ઉદય રંજન/અમદાવાદ: રેલવે સ્ટેશન અને ટ્રેનોમાં વધી રહેલી ચોરીના બનાવોને રોકવા માટે રેલવે પોલીસે એક ખાસ ડ્રાઇવ શરૂ કરી હતી જેના ભાગે ચોરીના 11 મોબાઈલ સહિત સોના ચાંદીના દાગીના સાથે એક ચોરની ધરપકડ કરવામાં આવી છે. આરોપી સગીર હતો ત્યારથી ચોરીને અંજામ આપતો હતો. પોલીસે બે લાખથી વધુનો મુદ્દામાલ કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ખતરનાક સ્પીડે આવી રહ્યું છે 'દાના'; આજે રાતે ટકરાશે, જાણો ગુજરાતમાં કેટલી થશે અસર?


રેલવે પોલીસના સકંજામાં ઉભેલા શખ્સ મહાચોર છે અને આ ચોરનું નામ સાબીર ઉર્ફે રેહાન શેખ છે. જેની ઉંમર માત્ર 18 વર્ષ અને બે મહિના છે. પોલીસે સીસીટીવી ફૂટેજ ના આધારે તપાસ કરતા આ આરોપી 11 મોબાઈલ સાથે પકડાયો છે , આરોપીના ઘરની તપાસ કરતા સોના ચાંદીના દાગીના સહિત કુલ બે લાખ 50 હજારનો મુદ્દામાલ મળી આવ્યો છે. જે તમામ મુદ્દામાલ અલગ અલગ સમયે રેલવેમાં મુસાફરી દરમિયાન મુસાફરો નો મુદામાલ ચોરી કર્યો હોવાનું સામે આવ્યું છે. આરોપી નડિયાદ થી અમદાવાદ વચ્ચેની ટ્રેનમાં અપડાઉન કરતો અને ચોરી ના ગુના ને અંજામ આપતો હતો અને ચોરી સફળ થયા બાદ કોઈ પણ સ્ટેશન પર ઉતરી જતો હતો અને ફરાર થઈ જતો હતો. 


ભાજપને ભ્રમમાં રાખવા કોંગ્રેસનો ઉલ્ટો દાવ! વાવ પેટાચૂંટણીમાં 4-4 ઉમેદવારો ભરશે ફોર્મ


રેલવે પોલીસે આરોપી ને લઇ ને તપાસ હાથ ધરી ત્યારે સામે આવ્યું છે કે અંદાજે એકાદ વર્ષ પહેલા જ્યારે તે સગીર હતો તે સમયે પણ તેના સહ આરોપી જયેશ સોલંકી અને નૂરજહાં દિવાન સાથે મળીને મુસાફરો ના કિંમતી મુદ્દામાલની ચોરી ના ગુના ને અંજામ આપતો અને જે માંથી ચોરીના મોબાઈલ અલગ અલગ માર્કેટમાં સસ્તા ભાવે વહેચી દેતો હતો. આજે પણ ચોરીના મોબાઈલ તે વેચે તે પહેલા પોલીસે તેને ઝડપી લીધો છે. જેમાં અમદાવાદ રેલવે અને નડિયાદ રેલવેના કુલ 11 ચોરી ના ગુનાનો ભેદ ઉકેલાયો છે. આ પહેલા પણ આરોપી બે ચોરીના ગુનામાં ઝડપાયો હતો. મહત્વનું છે કે, ચોરીના મોટાભાગના ગુનાઓ છેલ્લા બે મહિનામાં જ તેને કર્યા હતા. આરોપી ટ્રેનની ટિકિટ ખરીદી ટ્રેનમાં પ્રવાસ કરતો અને ચોરીને અંજામ આપ્યા બાદ કોઈ પણ રેલવે સ્ટેશનને ઉતરી જતો હતો અને રફુચક્કર થઈ જતો હતો.


3 વર્ષ બાદ વાપસી અને W,W,W,W,W,W...રોહિત માટે બ્રહ્માસ્ત્ર સાબિત થયો આ ખુંખાર ઓલરાઉન્ડર


ઝડપાયેલા આરોપી સાબીર શેખ મૂળ આણંદના બોરસદનો વતની છે. જેથી ચોરીના મોબાઈલ કે આણંદ અથવા તેની આસપાસના વિસ્તારમાં વેચતો હોય તેવી પોલીસને શંકા છે. જેથી આ મોબાઈલ તેણે ક્યાં અને કોને વેચ્યા છે અને તેની સાથે કોણ કોણ સામેલ છે તેની પોલીસે વધુ તપાસ શરૂ કરી છે.


આ તહેવારો મારી નાંખશે! કડીમાં ફરી શંકાસ્પદ ઘીનો જથ્થો ઝડપાયો, 10 દિવસમાં બીજી ફેક્ટર