ગુજરાતના અનેક જિલ્લામાં મિની વાવાઝોડું ફૂંકાયું! અનેક સ્થળો પર વૃક્ષો અને વીજપોલ ધરાશાયી
Gujarat Weather 2024: અમરેલીના ખાંભા પંથકમાં મિનિ વાવાઝોડા જેવા પવન ફૂંકાતા અનેક સ્થળો પર વૃક્ષો અને વીજપોલ ધરાશાયી થયા હોવાના અહેવાલો મળી રહ્યા છે. આ સિવાય સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના 8 તાલુકાઓમાં કમોસમી વરસાદ ખાબક્યો છે. સૌથી વધુ મોરબીના ટંકારામાં સવા ઈંચ વરસાદ પડ્યો છે, તો ડાંગ અને મોરબીમાં અડધો ઈંચ વરસાદ પડ્યો છે.
Gujarat Weather 2024: સતત ચોથા દિવસે પણ ગુજરાતના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ ખાબક્યો છે. અમરેલી અને કચ્છ જિલ્લામાં ભારે પવન સાથે વરસાદ વરસ્યો છે. અમરેલીના ખાંભા પંથકમાં મિનિ વાવાઝોડા જેવા પવન ફૂંકાતા અનેક સ્થળો પર વૃક્ષો અને વીજપોલ ધરાશાયી થયા હોવાના અહેવાલો મળી રહ્યા છે. આ સિવાય સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના 8 તાલુકાઓમાં કમોસમી વરસાદ ખાબક્યો છે. સૌથી વધુ મોરબીના ટંકારામાં સવા ઈંચ વરસાદ પડ્યો છે, તો ડાંગ અને મોરબીમાં અડધો ઈંચ વરસાદ પડ્યો છે.
સૌથી મોટા સમાચાર; જાણો રાજપુત સંકલન સમિતિએ ક્ષત્રિય આંદોલનને લઈને શું કરી જાહેરાત?
સતત ચોથા દિવસે ગુજરાતના અમરેલી, મોરબી, જૂનાગઢ, દ્વારકા, પોરબંદર, કચ્છ, ડાંગ અને બનાસકાંઠા સહિતના જિલ્લામાં કમોસમી વરસાદ વરસ્યો છે. મોરબીના ટંકારામાં ભારે વરસાદ વરસ્યો છે. પવન સાથે ધોધામર વરસાદથી ચોમાસા જેવો માહોલ જોવા મળ્યો છે. ટંકારામાં સવા ઈંચ વરસાદ વરસ્યો છે. ટંકારામાં વરસાદથી ITI સેલ પર લગાવેલ સોલાર પેવન પવનના લીધે તૂટી જતાં ભારે નુકસાન થયું છે. ભારે પવનથી પતરા પર તૂટી ગયા છે.
હવે પહેલા પૈસા અને પછી મળશે વીજળી! ગુજરાતમાં કકળાટ, અડધી રાતે ઘરમાં થશે અંધારપટ
મોરબીની મહેન્દ્ર ચોકડી પાસે ભારે પવનથી હોર્ડિંગ્સ પડવાના લાઈવ દ્રશ્યો પણ સામે આવ્યા છે. આ હોર્ડિંગ્સ એક એક્ટિવા ચાલક પર પડે છે. એક્ટિવા ચાલક નીચે પડી જતાં તેને ઈજા પહોંચી હતી. જો કે સદનસીબે યુવકનો બચાવ થયો છે. અમરેલી જિલ્લાના ખાંભા અને ગીર વિસ્તારમાં ગાજવીજ અને પવન સાથે વરસાદ ખાબક્યો છે. વરસાદથી ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. વરસાદ વરસતા ગરમીથી આંશિક રાહત મળી છે. જૂનાગઢના ભેંસાણ પંથકમાં કમોસમી વરસાદથી કેરી,તલ, અડદ અને મગના પાકમાં નુકસાનની ભિતી દેખાઈ રહી છે. પવન સાથે વરસાદ આવતા કેરીના પાકને વધુ નુકસાન થઈ રહ્યું છે.
ધો.10 અને 12માં નાપાસ વિદ્યાર્થીઓ માટે સારા સમાચાર, આ તારીખે શરૂ થશે પુરક પરીક્ષા
ખાંભામાં તારાજી સર્જી
અમરેલીના ખાંભા પંથકમાં આજે મિનિ વાવાઝોડાની માફક ફૂંકાયેલા પવન ભારે તારાજી સર્જી હતી. અનેક જગ્યાએ વૃક્ષો અને વીજપોલ ધરાશાયી થયા હતા. તો અનેક કાચા મકાનના નળીયા અને છાપરા ઉડી ગયા હતા. વીજપોલ ધરાશાયી થવાના કારણે શહેરમાં લાઈટ ગુલ થઈ ગઈ હતી.
અંબાલાલની આગાહી; ગુજરાતમાં ફરી આવશે આંધી વટોળ સાથે વરસાદ, કાચા મકાનોના છાપરા ઉડી જશે
દ્વારકાની વાત કરીએ તો ખંભાળિયા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં ચોમાસા જેવો વરસાદ વરસ્યો છે. પોરબંદરના ઘેડ પંથકના ગામો પણ માવઠું થયું છે. ગઈકાલે બરડા પંથકના ગામમાં અને આજે ઘેડ પંથકના ગામોમાં વરસાદથી ધરતીપુત્રો ચિંતામાં ગરકાવ થયા છે. કચ્છના ભચાઉ, માંડવી, નખત્રાણા, મુંદ્રા અને અંજાર તાલુકામાં કરા સાથે વરસાદ વરસ્યો છે. બનાસકાંઠાના અમીરગઢના ગ્રામ્ય વિસ્તારોમાં વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ વરસ્યો છે. બનાસકાંઠા જિલ્લાના અનેક વિસ્તારના વાતાવરણમાં પલટો આવતા માવઠું થયું છે.
દેશમાં કયા રાજ્યમાં ક્યારે પહોંચશે ચોમાસું, હવામાન વિભાગે તારીખો સાથે આપી આગાહી
ધ્રોલ અને લાલપુરમાં વરસાદ
જામનગર જિલ્લામાં પણ આજે પલટો જોવા મળ્યો હતો. જિલ્લાના ધ્રોલ અને લાલપુર તાલુકામાં કમોસમી વરસાદ વરસ્યો હતો. ધ્રોલ પંથકના લતીપર, ફલ્લા, જાયવા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ વરસ્યો તો લાલપુરમાં પણ વરસાદી માહોલ છવાયો હતો. કમોસમી વરસાદના કારણે ધરતીપુત્રો ચિંતિત બન્યા છે.
₹15 પર આવ્યો હતો IPO, શેરમાં તોફાની તેજી, આજે 1.20 લાખના રોકાણના બની ગયા 1 કરોડ
સિદ્ધપુરમાં વરસાદ
સિદ્ધપુર શહેરમાં પણ ભારે પવન ફૂંકાતાં ધૂળની ડમરીઓ ઊડી હતી. શહેરમાં પણ વરસાદી છાંટાં પડ્યાં છે અને ભરઉનાળે ચોમાસા જેવો માહોલ જોવા મળી રહ્યો છે. સિદ્ધપુર શહેરમાં ભારે પવન બાદ ધીમી ધારે વરસાદ પાડવાનો શરૂ થયો હતો. આજુબાજુનાં ગામોમાં પણ કમોસમી વરસાદ પડ્યો. પાટણ જિલ્લામાં સવારથી જ વાતાવરણમાં અસહ્ય ઉકળાટ જોવા મળ્યો હતો.