયું હતું. જોકે ત્યાર બાદ પણ કોર્પોરેશનની ટીમે ગાયો પકડવાનો કામ ચાલુ જ રાખ્યું છે. ત્યારે ગાયો નહિ પકડવા માટે સરકારી બાબુ હવે લાંચની માગણી કરતા થયા હોય તેઓ કિસ્સો અમદાવાદમાં પ્રકાશમાં આવ્યો છે. 

અમદાવાદના AMCના ઢોર ત્રાસ અંકુશ નિવારણ શાખામાં ફરજ બજાવતા સેનેટરી સબ ઇન્સ્પેક્ટર રૂપિયા 3000ની લાંચ લેતા ACBના હાથે ઝડપાઈ ગયા છે. સેનેટરી સબ ઇન્સ્પેક્ટર અમરત પટેલને રોજમદાર પાસેથી લાંચની રકમ સ્વિકારતા છટકામાં સપડાયા હતા.

સેનેટરી ઇન્સપેક્ટર અમરત પટેલે રોડ પરથી ગાયો પકડી કાર્યવાહી નહીં કરવા બાબતે 35 હજાર રૂપિયાની લાંચની માગણી કરી હતી. અને 32 હજાર રૂપિયા અગાઉ માલધારી પાસેથી પડાવી પણ ચૂક્યા હતા. જોકે ફરિયાદીએ 3000 રૂપિયા નહીં ચૂકવવા બાબતની ACBને જાણ કરતા છટકું ગોઠવી લાંચ લેતા ઝડપી પાડેલા હાલ ACBએ બંને આરોપીઓને ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news